________________
૧૫૫
શારદા રત્ન
પિતાના સંતાનને આ જાતને ઘાર્મિક વારસો આપવા પ્રયત્ન કરવો એ સમ્યક દષ્ટિ માતા-પિતાઓનું સાચું કર્તવ્ય છે. આ વારસે આપવાથી પોતાના સંતાનનું આમિક ભવિષ્ય સુધરે છે. માત્ર ધનને વારસો આપી જવાથી સંતાને ભવિષ્યમાં સુખી થશે એમ માનવું એ તેમની બેટી માન્યતા છે. જેના જીવનમાં ધર્મ આવે છે, એવા જીવોને પુણ્ય પાપનું ભાન થાય છે. જો હું સારા કર્મો કરીશ તે સારા ફળ મળશે, ને અશુભ કર્મો કરીશ તે અશુભ ફળ મળશે. એવા જીવોને કર્મ ઉદયમાં આવે ત્યારે એ હસતા મુખે સમભાવે ભોગવી લે છે. ખંધકમુનિએ પૂર્વજન્મમાં કઠીંબડાની છાલ ઉતારીને હસતા હસતા જે કર્મ બાંધ્યું, તે બંધક મુનિના ભવમાં ઉદયમાં આવ્યું. કાયા સારી મળી, રૂપ મળ્યું અને સંસાર છોડી સાધુપણું લીધું તે પણ કર્મ ઉદયમાં આવ્યું અને જીવતા તેમના શરીરની ખાલ ઉતારવામાં આવી. છતાં કર્મ ભોગવતા કેટલે સમભાવ! આ સમભાવ આપણને રહેવો મુશ્કેલ છે. જે જીવ સમભાવ ન રાખે ને સામી વ્યક્તિ ઉપર વૈર રાખે તે એ વૈરની પરંપરા વધતી જાય. એક વ્યક્તિ ક્ષમા રાખે તે વરની પરંપરા અટકી જાય, પણ જે બંને સામસામા કષાય કરે ને મનમાં વિર રાખે તે એ વૈર ભભવ વધતું જાય. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં બેલ્યા છે કે વેરાજીવંધાનિ . મમરાન છે કર્મોના કારણે જન્મજન્મ મહાભયંકર વેરાનુબધી વેર ભોગવવા પડે છે.
એક માતાને બે દીકરા હતા. દીકરાઓ મોટા થયા. તેમના લગ્ન થયા ને વહુઓ ઘરમાં આવી. પણ સમય જતાં ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. પરિણામે બે ભાઈ જુદા થયા. નાનાભાઈની પત્ની શાંત સ્વભાવની હતી. તે ઘણીવાર પિતાના પતિને કહે કે આપણે અહીંથી જશું ત્યારે શું બાંધી જવાના છીએ ? શા માટે આપ વૈર રાખે છે ? એ વેર જીવને ભવોભવમાં ભેગવવા પડશે. આપ આપના ભાઈની પાસે જાવ. તેમના ચરણમાં પડો અને કહી દો કે મારી ભૂલ થઈ ગઈ છે. આપ મને માફ કરે. ક્ષમા આપો. જે ક્ષમા નહીં માંગે તો વૈરની પરંપરા ભવોભવ સુધી ઉભી રહેશે. પત્ની રાજ શિખામણ આપે, રેજ સારુ સિંચન કરે, તેથી પતિના હૃદયમાં સારી અસર થઈ
કુદરતે બન્યું એવું કે મોટેભાઈ બિમાર પડ્યો. કેટલાય લોકો તેની ખબર કાઢવા આવે. નાનાભાઈની પત્ની સરલા કહે, ભાઈ બિમાર પડ્યા છે, આપણે તેમની ખબર કાઢવા જઈએ. મૃત્યુ ક્યારે આવશે તેની ખબર નથી. ઘણીવાર સૂતેલો માણસ સૂતો રહી જાય છે. જિદગીના દીપને બુઝાતા વાર નહીં, રૂપના ગુલાબને કરમાતા વાર નહિ,
યુવાની ખૂબ રંગબહારમાં ખીલી હોય. ૧૦-૧૫ વર્ષે જોઈશું તે તેનું સ્વરૂપ બદલાઈ ગયેલું દેખાશે અથવા યુવાન હોય પણ રોગમાં ઘેરાયા હોય તે પણ રૂપ બદલાઈ જાય છે. સંધ્યા સમયે અજવાળું લાગે છે પણ એ અજવાળું ડીવારમાં વિલીન થઈ જાય છે. વાદળામાં લાલપીળા એવા રંગબેરંગી રંગ દેખાય છે કે આપણને એમ થાય કે એમાં કેણુ રંગ પૂરવા ગયું હશે? પણ થોડીવારમાં તે એ રંગે વિખરાઈ જાય છે. તે રીતે આ જિંદગી રૂપી દિપકને બુઝાતા વાર નહિ લાગે. તે આ જીવનમાં ધૂળસળી