________________
૧૫૪
શારદા રત્ન ભાડાને વેપાર કરે છે. હવે હું તમને એક વાત કરું કે ધન મેળવવા માટે આટલા પ્રયત્ન કરે ને પુણ્યોદયે ધન મેળવે, પણ જે રાજ્ય તરફથી એવો કાયદો થાય કે માણસ પિતાના હાથે જેટલું વાપરે અને ખર્ચે એટલું ધન એનું, બાકી બીજા કેઈ પણ ધનને તે કે તેના સંતાન માલિક નહીં પણ રાજ્યમાલિક. તે ધનને સંગ્રહ કરવાની કેઈની ભાવના રહે ખરી? (શ્રોતામાંથી અવાજ..ન રહે) રાજા એ કાયદો ન કરે તો પણ ધર્મિષ્ઠ છેવોએ તે એવી રીતે જ વર્તવું જોઈએ.
બંધુઓ ! હું આપને કહું છું કે તમે તમારા સંતાનને ધનને વારસો આપતા પહેલા સાથે ધર્મભાવનાને કે આત્મભાવનાને વારસો આપે. ધનને વારસો કદાચ નહીં આપ્યું હોય તે એને પુણ્યદય હશે તે મેળવશે પણ જે ધાર્મિક વારસે નહીં આપ્યો હોય તે એના આત્માનું કલ્યાણ કેવી રીતે થશે ? એને પોતાનું ભાવિ સુધારવાને પાઠ ક્યાં મળે ? એક સાચા હિન્દુને બાળક ગમે તેટલે ભૂખ્યો હોય પણ માંસ ખાવાને વિચાર સરખો પણ નહિ કરે. ગમે તેટલો તરસ્ય થશે તે દારૂ પીવાને વિચાર પણ નહિ કરે, તેમ વીતરાગ ભગવાનનો સાચે શ્રાવક પેટમાં ભૂખ લાગે તે જેમાં અનંતા જીવે છે એવા કંદમૂળ ખાવાને વિચાર સરખે પણ ન કરે. જે સંતાનમાં આટલા સંસ્કાર આવે તે સમજવું કે એ સાચે ધાર્મિક વારસો મલ્યો છે.
વીતરાગ ભગવાનના શાસનમાં દરેક જીવોને જીવવાને સરખે હક્ક છે. પિતાની ઈચ્છાપ્તિ માટે બીજા જીવોને નિરર્થક સંહાર કરવાની કેઈને છૂટ નથી. ધર્મના વાંક્ષાને પામેલે, જીવન નિર્વાહ માટે કદાચ હિંસા કરવી પડે તે ય બળતા હૈયે કરે તે
ણ એટલી જ કરે કે જે અનિવાર્ય અને ઓછામાં ઓછી હેય. અનંતકાયમાં ભગવાને અનંત જીવો કહ્યા છે તે ક્યાં દેખાય છે? એવા તર્કવિતર્ક ન કરે. તર્ક વિતર્ક કરનારાઓને પૂછ્યું કે તારા શરીરમાં જીવ ક્યાં દેખાય છે ? તે એ શું કહેશે? આંધળો માણસ શું એમ કહી શકે કે અહીં કેઈ નથી ? ના ન કહી શકે, એમ કહેવામાં આંધળે માણસ જેમ ભીંત ભૂલે છે, તેમ અનંતકાયમાં જે નથી એમ કહેનાર પણ એવી ભૂલ કરે છે. એક સમયના અગ્ર ભાગ પર એક લાખ દીવાનો પ્રકાશ રહી શકે કે નહિ ? (શ્રોતામાંથી અવાજ–રહી શકે) પ્રકાશ મૂર્ત છે કે અમૂર્ત પ્રકાશ મૂર્તિ છે. જો મૂર્ત પ્રકાશ રહી શકે તે અમૂર્ત એવા છે તેટલા સ્થાનમાં રહી શકે તેમાં આશ્ચર્ય શું? જેઓ જીભના સ્વાદ માટે અનંતકાયનું ભક્ષણ કરે છે તેવા અને એમાં પાપ રહેલું છે, એ વાત ગમતી નથી. પણ એટલું યાદ રાખજો કે એક વસ્તુ રૂચે કે ન રૂચે તેથી વસ્તુ સ્થિતિમાં તલમાત્ર પણ પરિવર્તન નથી થતું. અજ્ઞાન અને વિષયાસક્ત જીવ ન માને તેથી કંઈ અનંતકાય ભક્ષણનું પાપ નથી લાગતું એમ નથી, પણ લાગે જ છે. જે જીભ ઉપર સંયમ રાખી શકે છે તે બીજી અનેક વસ્તુઓ ઉપર જરૂર સંયમ મેળવી શકે છે. અને જેને જીભ ઉપર સંયમ નથી તે બીજા કેઈ પણ ઉંચા પ્રકારના આત્મિક સંયમ માટે યોગ્ય બની શકતું નથી.