________________
૧૪૬
શારદા રત્ન
9
-
વશ કરો, કે બીજા કેઈને જીતવા હજુ સરળ છે, પણ કામવિકારને જીતવા એ બહુ મુશ્કેલ છે. જે વિરાટ કર્યા છેકામવિકારેને કઈ વીરલા જ જીતી શકે છે. કામ વિકારની સાથે લડતાં મણિરથ હારી ગયે. એમ તો તે વીર અને બળવાન હતું, પણ કામના સામે તેની વીરતા ચાલી શકી નહિ. કામવિકારથી હારી જવાના કારણે તેણે પોતાના વહાલા, પ્રિય લઘુબંધવા યુગબાને દૂર કરવા લડાઈમાં મેકો . હવે પોતે મયણરેહાને ત્યાં જવા તૈયાર થયે.
મયણરેહાના બંગલે મણિરથ –મયણરેહા ક્યાં સૂવે છે, તે વાતની જાણ મણિરથે દાસી મારફત કરી લીધી. મયણરેહાન શયન રૂમ ક્યાં છે તે બધી વાત જાણી લીધી. હવે તેના મહેલમાં જવાને દઢ નિશ્ચય કરી મણિરથ અડધી રાત્રે ઉક્યો, અને રાજમહેલના માર્ગે ચાલી મયણરેહાના મહેલમાં પહોંચી ગયો. કામી આત્માઓ કેટલી પાપની જાળમાં પડ્યા છે ! તેમને એ વિચાર પણ નથી આવતું કે રાત્રે મને કોઈ જોઈ જશે તે મારી આબરૂ અને ઈજ્જત શી રહેશે? કઈ મારી વાત કરશે તે સમાજમાં મારી કિંમત શી રહેશે? કામાંધ મનુષ્યને આબરૂ કે ઈજજતની પડી નથી હોતી, જે તેનામાં લજજા હોય તે સુધરે, પણ જેણે લજાને નેવે મૂકી છે એને કણ સુધારી શકે? કહ્યું છે કે.... તેજીને ટકે ને ગધેડાને ડફણું, રેજ ખાય ને રોજ ભૂલી રે જાય,
દુર્જન મીઠું ખાય, મીઠું ના બોલો રે... જેવી જેની... છે જેવી જાત હોય તેવી ભાત પડે છે. દિવાલ સ્વચ્છ ને પોલીસ કરેલી હોય તે ચિત્ર સારૂં દોરી શકાય છે. તેજીને એક ટકોરો બસ છે, તેને ડફણા મારવા ન પડે. જે સજન આત્માઓ છે તેને એક ટકોરે બસ છે, ખરેખર હું ભૂલ્ય, મને આ ન શોભે. જેનામાં લજા હોય તેને ભૂલને પસ્તાવો થાય, ને તે ઠેકાણે આવી જાય. સજજની ખાનદાન માણસ જાન જતો કરે, પણ ઈજજતને ન ગૂમાવે. મણિરથ રાજાને તેના નેકરોએ સમજાવવામાં બાકી ન રાખ્યું. “મહારાજા ! ભાઈની પત્ની તરફ દષ્ટિ કરવી એ આપને શોભતું નથી. જે પરસ્ત્રી સામું જુએ છે તેને નરકમાં જવું પડે છે. નરકમાં પરમાધામી દે, તે જીવને ધગધગતી પુતળી સાથે આલીંગન કરાવે છે.” આવા શબ્દો રાજાને કહેવા એ સહેલું કામ નથી, છતાં મૃત્યુને માથે લઈને મહારાજાને સુધારવા પ્રયત્નો કર્યા, પણ રાજા ન સુધર્યા. અને અંતે રાતના મયણરેહાના મહેલમાં આવ્યા. મયણરેહાના શયનરૂમ પાસે જઈ બારીએથી કહેવા લાગ્યો કે, હે મૃગનયની ! હે મયણરેહા ! દરવાજો ખેલ, | મધ્યરાત્રીએ મહેલ સુધી પહોંચનાર કેણુ–મયણરેહા તે વખતે સૂતી હતી. ઉત્તમ આત્માઓની ઊંઘ ગર્દભ જેવી ન હોય. જરા પગને અવાજ થાય કે, તરત જાગી જાય. ક્રુષ્ણ બુદ્ધિવાળા મણિરથ પલંગ પાસે બારી હતી, ત્યાં આવીને કહેવા લાગ્યો કે હે કમલાક્ષી! હે પ્યારી ! તું દરવાજો ખેલ. આ શબ્દો સાંભળતાં મયણરેહા એકદમ જાગી ગઈ કે, અત્યારે મધરાતે મને કેણ બોલાવે છે ? તે પથારીમાં બેઠી થઈ, તે પુરુષને ઉભેલો છે. આવી ઘનઘોર અંધારી રાત્રે મારા મહેલ સુધી આવવાની હિંમત કોણે કરી?
1