SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૪૫ સફળતા માટે આત્મષ્ટિ પ્રગટાવ એક વેપારીને અવારનવાર ટ્રેઈનની મુસાફરી કરવી પડતી. એક દિવસ વહેલી સવારે ટ્રેઈન પકડવા વહેલો ઉઠી સ્ટેશને જતો હતો. રસ્તામાં સો રૂપિયાની નોટ પડેલી જોઈ. તરત ખીસ્સામાં મૂકી દીધી ને હૃદય હર્ષથી થનગનવા લાગ્યું. સ્ટેશને ગયો. ટિકિટ લઈ ગાડીમાં ચઢવા જાય છે, ત્યાં ભીડના કારણે સેના નેટ કેઈ કાઢી ગયું. ગાડીમાં બેઠે, પછી કંઈક લેવા ખીસ્સામાં હાથ નાંખ્યો. ત્યાં નેટ નહીં, આથી તે ખૂબ જ ઉદાસ થયે. તે જાણી બાજુમાં બેઠેલ જૈન ભાઈ એ પૂછયું કે શું થયું? કેમ એકદમ ઉદાસ બની ગયા? ત્યારે બધી વાત કરી, તે શ્રાવક કહે કે ભાઈ? હતું શું ને ગયું શું? જે વસ્તુ તમારી હતી નહિ એના માટે શું કામ નિરાશ થવું? જો તમે તમારા આત્માને આ વિવેકની નવી દિશા આપશે તે નિરાશ થવાનું કે દુઃખી થવાનું કેઈ કારણ નહિ રહે. જૈનભાઈની સમજણપૂર્વકની સુંદર વાત સાંભળી વેપારીના હૃદયમાં નવી જ્યોત પ્રગટી, અને નિરાશાને બદલે નવા પ્રકાશની જ્યોતમાં તેનું હૃદય ખીલી ઉડ્યું. આ ન્યાયથી મહાપુરુષે આપણને એ સમજાવે છે કે, મનુષ્ય આત્મદષ્ટિ ખેલીને. જીવન જીવવું જોઈએ. જેની આત્મદષ્ટિ ખુલી છે એવી મયણરેહા સાવધાનીથી જીવન જીવી રહી છે, કષ્ટની કપરી કસોટીએ ચઢી છે. તેના રૂપને જોતાં જેમ પતંગીયું આગને જોઈને તેમાં ઝંપલાવે છે, મોરલી વાગે ને નાગ ગાંડો થાય, તેમ મણિરથ રાજા સતીના રૂપમાં મુગ્ધ બન્યા છે. પિતાની વિષય વાસના પૂરી કરવા માટે સતીને પ્રભુને મોકલ્યા. તેને લલચાવવાના પ્રયત્ન કર્યો, પણ સતીને મન તે ચારિત્ર એ જ સર્વસ્વ, બીજું બધું ધૂળ સમાન છે, શીર જાય તે જવા દે, પણ ચારિત્રને ન છેડે. કહ્યું છે ને કે... મેરૂ ડગે ધરતી ધ્રુજે, સૂર્ય કરે અંધકાર, તો પણ સતી સ્ત્રીઓ, ચારિત્ર ચૂકે ન તલભાર, મેરૂ પર્વત ક્યારે પણ ડોલે નહિ, છતાં એ ડગે, ધરતી ધ્રુજવા લાગે અને સૂર્ય હોવા છતાં કદાચ અંધકાર થાય, પણ કેઈની તાકાત નથી કે સતી સ્ત્રીઓને ચારિત્રથી ચલિત કરી શકે. | મણિરથે દાસીની વાતને અવળા રૂપમાં લીધી :–દાસીએ રાજાને સ્પષ્ટ કહી દીધું કે હે મહારાજા ! તમે ઈચ્છો તે નવી રાણી પરણીને લાવી શકે, પણ મયણરેહા ત્રણ કાળમાં તમારા હાથમાં આવી શકે એમ નથી. દાસીએ આ પ્રમાણે કહ્યું, છતાં રાજાના મન પર જરા પણ અસર ન થઈ. તે વિચારવા લાગ્યો કે મયણરેહા સુંદરી છે, ને સાથે ક્ષત્રિય વીરાંગના પણ છે, તેથી તેણીએ દાસીને ડરાવી છે. મયણરેહાએ પહેલી વાર મારી વસ્તુઓનો સ્વીકાર કર્યો હતો, તેથી લાગે છે કે, તે મને ચાહે છે, પણ વચમાં દાસીની આ પ્રકારની દલાલી તેને ગમતી ન હોય, તેથી તેણે તલવારની બીક બતાવીને નસાડી મૂકી છે. ને આ કાર્ય સુધારવું છે તે મારે જાતે જ તેની પાસે જવું જોઈએ. ખરેખર, કામ વિકાર મેટા મોટા શૂરવીર તથા વિદ્વાનોને પણ કાયર અને બુદ્ધિહીન બનાવી દે છે. હાથીને ૧૦.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy