________________
૧૪ર
- શારદા રત્ન અને તારું કામ કર. હું મારું સંભાળી લઈશ. હવે મણિરથ શું વિચાર કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર –સાગરદત્ત શેડના જીવનમાંથી ઘણું જાણવાનું મળે છે. ધર્મ ખાતર કેવું કષ્ટ વેઠે છે? શેઠને ધર્મ એ જ પ્રાણ, અને ધર્મ એ જ શ્વાસ છે. દેવે કેટલી ધમકી આપી. અરે સાવ બેહાલ દશામાં મૂકી દીધા. ખાનપાનને પણ સાંસા પડ્યા. આ સમયે તેમને લિમિત્ર શેડની પાસે આવ્યો ને કહે શેઠ! મારા દશ હજાર રૂપિયા આપે. શેઠ મિત્રને ઘણું સમજાવ્યું. ભાઈ મારી પાસે હવે કાંઈ નથી. ફક્ત રહું છું તે ઘર છે. તે હું તને તારા દશ હજાર રૂપિયા બદલ લખી આપી દઉં. ઘર હતું તે મહેનત મજુરી કરીને ઘરના ખૂણામાં બેસત. હવે શેઠ ઘર વગરના થઈ જતાં કયાં જઈને ઉભા રહેવું? - ઘર-નગર છેડયા સાગરદત્ત :—શેઠ-શેઠાણી અને બંને બાલુડા ચારે જણ ઘરની બહાર નીકળી ગયા. વિચાર કરે છે, અહીં રહીને શું કરશું! આપણે બીજા ગામે ચાલ્યા જઈએ. એમ વિચાર કરી ચારે જણાએ પિતાનું ગામ છોડી દીધું. પાસે રાતી પાઈ નથી ને ભાતું પણ નથી. થોડું ચાલ્યા ત્યાં બંને બાળકો થાકી ગયા. ભૂખ્યા થયા. નાના બાળકે બિચારા શું સમજે? અમારે આ જોઈએ ને અમારે તે જોઈએ. તે બિચારાને કયાં ખબર છે કે અમારે રહેવા ઘર નથી. અમારી સ્થિતિ શું છે ! દૂધ લાવી આપવું કયાંથી? છતાં બાળકોને સમય લાવવા માટે બે ઇંટને ચુલો બનાવી લાકડા સળગાવી તેના પર એક તપેલી મૂકે ને પછી કહે બેટા! રડશે નહિ. જે મેં ખીચડી તૈયાર થવા મૂકી છે. હમણાં થઈ જશે. તમે સૂઈ જાઓ. બાળક રડતા રડતા થાકે એટલે અંતે સૂઈ જાય, પછી ઉઠે એટલે ઝઘડો કરે. કયારેક વનફળ મળે તે લાવીને ખવડાવે એ-રીતે દિવસો પસાર કરે છે. જેના આંગણે હજારો ગરીબો પોષાતા હતા એવા લાખના પાલનહારની કમેં કેવી દશા કરી ? કાલને કરોડપતિ આજે રોડપતિ બની ગયે. માટે ધનનો મોહ કરવા જેવો નથી કે તેને વિશ્વાસ કરવા જેવો નથી. શેઠ-શેઠાણી અને બંને બાળકે નિરાધાર અવસ્થામાં ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા બરાબર એક મહિને તેઓ પાટણપુર આવે છે. ત્યાં તેમનું શું થયું એ વાત પછી આવશે પણ સાગરદત્ત શેઠને ત્યાંથી અબજોની મિલ્કત બધી ઉડીને ક્યાં ગઈ? સોના, ચાંદીના ગ્લાસ, વાસણે, સેનાના થાળ બધું ઉડીને ક્યાં ગયું તે જોઈએ.
શુભ કર્મોકા એગ ઉદયમેં આવે, અનાયાસે લક્ષ્મી પાવે, - પાટણપુરમેં એક શેઠ રહતે, નામ ઉદયચંદ્ર ભારી હે. - જ્યારે પુષ્યને જોરદાર ઉદય થાય છે ત્યારે લક્ષમી સામેથી આવીને ઉભી રહે છે. પાટણપુર નગરમાં ઉદયચંદ્ર નામના શેઠ રહે છે. જેનું નામ છે ઉદય અને જેના પુણ્યને ઉદય પણ જોરદાર થવાને છે એવા ઉદયચંદ્ર શેઠને ત્યાં એકની એક દીકરી હતી, તે રૂપ રૂપના અંબાર સમી સેળ વર્ષની દીકરીની સગાઈ કરી છે. હવે લગ્નની તૈયારીઓ થઈ રહી છે. આ શેફને ત્યાં પૈસાની કમીના નથી,