SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શારદા રત્ન કાઈ જાતના વિલેપન કરે નહિ. સ્વાદિષ્ટ ભેાજના જમે નહિ, ને ગાદલામાં સૂવે નહિ ને આયખીલ જેવા લૂખા સૂકા ભેજન જમે, તેથી મને તેા આ ભેટ સામગ્રી ગમતી નથી. પહેલા જે માકલી છે તે એમ જ પડી છે, જેના મેં ઉપભાગ કર્યાં જ નથી. ને ફરીવાર શા માટે લાવી ? દાસીએ કહ્યું બેન ! તમે મણિરથ રાજાને કેટલા પ્રિય–વહાલા છે. તેમના તમારા ઉપર પ્રેમ છે. તેથી તમારા સત્કાર કરવા માટે આ સામગ્રી માકલી છે. દાસી ! આ મારા સત્કાર કરી રહ્યા છે કે મને ધિક્કાર આપી રહ્યા છે. દાસીએ કહ્યું, જો તમને ભેટ સામગ્રી ગમતી ન હતી તેા પહેલા આપેલી સામગ્રીના સ્વીકાર શા માટે કર્યાં? મયણુરેહાએ કહ્યું તે સામગ્રી મેં એટલા માટે સ્વીકારી હતી કે જો હું તેના સ્વીકાર નહિ કરુ તા જેમને ખરાબ લાગશે. બાકી બીજી કોઈ ઇચ્છાથી મેં એ સામગ્રીના સ્વીકાર કર્યો ન હતા. દાસી કહે કે આપનુ એ સદ્ભાગ્ય છે કે તમારા જેઠ તમને ચાહે છે. જ્યારે તમે સ્થિને આદરથી-પ્રેમથી ખેાલાવશે। ત્યારે તમારુ ભાગ્ય એકદમ ઝળકી ઉઠશે. તમે કહા છે કે તેઓ પરદેશ ગયા છે. એટલે મને ભાગેા ગમતા નથી, પણુ તે ચુગબાહુ મણિરથની આગળ તુચ્છ છે, જો મણિરથ ચાહે તે યુગમાહુને એક ક્ષણમાં રાજ્યબહાર કાઢી શકે છે. અને તમારી બધી ભેાગ સામગ્રી ઝુંટવી શકે છે. જ્યાં સુધી મણિરથની કૃપા છે ત્યાં સુધી તમે ભાગેાના ઉપભાગ કરી શકા છે, નહિ તા એક ક્ષણવામાં તમને આપત્તિમાં નાંખી શકે છે, પરંતુ હવે તેા મહારાજા પોતે તમને ચાહે છે. અને એવા ચાહે છે કે તે તમારી આજ્ઞામાં રહેવા તથા પટરાણી બનાવવા પણ તૈયાર છે. તમારું કેવું સદ્ભાગ્ય છે કે તમને આવા શુભ અવસર મળી ગયા છે. મહારાજા તમને પટરાણી ખનાવશે, એ તમારા દાસ થઈને રહેશે. ગુલામ બનીને રહેશે. ધમધમી ઉઠેલી સતી મયણુરેહા • દાસીના આ શબ્દો સાંભળતા મયણરેહાને તા આંખમાં મરચું નાખે તેવી ખળતરા થઈ. કાઇએ પેટમાં ભાલા ભેાંકયા હાય તેવી વેદના થઈ. દાસીના વચના તા તેને ખાણ જેવા લાગ્યા. કેાઈ ખાણ મારે તા સહન કરવા તૈયાર છું, પણ આ દુષ્ટ કટુ વચના સાંભળવા તૈયાર નથી. સતી સ્ત્ર બહાર જાય ત્યારે ઝેરની ગેાળી સાથે લઇને જાય. શા માટે ? કપરા પ્રસંગેા ઉભા થાય અને વિષમ વાતાવરણ સર્જાય ત્યારે સામા પુરૂષને સમજાવવા પ્રયત્ન કરે, છતાં ન સમજે તા ઝેરની ગેાળી ખાઇને મરી જાય, પણ જીવતા કાઈ પર પુરૂષની પેાતાના શરીરને આંગળી અડવા દે નહિ. ચારિત્રના રક્ષણુ ખાતર પાતે પ્રાણ છેાડે તેા તે આપઘાત ન કહેવાય. તળાવની પાળે માટીના ટાપલા ઉપાડી કાળી મજુરી કરનારી જશમા એડણુ આજે જેના ગરબા ગવાય છે, એવી જશમા એડણુ કાળી મજૂરી કરીને પેટ ભરતી હતી. તેનું રૂપ અને સૌંદર્ય ઘણું હતું. તેના રૂપ પર સિદ્ધરાજ માહિત થયા. તેણે કહ્યું હું રૂપવંતી ! આ સિદ્ધરાજ તારા રૂપમાં મુગ્ધ બન્યા છે. તું આ માટીના ટોપલા છે।ડીને મારા રાજમહેલમાં ચાલ. હું તને મારી રાણી મનાવીશ. તારે આવા દુઃખા વેઠવા નહિ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy