________________
શારદા રત્ન રીતે શેઠ તે સાવ ખાલી થયાની ખબર પડી. આ સમયે તેમનો મિત્ર કે જેને શેઠે દશ હજાર રૂપિયા આપવા માટે કેટલા કાલાવાલા કર્યા હતા, તે આવ્યો ને કહે, મને દશ હજાર રૂપિયા આપો. મિત્રની વાત સાંભળીને શેઠને તે આંખ કરતાં આંસુ મોટા.મિત્ર ! મારી પાસે હતા ત્યારે મેં તને લેવા કેટલું મનાવ્યો, છતાં તું માન્ય નહિ, ને આજે મારી પાસે કંઈ રહ્યું નથી ત્યારે તું લેવા આવ્યો છું. તને કેવી રીતે આપું ? કર્મની દશા વિચિત્ર છે. આજે પેપરમાં વાંચ્યું ને કે જયપુર રાજસ્થાન કેટલું પરેશાન થઈ ગયું છે. મેઘરાજાએ કાળે કેર વર્તાવ્યો છે, માટે કર્મને વિપાકોને સમજી પાપ કરતાં અટકો. હવે શેઠને કેવા કર્મનો ઉદય થશે ને શું બનશે, તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૧૪ અષાડ વદ ૧૩ ને બુધવાર
- તા. ર૯-૭-૮૧ અનંતજ્ઞાની મહાપુરુષો કહે છે કે જગતના દરેક જીવ હમેશા પોતાનું મંગલ થાય એવું ઇચ્છે છે, પણ આ આખો સંસાર અમંગલથી ભરેલો છે. એક સેકંડનું પણ અમંગલ આપણે જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. એક સેકંડમાં રેલ્વેને એકસીડન્ટ થઈ જાય છે ને હજારો માનવીના જીવન ખવાઈ જાય છે. થોડા દિવસ પહેલા દિલ્હીથી અમદાવાદ આવતી ટ્રેઈનના ૧૮ ડબા ઉથલી પડયા ને હજારો માણસો મૃત્યુને ભેટી ગયા જયપુરમાં બસ પાણીમાં તણાઈ ગઈ ને કેટલાય માણસો મરી ગયા. આ આખું જગત આકસ્મિક બનાવોથી ભરેલું છે. કયારેક અચાનક આગ ફાટી નીકળે ને તેમાં કેટલાય માણસો અગ્નિની જવાળામાં ભરખાઈ જાય છે. ગોડાઉનમાં આગ ફાટી નીકળે તે લાખને માલ સ્વાહા થઈ જાય છે. કયા સમયે શું થઈ જાય તે કહી શકાતું નથી. માણસે લાખની
જના કરે પણ અચાનક એવું કાંઈ પરિવર્તન આવી જાય કે એની યાજના માત્ર કાગળ પર આલેખેલી રહી જાય. અમંગલની એક સેકન્ડ લખપતિને ભિખારી બનાવી દે છે. આ રીતે અનેકાનેક ભયથી ભરેલા એવા અનિશ્ચિત સંસારમાં પ્રભુએ જગતના જીવો માટે એક એવું મહામંગલ બતાવ્યું છે કે જે બધા અમંગલેને દૂર કરે. જિનેશ્વર ભગવતેએ પ્રરૂપેલે ધર્મ એ મહામંગલ છે. ધર્મ સિવાય આ જગતને કોઈ પણ પદાર્થ જીવને આ લોક અને પરલોકમાં સમાધિ આપવાને સમર્થ બની શકતો નથી.
કેઈ ધનવાન શ્રીમંત માણસને જોઈને એમ થાય કે આ માણસ ઘણે સુખી હશે પણ આ કલ્પના ઘણીવાર બેટી નીકળે છે. કારણ કે એ પૈસા દ્વારા એ માણસ અનેક પ્રકારની ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરી શકશે પણ એ સામગ્રીને ભેગવવાની તાકાત પૈસા દ્વારા પ્રાપ્ત થઈ શકતી નથી. ધન, પરિવાર કે સત્તા આ લોક કે પરલોકમાં સુખ આપવામાં સમર્થ બની શકતા નથી, માટે આ અનિશ્ચિત, અનિત્ય અને અશાશ્વત એવા સંસારમાં મંગલને માટે ધર્મનું આચરણ કરવાનું કહ્યું છે. ધર્મ એ પરમ અને ઉત્કૃષ્ટ મંગલ છે. માટે ભગવાન બેલ્યા છે કે “ઘો મંત્રમુશિ” ધર્મ એ જ સૌથી ઉત્કૃષ્ટ મંગલ છે.