________________
૧૩૪
શારદા રત્ન જીવનમાં દઢતા લાવવાની છે. તેમને ધર્મથી ચલિત કરવા મિથ્યાત્વી દેવ આવ્યો ને કોટી કરવા લાગે. પોતે તે પોતાના સ્થાને ચાલ્યો ગયે. અહીં શેઠની સેનાની શીલા, ડોલ, લોટ ઉડવા લાગ્યા. અંદર ગયા તે ઘરની બધી ઘરવખરી ઉડીને રવાના થતી જોઈ. શેઠ સમજી ગયા કે હવે મારી લક્ષમી જશે. તેથી પોતાના લેણીયાતોને બોલાવીને બધું આપી દીધું, પણ એક મિત્ર ન માન્યો.
ચારે બાજુથી આવેલી શેઠને વિટંબણું –સાગરદત્ત શેઠ તેમની પેઢી પર બેઠા છે, ત્યાં પિટમેન તાર, ટપાલ લઈને આવ્યો. શેઠે તાર વાં. શેઠે વાંચ્યું કે કરોડોની સંપત્તિ ભરેલા પિતાના વહાણ આવી રહ્યા હતા, પણ અચાનક તેફાન થવાથી બધા વહાણ માલસહિત પાણીમાં ડૂબી ગયા છે. આપ પાંચ કરોડ રૂપિયા મોકલે. બીજો કાગળ વાંચયે તે તેમાં લખ્યું છે કે પેઢીના જ માણસોએ બધું ધન ઉડાડી દીધું છે, અને બધી મિલ્કત ફના થઈ ગઈ છે, ને પેઢી ડૂલ થઈ છે. મનમાં થયું કે આ કેવી અદ્દભૂત માયા છે ! પુણ્ય પાપના ખેલ છે. શેઠ બધી વાત જાણીને આભા બની ગયા. પાંચ કરોડ મેકલવા કેવી રીતે? હવે બધી બાજુથી લાવ.. લાવો.લાવોની બૂમ આવવા લાગી. નેકરો, માણસો બધા પટાઈ ગયા. પાપને ઉદય થાય ત્યારે કઈ સગું થતું નથી. સાગરદત્ત શેઠ પેઢી પર બેઠા છે ત્યાં બૂમ આવી ગામમાં જે બીજી પેઢી છે તેમાં આગ લાગી. બધું બળીને સાફ થઈ ગયું. શેઠ વિચાર કરે છે, ઘેર જાઉં. જે એરડામાં ૫૦૦ સેનાના થાળ મૂક્યા છે તે ઓરડે બંધ છે માટે એ સહીસલામત હ, લાવ જદી ઘેર જાઉં. એ થાળને વેચી નાખું ને પૈસા ભરપાઈ કરું. એમ વિચાર કરી શેઠ ઘેર આવ્યા, ત્યાં શું બન્યું. ** કિઠામેં પાંચસે થાળ સુવર્ણકા, કોઠા ખુલતા હી ઉડી થાલિયા,
મહારાજ પકડવા હાથ લંબાવે, કોર ટુટકર રહે હાથમેં સબ ઉડા. આ બધું ગયું પણ શેઠને એટલો વિશ્વાસ હતો કે હજુ ઓરડામાં ૫૦૦ સેનાના થાળ છે. શેઠ આ થાળ લેવા ઓરડામાં ગયા તે જેમ માણસો દેડતા હોય તેમ સેનાના થાળ પણ દોડવા લાગ્યા. જ્યારે પુણ્ય પરવારે છે ત્યારે લક્ષ્મી પગ કરીને ચાલી જાય છે, માટે જ્યાં સુધી પુણ્યને ઉદય છે ત્યાં સુધી જેટલા શુભ કાર્યો કરવા હોય તેટલા કરી લેજે. ધન ચાલ્યું જશે ત્યારે ગમે તેવી ઈરછા હશે તો પણ દાન કરી શકશે નહિ. ગરીબાઈમાં ચારે બાજુથી દુખો વીંધી નાખતા હોય ત્યાં ધર્મ કરવાનું મન પણ કેવી રીતે થાય? માટે પુણ્યના ઉદયમાં ચેતીને ધર્મ–દાન-તપ કરવાની જરૂર છે. શેઠે પાંચસે સેનાના થાળ ઉડતા જોયા. ઘડીભર મનમાં થયું કે આ શું? છતાં મનમાં એટલે વિચાર પણ નથી આવતું કે દેવે મને કહ્યું હતું કે તું ધર્મ ખોટો છે એમ નહીં કહે તે ત્રણ દિવસમાં જ થઈ જઈશ. આ બધું દેવે કર્યું હશે. તે સમયે મેં ધર્મ ખોટો છે એમ કહ્યું હતું તે સારું હતું. ના હોં, એટલી કલ્પના પણ નથી આવતી. ધર્મમાં કેટલી અડગતા! થાળીઓ રવાના થતી હતી તેમાં એકને પકડવા ગયા તે ફક્ત હાથમાં કાંઠો રહ્યો. આ