SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શારદા રત્ન થઈ ગયા તે બધા આ જ રીતે સુખી, સમૃદ્ધ બન્યા છે. રાજાએ કહ્યું–મને એ રીત પસંદ નથી. રાજન્ ! તમારી રીતે જો તમે લક્ષ્મીના સદુપયેાગ કરતા રહેશે। તેા સાત પેઢીના સંગ્રહ કરેલા ધન ભડારા પણ સાફ થઈ જશે. રાજા કહે વજીર ! એ રીતે ભંડારા સાફ નહિ થાય. માત્ર એનુ સ્થાન બદલાશે એટલું જ. રાજાની વાત વજીર સમજી શકયો નહીં, એટલે પૂછ્યુ કે તમારા કહેવાનો આશય શુ છે ? રાજા કહે સાંભળેા. મારા ધનભડારા મારા મહેલમાં નહિ, લેાકેાના ઘરામાં હશે. આજે જેમ હું મારા ભંડાર લોકોને માટે ખુલ્લા મૂકું છું તેમ કાલે લેાકેા મારા માટે એમના ભંડાર ખુલ્લા મૂકશે. તમે ચાખાના દાણાને સાનાનેા દાણેા કરવાનું કહ્યું તેવી જ આ રીત છે. ખરેખર ચાખાના દાણા સાનાના બની ગયા. રાજાની આ ઉદાર નીતિથી એની પ્રજા ખૂબ સુખી થઈ ગઈ. ઘર ઘરમાં એના યશાગાન ગવાવા લાગ્યા. રાજાએ પ્રજાના હ્રદય સિંહાસન પર સ્થાન જમાવ્યું. ચારે બાજુ રાજાની પ્રશસા થવા લાગી. એક રાજાએ આ રાજાની પ્રશંસા સાંભળી. તે તેનાથી સહન ન થઈ. તેને રાજા પ્રત્યે ઈર્ષા જાગી. આથી દુષ્ટ ભાવનાવાળા રાજાએ રાજ્ય લઈ લેવા માટે રાજ્ય પર ચઢાઈ કરી. પ્રજાને ખબર પડી કે અમારા રાજા કષ્ટમાં છે, ત્યાં તે અખૂટ ધન રાષ્ટભંડારમાં આવી ગયું. સૈનિકે શત્રુએ સામે બરાબર ઝઝૂમ્યા. પરિણામે શત્રુ રાજા હારીને આયા ગયા. રાજાના વિજયડકા વાગ્યા. રાજાના વિજય એ રૈયતના વિજય છે. એમ માની રાજાના વિજય–મહાત્સવ ઉજવ્યા. રાજાએ કહ્યું- ને હું માત્ર મારા ખજાના સાચવીને બેસી રહ્યો હ।ત તેા આજે એ ખજાના લૂંટાઈ જાત અને હું રસ્તે રખડતા થઈ જાત. હું રાજા બન્યા છું તે ખજાનાની ચાકી કરવા નહિ પણ ખજાનાના, લેાકોના ભલા માટે ઉપયાગ કરવા. વજીરની આંખ ઉઘડી ગઈ. તેણે કહ્યુ -હે રાજન ! આપની વાત સાચી છે. ધૂપને સાચવી રાખવાથી નહિ, ખાળવાથી સુગંધ મળે છે. આપણે વાત ચાલે છે રથ અને યુવરાજની. તમને થશે કે યુગમાહુની પત્નીનું નામ મયણુરેહા છે તે જાણ્યું, પણ મણરથની પનીનું નામ શું છે ? તેનું નામ આવતુ ં નથી. તે જે પાત્ર જીવનમાં ઉજ્જવળતા કરે છે, જેના નામ પર વાત ચાલવાની છે, જે માતા ભાગ્યવાન પુત્રને જન્મ આપવાની છે, તેની વાત ચાલે, પશુ જેણે જીવનમાં કંઈ ઉજ્જવળતાના કાર્યા નથી કર્યા તેનું નામ ખેાલાતું નથી. આપણા શાસનનાયક વમાનકુમાર અને નંદીવર્ધન એ બે ભાઇ હતા, પશુ ભગત્રાન મહાવીર સ્વામીએ કેટલા કષ્ટો વેઠ્યા ને કેવળજ્ઞાન પામ્યા, પછી કેટલાય જીવાને ધર્મના માર્ગે વાળ્યા, તેથી તેમની વિશેષ વાત આવે છે, પણ નંદીવર્ધનની ખાસ વાત આવતી નથી. રામાયણમાં પણ રામસીતાનું પાત્ર મેખરે ગણાય છે. કારણ કે એક વાત તો એ કે રામચંદ્રજીએ પિતાની આજ્ઞાના સ્વીકાર કરી રાજગાદીને બદલે વનવાસ વેઠ્યો. રામ તા ગયા, પણ સીતાજી સાથે ગયા સીતાજી પતિવ્રતા નારી હતી. વનના ભયંકર દુઃખા વેઠ્યા. રાવણ સીતાજીને ઉપાડી ગયા ને છ મહિના અશાક વાટિકામાં રાખી પણ રામને ઝંખતી ઝંખતી તેણે છ મહિના વીતાવ્યા. આવા કષ્ટો વેઠ્યા, પણ ચારિત્ર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy