SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૨૧ ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં સિંહ અને ગાયે, વાધ અને વકરી, ઉંદર અને બિલાડી સાથે બેસતા. એક બીજાને મારવાને સ્વભાવ ભૂલી જતા. ગાયને સિંહની બીક ન લાગતી. આ બધાનું કારણ અહિંસામાંથી પ્રગટતા પ્રેમને દિવ્ય પ્રભાવ છે. ચંડકૌશિક નાગ પોતાની વિષમય ફણાવડે અનેક જીના પ્રાણ હરતો હતો. તેણે ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના પ્રભાવથી અંજાઈને ડંખવાનું છોડી દીધું. સ્વામી રામતીર્થની આંખમાં એટલું બધું તેજ હતું કે સિંહ અને વાઘ તેમની ઝુંપડી પાસે બેસતા પણ કેઈને હેરાન કરતા નહિ. આ છે અહિંસાને પ્રભાવ. અંગુલીમાલ લૂંટાર જે જંગલમાંથી પસાર થતા તે દરેક માણસના હાથના કાંડા કાપીને તેમની આંગળીઓની માળા બનાવીને પહેરતો હતો. તે ગૌતમબુદ્ધના અહિંસાના પ્રભાવથી શાંત થઈ ગયે. જેને કઈ પકડી શકતું ન હતું તે લૂંટારે તેમને શિષ્ય બની ગયે. આ બધો છે અહિંસાને અદ્દભૂત પ્રભાવ. અહિંસાથી સર્વત્ર પ્રેમનું વાતાવરણ પ્રસરે છે. હિંસાથી ભયનું વાતાવરણ પ્રસરે છે. આવી કલ્યાણકારી અહિંસા અપનાવવાથી વિશ્વ, શાંતિને શ્વાસ લઈ શકશે. જે દરેક દેશે પોતાની રાજનીતિમાં અહિંસા અપનાવે અને હિંસક બળ વધારવાનું છોડી દે તે ભાવ વિનાશમાંથી વિશ્વ બચી શકે. જો કેઈપણ દેશ પોતે જીવવા ઈચ્છતા હોય તે તેમણે બીજાને જીવવા દેવા પડશે. જે દેશ શાંતિને શ્વાસ, લેવા ઈચ્છતા હશે તેણે સર્વત્ર શાંતિ ફેલાય તેવું વાતાવરણ સર્જવું પડશે. બીજાની શાંતિમાં ખલેલ પહોંચાડીને તે શાંતિને શ્વાસ લઈ શકશે નહિ. ભગવાન મહાવીરે આ જ વાત કહી છે “જીવો અને જીવવા દો.” જો તમે બીજાને હણશે, છેદશો તે તમારે હણવું પડશે, છેદવું પડશે. શાંતિથી જીવવાને આ જ રાજમાર્ગ છે. આપણા ચાલુ અધિકારમાં અહિંસાના અવતારી એવા મણિરથ અને યુગબાહુ વચ્ચે ક્ષીરનર જેવો પ્રેમ છે. બંને વચ્ચે સ્નેહની સરવાણી વહી રહી હતી. તેથી મણિરથ રાજાએ યુગબાહુને યુવરાજની પદવી આપી. યુવરાજની પત્ની મયણરેહા ખૂબ રૂપવંતી, સૌંદર્યવાન છે. ઘણાં માણસમાં રૂપ હોય પણ વર્ણ ન હોય તે તે શોભતા નથી. શ્રેણીકરાજાએ મંડીકુક્ષ બાગમાં અનાથી મુનિને જોયા. જોતાં તેમના મુખમાંથી શબ્દો સરી પડયા. અહો ! aો, અહો! , શું તમારે વર્ણ છે ! શું તમારું રૂપ છે! આમ શ્રેણીકરાજાએ અનાથી મુનિનું રૂપ જોઈને પ્રશંસા કરી તેમ યુગબાહુની પત્ની મયણરેહાનું રૂપ અને વર્ણ એવા છે કે ચંદ્ર સૂર્ય ભેગા થાય, ને પ્રકાશ થાય એવું પ્રકાશિત છે. આટલું બધું પ્રકાશિત થવાનું કારણ? રૂપની સાથે નિર્મળ શીલને પ્રકાશ ભળે છે. ઘણી વાર માણસ શ્યામ હોય છે, પણ ચારિત્રના બળથી તેનું તેજ લલાટે ઝળકતું દેખાય છે. આવી મયણરેહા પિતાની સખીઓની સાથે આનંદ કીડા કરી રહી છે. તેને ખબર નથી કે સામે મહેલની અટારીમાં તેના જેઠ ઉભા છે. મણીરથ મયણરેહાનું રૂપ જઈને તેમાં મુગ્ધ બન્યા છે. તેમની દૃષ્ટિ મયણરેહાના પુદ્ગલ તરફ હતી. આત્માથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy