SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ શારદા રત્ન, અને પૈસાથી મળતું સુખ યેનકેન રીતે મેળવવું છે. એવી મને વૃત્તિ આજની સઘળી આવનતિનું મૂળ છે. સમાજમાં સુખી શ્રીમંત ગણાતા લોકો થોડા પૈસા સારા કાર્યોમાં ખર્ચ છે, પણ તેમાં કીતિ અને નામનાની લાલચ વધારે હોય છે. ધર્મબુદ્ધિથી ખર્ચનારા બહુ અલ્પ છે. કંઈક શ્રીમંતે શાળા અને કોલેજોમાં પિસા આપે છે પણ હું તે કહું છું કે જે શાળા કોલેજોમાં સુસંસ્કારો મળતા હોય, જ્યાં માનવતાને વિકાસ થતું હોય ને જેમાં ધર્મનું સ્થાન હોય એવી શાળાઓમાં ભલે પૈસા અપાય, પણ જે શાળા માણસને હેવાન બનાવે, જ્યાં માનવતાની ન્યાત બુઝાતી હોય અને જે તદ્દન નાસ્તિકતાના સંસ્કાર આપતી હોય તેમાં પૈસા આપવા યોગ્ય નથી. આજની શાળાઓ કેલેજે છોકરાઓને માંસાહાર તરફ વાળી રહી છે, ઈંડાં ખાતાં શીખવાડે છે. આવી શાળાઓ તો છોકરાઓને સંસ્કાર આપવાને બદલે કુસંસ્કાર આપી રહી છે. આવી શાળાઓ છોકરાઓને પતનને માર્ગે લઈ જાય છે. ને ધર્મથી દૂર રાખે છે. તમે મા-બાપ બન્યા છે તે તમારા છોકરા શું ભણે છે? જે પુસ્તકે તેમને ભણાવવામાં આવે છે તેમાં શું આવે છે? એની કંઈ ખબર રાખે છે ? કંઈક સંસ્થાઓમાં જ્ઞાનના નામે આવા પાઠ્ય પુસ્તકે અલ્પ કિંમતે આપે છે ને તેમાં ગૌરવ અનુભવે છે, પણ યાદ રાખજો કે, એ શિક્ષણના કારણે એક દિવસ એવો આવશે કે તમારા સંતાને તમારી પાસે બેસીને માંસ અને ઈડ ખાશે. તે વખતે તમે કંઈ કહી શકતા નથી, તમે કહેશો તે તે માનવાના પણ નથી, ? : અહિંસા ધર્મને જેણે જીવનમંત્ર બનાવ્યો છે તેવા મરજીવાઓ કદી કઈને ડરાવતા નથી કે કદી કેઈથી ડરતા નથી. એટલું જ નહિ, પણ તેઓ હંમેશા નબળાઓનું રક્ષણ કરતા હોય છે. તેઓ મૃત્યુથી ડરતા નથી, પણ મૃત્યુ તેમનાથી ડરતું હોય છે. આવા પિતાનું નામ દુનિયામાં અમર બનાવીને જાય છે. જે જગત શાંતિને ઈચ્છતું હોય તે તેણે અહિંસાને અપનાવવી પડશે. દરેક દેશના સૂત્રધારોએ પિતાની રાજનીતિમાં અહિંસાને મુખ્ય સ્થાન આપવું જોઈએ. સામ્યવાદ હોય કે સમાજવાદ હોય, ગમે તે વાદ હોય, પણ તેમણે પોતાના સિદ્ધાંતનું ચણતર અહિંસા અને પ્રેમના પાયા પર કરવું જોઈએ. સૂક્ષમ અને સ્કૂલ યુદ્ધો નાબૂદ કરવાનો આ ઉપાય છે. ભાવિ વિનાશમાંથી દુનિયાને ઉગારવી હોય તે અહિંસા અપનાવે જ છૂટકે છે. અહિંસા એ નિર્બળાનું હથિયાર નથી પણ વિરેનું હથિયાર છે. હિંસાને ઉપયોગ કરવામાં ભીરુતા છે. જ્યારે અહિંસા અપનાવવામાં નીડરતા હોય છે. કેઈ માણસ મારવા આવે ત્યારે જ તેની સામે હથિયાર ઉગામે છે તે ભયની લાગણી અનુભવે છે, તેથી પોતાની જાતને બચાવવા હથિયાર ઉપાડે છે. અહિંસાને ઉપાસક તેમ નથી કરતો, કારણ કે તેનામાં નીડરતા છે. તે તે નીડરતાથી જેમને તેમ ઊભું રહે છે અને જરા પણ ભયની લાગણી અનુભવતા નથી. અહિંસાના ઉપાસકમાં જ્યારે આત્મબળ વધે છે ત્યારે શત્રુ પોતાની શત્રુતા ભૂલી જાય છે ને મિત્ર બની જાય છે. ગમે તેવો હિંસક મનુષ્ય પણ અહિંસાના પૂજારી પાસે નમ્ર બની જાય છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy