SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન હવે ઘડીભર હું રોકાવાને નથી. તમારા કુળમાં એક વ્યક્તિ આત્માનું કલ્યાણ કરે છે. તેનું તમે ગૌરવ લો. શા માટે મને રોકે છે? શું તમે મૃત્યુને રોકી શકવાના છે? “ના” તે મને ન રોકે. આ રીતે તેમને ઘણી જ વૈરાગ્યભરી વાતેથી કુટુંબને સમજાવ્યું. આખરે વિરાગીની જીત થઈ ને આજ્ઞા મળી. દીક્ષા મહત્સવ : સંવત ૧૯૪૪ ની સાલ પોષ સુદ દશમના દિવસે આચાર્ય પૂ. હર્ષચંદ્રજી મહારાજ સાહેબ સુરત બિરાજતા હતા ત્યાં પહોંચી ગયા. તેમને વૈરાગ્ય, જ્ઞાન અને પ્રભાવશાળી આત્માને જોતા ગુરૂદેવને પણ ઘણો જ હર્ષ થયો ને ભાગવતી દિીક્ષા નકકી થતાં અનેક ગામના શ્રીસંઘે આવ્યા અને ભાઈશ્રી છગનભાઈની ધામધૂમથી દીક્ષા ઉજવાણ ને છગનભાઈમાંથી છગનલાલજી મહારાજ બન્યા. ધન્ય છે એમના જીવનને ! દીક્ષા લઈ ગુરૂની સાનિધ્યમાં ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સારા વિખ્યાત પ્રવચનકાર થયા. જેમની વાણીમાં ત્યાગ વૈરાગ્યની અમી ઝરતી. હજારો લોકે તેમની વાણી સાંભળવા આવતા. મહાન પ્રખર વક્તા બન્યા. પાંચ વર્ષે તેમના ગુરૂદેવ કાળધર્મ પામતા તેઓશ્રી ભાણજી સ્વામીની સેવામાં રહ્યા. ૧૯૮૩માં આચાર્ય ભાણજી સ્વામી કાળધર્મ પામતા આચાર્ય પદવી છગનલાલજી મહારાજશ્રીને આપવામાં આવી. આચાર્ય પદવી પર રહીને શાસનને રોશન બનાવ્યું. એક જીવને વૈરાગ્ય પમાડ્યા, અને શાસ્ત્રોને ખૂબ શેખ હોવાથી કંઈક સૂત્રોના અર્થ, વિવરણ સહિત ડો. જીવરાજ ઘેલાભાઈ મારફત બહાર પડાવ્યા. આવા શાસનરત્ન પૂ. ગુરૂદેવે દર્શાસન ઉપર ઘણુજ ઉપકાર કર્યા છે. તેઓ સંવત ૧૯૭૫માં મુંબઈ પધાર્યા. મુંબઈમાં - ઘણો સારો ઉપકાર કર્યો. તે વખતે મુંબઈમાં આજનું કાંદાવાડી ધર્મસ્થાનક ન હતું પરંતુ ગુર્જર કચ્છી દશાશ્રીમાળી વાડીમાં મહારાજશ્રી ચાતુર્માસ રહ્યા હતા. આ વખતે પૂજ્યશ્રીના એક શિષ્ય શ્રી આત્મારામજી મહારાજ કાળ ધર્મ પામ્યા. તે વખતે મુંબઈ સંઘમાં ફાળામાં ૨૨૦૦૦ રૂ. થયા હતા. તે રૂપિયા અનાથાશ્રમ, જીવદયામાં વાપરતાં બાકી રહ્યા તે જૈનશાળા વગેરેમાં વાપરવાનું નક્કી થયું હતું. આ વખતે પૂજ્યશ્રીએ બરાબર સમય જોઈ વ્યાખ્યાન આપ્યું કે તમે હજારો રૂપિયાને વેપાર કરે છે, તમારા મેજશોખ પાછળ સેંકડે રૂપિયા ખચી શકે છે, તે પછી તમારી મુંબઈ નગરીમાં સાધુ સાધીને જતાં આવતાં ઉતરવા માટે સ્થાનક ન મળે. તેમ સ્વામી શ્રાવકને ધર્મક્રિયા કરવા માટે સંઘને પોતાનું મકાન પણ ન હોય એ કેટલું ખેદજનક કહેવાય ! અરે તમારા માટે લજજાસ્પદ કહેવાય. આ સાંભળી તરતજ દાનવીર શેઠ મેઘજીભાઈ ભણુ, શેઠ લખમશીભાઈ નપુ, શેઠ તુલસીદાસ મનજી વગેરેએ પાંચ પાંચ હજાર ઉપર રૂપિયા સ્થાનક ફાળજીમાં આપવાની જાહેરાત કરી. પછી અન્ય સાધન સંપન્ન ભાઈઓ પણ ફાળો સેંધાવવામાં એવા તે ઉત્સાહી બન્યા કે તે ફંડ વધીને આશરે દોઢ લાખ થયું. આ રીતે પૂ. ગુરૂદેવની ટકરથી મુંબઈ કાંદાવાડીના ધર્મસ્થાનકનું નિર્માણ થયું. ત્યારબાદ ૧૯૮લ્માં અજમેરમાં બૃહદ્ સાધુ સંમેલન ભરાયું, ત્યાં પૂ. ગુરૂદેવ પિતાના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy