SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૧૧૫ છે. આવું સ્ત્રીરત્ન તે મારા અંતેરમાં ચાલે. હું તેને મારા અંતેઉંરની પટ્ટરાણી મજાવું. આ રૂપસુંદરી જાણે મારા માટે ન હોય ! જેમ પતંગીયુ દીપકમાં માહિત થાય છે, તેમ મણિથ મયણુરેહાના રૂપમાં મુગ્ધ બન્યા. વિષમ સ્થળે પગ ખસતા જે કાઈ પાતાની જાતને સંભાળી લેતા તે બચી જાય છે નહિ તે તે નીચે પડી જાય છે. મણિરથ રાજા મયણરેહાનુ' સૌ દ જોઈ ને લપસી પડયા. અગ્નિની એક ચિનગારી પડતાં રૂ બળીને ખાખ થઈ જાય છે. તે પ્રમાણે કામાગ્નિથી મણિરથના હૃદયના ભ્રાતૃસ્નેહ પણ ખળીને ખાખ થઈ ગયા. સર્પના ઝેર ઉતરે છે, પણ વિષયાના વિષે ઉતરવા બહુ મુશ્કેલ છે. મણિરથ રાજાને વિષયાના વિષે ચઢ્યા છે તેથી તે કેાઈની વાત સાંભળતા નથી. રથને મયણરેહા તરફ તાકી તાકીને જોતા જોઇને તેના હિતસ્ત્રી નોકરાએ વિચાર કર્યાં કે રાજા સમજતા નથી. તેમની દૃષ્ટિમાં ઝેર ભર્યું... છે. રાજાને હવે કડક શબ્દોથી પણ સાવધાન કરવા જોઈએ. હિતસ્વી નાકરા આ પ્રમાણે વિચારી રહ્યા છે, પણ મણિરથ તેા જુદું જ વિચારી રહ્યા છે. નાકરા હવે રાજાને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. આજે અમારા પરમ ઉપકારી, આચાર્ય, ગચ્છાધિપતિ પૂ. છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતીથિના પવિત્ર દિવસ છે. આવી પુણ્યતીથિના દિવસે આપણે ગુરૂ ગુણગ્રામ કરીએ છીએ. તેા તેમના મહાન જીવનની ઘેાડી ઝાંખી કહીશ. છગનભાઈ જ્ઞાતિએ રજપૂત–ગરાસીયા હતા. તેમના પિતા અવલસંગ અને માતા રેવાબાઈ હતા. આ બાળક નાનપણથી જ ખૂબ તેજસ્વી અને પ્રભાવશાળી હતા. સ્કૂલે ભણતાં એ વણિક મિત્રની દોસ્તી થઈ. આ બાળક બધાને અતિ પ્રિય લાગતા. સમય જતાં તેને જૈન સાધુના સમાગમ થતાં તેમના આત્મા ઝળકી ઉઠયા. છગનભાઈ જ્ઞાનમાં રસ ધરાવતા ખૂબ જ આગળ વધ્યા. ધમ શિક્ષકે અન્યા : છગનભાઈની વાણીમાં ઘણી જ મીઠાશ હતી. બાળકે તેમને ખૂબ જ ચાહતા. તે તેમની પાસે ધાર્મિક જ્ઞાન લેવા લાગ્યા. ઘણાં જ બાળકે જૈનશાળામાં આવતા થયા. તેમજ તેમણે શ્રાવિકા શાળા, યુવક મંડળ વિગેરેની સ્થાપના કરી. અનેક જીવાને કેળવી સંસ્કાર આપ્યા. આમ કરતાં પેાતાને જ વૈરાગ્ય આવ્યા ને તેમણે નક્કી કર્યું" કે મારે દીક્ષા લેવી છે. તેઓને મિત્ર હતા. તેમાં એક મિત્ર ધંધામાં જોડાઈ ગયા, પણ ખીજા મિત્ર સુંદરલાલ અને પેાતે દીક્ષા લેવાનુ નક્કી કર્યું.. કાકા-કાકીને ચિંતા થઈ કે છગન ઉપાશ્રયનું ખારણું મૂકતા નથી. ઉપવાસ, ત્રત નિયમ વિગેરે કરે છે. કદાચ સાધુ થઈ જશે તા! તે ભયથી તેમને ઉપાશ્રયે જતા ઘણાં જ રોકવા લાગ્યા. પણ છગનભાઈ કયાં રોકાય તેવા હતા! છેવટે વણિક મિત્ર અને પોતે એમ બંને જણા નાસી છૂટયા. ઘરના બધાએ શેાધ કરી. છેવટે અમદાવાદ તેઓના સગાએ ઝડપી લીધા અને ઘેર લઈ ગયા. ઘણું જ સમજાવ્યા સુદરભાઈ તેા ઢીલા પડચા પણ આપણા નાયક છગનભાઈ દૃઢ વૈરાગી સ્હેજ પણ વૈરાગ્યથી ઢીલા ન પડ્યા. તેમણે તે કાકાને કહી દીધુ કે મને જલ્દી આજ્ઞા આપે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy