________________
શારદા રત્ન
૯૩
માણસ વિચાર કરે છે કે મારા ઘણા અહોભાગ્ય છે કે વર્ષોની સાધના પછી ધ્રુવ મારા પર પ્રસન્ન થયા. અને તે પાતે જ મને વરદાન માંગવાનુ` કહે છે. આ કિંમતી ક્ષણથી વધીને મારા જીવનમાં બીજી કઈ ક્ષણ આવશે ? ખરેખર હું ભાગ્યશાળી છું કે દેવ મારા પર પ્રસન્ન થયા છે. તે માણસે હાથ જોડીને મીઠી વાણીથી કહ્યું તમે મારા પર પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહે છે. તેા હું એ માગું છું કે અસીમ ધરતી પર જ્યાં જ્યાં મારા પગની ઠાકર વાગે ત્યાં ખજાના નીકળે.
આ
જે માણસને દેવનું વરદાન મળી જાય પછી એને ખીસ્સામાં પૈસા રાખવાની શી જરૂર ? તેને બેંકમાં ચેક રાખવાની શી જરૂર ? જેને ડગલે ડગલે ખજાના છે તેને દુનિયાની કેાઈ પણ ચીજની જરૂર રહેતી નથી. આ તા એક ન્યાય છે. તેમાંથી આપણે શું સમજવુ છે ? આ માણસની જેમ સંસારમાં પ્રત્યેક સાધક સાધના કરે છે. તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરે છે. અધ્યાત્મભાવની સાધના કરતા કરતા તે સ્વયં પેાતાના આત્માને પ્રસન્ન કરે છે ત્યારે તેને સમ્યગ્દર્શનના અક્ષય નીધિ મળી જાય છે. જેને આ અક્ષય નીધિ મળી ગયા તેને ખધુ' મળી ગયું. તેણે બધું પ્રાપ્ત કરી લીધું. અનંત જ્યોતિના ખજાનો મેળવીને કેાનું જીવન જ્યેાતિય નથી ખનતું ? બધાનું બને છે. તે અનંત જ્યાતિના પ્રકાશમાં જીવનના કેાઈ પણ ખૂણામાં મિથ્યાત્વ અજ્ઞાનના અધકાર રહી શકતે નથી. સમ્યગ્દર્શનના અનંતરાશી જેને પ્રાપ્ત થઈ જાય તેના જીવનમાં દરિદ્રતા કેવી રીતે ટકી શકે ? ન ટકી શકે.
'
એ ભક્ત પ્રભુને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ! હું આપની પ્રાર્થના એટલા માટે કરું છું કે મારે ધન વૈભવ નથી જોઈતા. પત્ની નથી જોઈતી. એ બધા તેા સંસારના તુચ્છ ફળ છે. એ માંગવાની ઈચ્છા નથી. હું તે આપની પાસે એ જ ઈચ્છું છું કે એક વાર મને તમે તમારુ રહેવાનું ધામ બતાવેા. લાગસમાં આપણે એલીએ છીએ કે હે પ્રભુ ' “ સમાહિવરમુત્તમં દિન્તુ ” “સિદ્દા સિદ્ધિ' મમ દિસંતુ ' ઉત્તમ પ્રકારની સમાધિ આપેા. અક્ષય દર્શન આપેા. સિદ્ધ પદ મને આપે. મારે બીજું કાંઈ નથી જોઈતું. ભક્તે આ પ્રાર્થનામાં શું માંગ્યું ? બધું માંગી લીધું. તેણે પાતાના જીવનના મહાપ્રસાદ અને મેાક્ષ માર્ગનું પ્રથમ સેાપાન એવુ સમ્યગ્દર્શન માંગી લીધુ અને અંતિમ શિખર માક્ષ પણ માંગી લીધા. હવે કંઈ માંગવાનું ખાકી રહ્યું ? ના. આ તા કવિની કલ્પના છે. ખરી રીતે સમ્યક્ત્વ એ કાઇને દેવાની કે લેવાની ચીજ નથી. જેણે સમ્યક્દર્શન મેળવી લીધું તેણે બધું મેળવી લીધું.
કાઈ પણ ભવ્ય આત્મા સમ્યક્દનના શાંત સુંદર સરેાવરમાં એક વાર પણ ડૂબકી મારે છે ત્યારે એ વાત નિશ્ચિત છે કે તેના જીવનના દુઃખા અને કલેશેાના અંત જલ્દી આવે છે. સવ ગુણામાં કેાઈ શ્રેષ્ઠ હાય તા સમ્યગ્દર્શન છે. જીવનના મૂળ આધાર પણ સમ્યગ્દર્શન છે. સમ્યક્ત્વના સદૂભાવમાં જ્ઞાન સમ્યગૂજ્ઞાન થઈ જાય છે અને