________________
૯૨
શારદા રત્ન બોલાવવા મોકલ્યા. બીતો માણસ બીતે ફરે. તેમ નોકરને ભય લાગ્યો કે મને નોકરીમાંથી તે કાઢી મૂક્યો છે. હવે મારા પર શું હુકમનામું લાવવું હશે? શું દશ હજાર રૂપિયા લેવા હશે? ખરેખર ગરીબી તે તણખલા કરતા તુચ્છ છે. ઘાસના પૂળાની કિંમત છે, તેટલી ગરીબની કિંમત નથી. મેટરની, સાયકલની કિંમત છે. અરે ! મોટરના સ્પેર પાર્ટસની કિંમત છે પણ માનવીની કિંમત નથી. આખા જગતને ઉગારવા જઈ શકવાના નથી પણ તમારા ઘરમાં દુઃખી હોય તેને ઉગારો. એથી આગળ વધીને પાડેશીને ઉગાર. એથી આગળ કુટુંબ, પછી જ્ઞાતિ, ગામ ને પછી રાષ્ટ્રને ઉગારો. પેલે નેકર તે બિચારો ધ્રુજતે ધ્રુજતો આવ્યો. શેઠ મને માફ કરે. આપના દશ હજાર રૂપિયા ગયા છે તે હું મજુરી કરીને બચશે તેમાંથી આપીશ. શેઠ કહે સબૂર કર. તારે ભય ગયે. આજથી તું મારે ત્યાં નેકરી પર ચાલુ થઈ જાય છે. બંધુઓ ! આશીર્વાદ માંગે નહિ મળે. અરે, ભીખ માંગો તો પણ નહિ મળે, પણ ગરીબના આંસુ લુછે. દુઃખીઓના બેલી બને. જીવન પ્રમાણિક બનાવો તે આશીર્વાદ મળશે ને કલ્યાણ થઈ જશે. શેઠે નોકરને કહ્યું ભાઈ! આ દયાળુ બેન આવી. તેણે દસ હજારની માળા એક પણ પૈસો લીધા વિના મને પાછી આપી. તે તને નેકરીએ રાખવાની શરતે. નેકર બહેનના પગમાં પડ્યો. આંખના આંસુથી બેનના પગ ભીંજવી દીધા. બહેને કહ્યું દીકરા ! દીર્ધાયુષ બન. હું એટલા પૈસાવાળી નથી. જે સુખી હતા તે તારા પાંચ વર્ષના પગારના જેટલા રૂપિયા ગુમાવ્યા છે તે તને આપી દેત. મારી માળાએ તારી આ દશા કરીને? આ બહેનને સતિ વરી ચૂકી હતી. નીતિ, સદાચાર, પ્રમાણિકતા, કરૂણા વિગેરે સદ્દગુણની ત જંલતી હતી. માનવતાને દીવડે ઝળહળી રહ્યો હતો.
અહીં મણિરથ રાજા બન્યા છે. ને નાનાભાઈ યુગબાહુને યુવરાજ પદવી લેવા માટે સમજાવી રહ્યા છે. પણ યુગબાહુને જોઈતી નથી. એનામાં કેટલા ગુણ છે. રાજ્યમાં રહેવા છતાં રાજ્યમાં લેપાતા નથી. યુગબાહુ ઘેર ગયા. તેમની પત્ની મયણરેહા પૂછે છે, આજે આપ ઉદાસ કેમ છો? મને મારા મોટાભાઈ એ બંધનમાં નાખ્યો છે. યુવરાજની પદવી આપી છે. મયણરેહા કહે, આપણે પદવી જોઈતી નથી. આપ લેશો નહિ. રાજ્યમાં વસવા છતાં પદવીને મેહ નથી. તેમને મન તે પદવી એટલે પતન. એવી પદવી જોઈતી નથી.
જ્યારે આત્મામાં સમ્યગદૃષ્ટિ આવે છે ત્યારે યુવરાજની પદવી પણ તેને બંધનરૂપ લાગે છે. મિથ્યાષ્ટિ આત્મા દુઃખ આવે ત્યારે ગભરાઈ જાય છે. ને સુખ આવે ત્યારે ફૂલાઈ જાય છે. જ્યારે સમ્યગૃષ્ટિ આત્મા સુખમાં ફૂલાત નથી. ને દુઃખમાં ગભરાતે નથી. એ અનંત તિમય આત્મા પોતાની દિવ્યતાને પ્રાપ્ત કરીને ધન્ય બની જાય છે. કૃતકૃત્ય બની છે. જે કાંઈ મેળવવાનું હતું તે મેળવી લીધું. તેને હવે મેળવવાનું કંઈ બાકી રહેતું નથી. એક માણસે કઠીન તપની સાધના કરીને દેવ પ્રસન્ન થયા. દેવ બેલ્યા બેલ, તારી શી ઈચ્છા છે? તારી શી અભિલાષા છે? તું જે માંગીશ તે હું તને આપીશ.