________________
શારદા રત્ન
તૃપ્તિ મળી ના ચેતન તરસ્ય, સદગુરૂ શરણે આવ્યો, આવે રે. આ રે....એ મારા ભાઈબેને, વાણી સુણવા આવો રે...
- સંતે તમને સાદ કરીને બોલાવે છે હે દેવાનુપ્રિય ! તમે વીતરાગ વાણી સુણવા આવે. ને તમારા ચેતનરાજાને જગાડે. સુખ મેળવવા બહાર ઘણું ફાંફા માર્યા છતાં સુખ ન મળ્યું અને મળ્યું તો ક્ષણિક સુખ મળ્યું. હવે સદ્દગુરૂના શરણે આવો ને તમારી તરસ છીપાવો. અંતરના દરવાજા ખેલ. તિજોરીમાં નાણાં પડ્યા છે પણ તિજોરીના દ્વાર ખોલે નહિ તો નાણું ક્યાંથી મળે ? તેમ અંતરમાં જ્ઞાન, દર્શન રૂપી રને પડ્યા છે, પણ અંતરના દ્વાર ખેલે તો મળે ને? આ ભગવાન મહાવીર સ્વામીની વિદ્યાપીઠ છે. તમે બધા વિદ્યાર્થી બનીને દોડી આવો તે તમારા અજ્ઞાન અંધારા જશે. રાગદ્વેષની આગ ઓલવવા માટે વીતરાગની વાણી એ પાણીનું કામ કરે છે. ચાતુર્માસમાં સંતે ચાર માસ એક ધારો વાણને પ્રવાહ વહાવે છે હે આવતા કર્મોને રોકવા માટે વ્રત, પચ્ચખાણ સંયમની જરૂર છે. પુરાણા કર્મોને બાળવા માટે તપની જરૂર છે. મેલા કપડાને સાબુના પાણીમાં પલાળીને એને ભઠ્ઠાપર બાફે છે ત્યારે એમાં પરપોટા વળે છે. ને અવાજ જેવું લાગે છે. તે કહે છે કે મારામાં મેલાશ અને ચીકાશ હતી તે ભઠ્ઠામાં બફાવું પડયું. તેમ તમારે ચાર ગતિના ભઠ્ઠામાં બફાવું ન હોય તે રાગદ્વેષની ચીકાશ ન રાખશે. તપની તિ શું જગાવો તે પૂરાણાં કર્મો તેમાં બળીને સાફ થઈ જશે. બા. બ્ર. સુજાતાબાઈને આજે ૧૮ મે.. ઉપવાસ છે. જેણે દઢ નિર્ણય કર્યો છે તેની સાધના પાર પડે છે. હવે આપ બધા ચેતનરાજાને જગાડો. જેની જેટલી શક્તિ હોય તેટલી ભક્તિ કરવા તૈયાર થાવ. જે સમય, જે ઘડી જાય છે તે પાછી આવતી નથી.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનની વાત ચાલે છે. અધિકારના નાયકનું નામ છે નમિરાજ, પણ તે વાત ચાલતા પહેલાં તેની પૂર્વભૂમિકા બતાવવામાં આવે છે. નમિરાજ કેના પુત્ર છે ? આજે તે દીકરાને બાપનું નામ ગમતું નથી. પોતાને અટકથી ઓળખાવે છે. જ્યારથી મધર કહેતા થયા ત્યારથી માતાને અદ્ધર ઉડાડતા થયા ને ફાધર કહેતા થયા ત્યારથી જુદા થયા. એક વાત યાદ આવે છે.
મા-બાપને એકનો એક દીકરો હતે. મહેનત મજુરી કરીને ભણાવ્યો. દીકરો ભણીને તૈયાર થયો. ઓફિસને હેડ મેનેજર બન્યો. પછી તો મા-બાપને પત્ર પણ નથી લખતે ને મળવા પણ જતો નથી. દીકરે યાદ કરે કે ન કરે પણ મા-બાપ તે ન ભૂલે. માબાપને ખબર પડી કે મારો દીકરો એફીસનો હેડ બને છે તે લાવ તેને મળવા જાઉં. મહામહેનતે પિતા મુંબઈ પહોંચ્યા. શોધતા શોધતા દીકરાની ઓફીસ શોધી કાઢી. ઓફિસે પહોંચે ત્યાં દૂરથી પોતાના દીકરાને ખુરશીમાં બેઠેલે છે. પુત્ર સુખી છે તેથી બાપને સંતોષ થયો. દીકરાની પણ બાપ તરફ નજર પડી. પણ બાપના દેદાર સારા નથી. એટલે તે તરફ ધ્યાન ન આપ્યું ને પોતાના કામમાં લાગી ગયો. તેના મનમાં થયું કે આવાને