SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શારદાં રત્ન વ્યાખ્યાન નં. - ૮ અષાડ વદ ૮ ને શુક્રવાર વિષય : બંધનને જાણે, તા. ૨૪-૮૧ બંધુઓ ! અનંતજ્ઞાની ભગવતે જગતના આ રાગની આગમાંથી કેમ મુકત થાય, સંસાર બંધનમાંથી કેવી રીતે છૂટકારો મેળવે ને ભવમાં ભમવાનું કેમ અટકી જાય એ માટે ત્યાગને માર્ગ બતાવ્યો. કેઈના ઘેર આગ લાગે ને મ્યુનિસિપાલિટીમાં ખબર આપે તો તરત બંબાવાળા આવશે ને આગને કાબુમાં લાવી શકશે. આ આગમાં કદાચ માલસામાન ઘરવખરી બધું બળી ગયું હશે પણ જે પુણ્યને ઉદય હશે તે તે ફરીવાર બધું ઉભું કરી શકશે પણ રાગની આગ ભયંકર છે. આ જગત રાગદ્વેષ રૂપી અગ્નિથી જલી રહ્યું છે. તે અગ્નિમાં પડેલા છે સમ્યફ બેધને પ્રાપ્ત કરી શકતા નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં ન્યાય આપ્યો છે કે જેવી રીતે વનમાં ભયંકર દાવાનળ લાગવાથી અનેક જીવો તેમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે પણ તે વનની બહાર રહેલા છે તે બળતા જેને જોઈને રાગ-દ્વેષને કારણે આનંદ માને છે ને પંખીઓ પ્રત્યેના શ્રેષના કારણે તેમના હૃદયમાં એવા ભાવ થાય છે કે આ અમારા પરમ શત્રુ હતા. સારું થયું કે તે બળી ગયા. અમે આ વનમાં હવે સુખપૂર્વક નિવાસ કરશું તે રીતે एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुज्झामो, रागद्दोसग्गिणा जगं ॥४३॥ જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુઓ ભડથું થઈ જાય ત્યારે રાગદ્વેષના કારણે બીજા છ ખુશ થાય છે. મેર વધે ગૂઢા, તેવી જ રીતે કામગમાં મૂચ્છિત છે રાગદ્વેષની અગ્નિમાં બળતા જગતને સમજતા નથી, બેધ પ્રાપ્ત કરી શક્તા નથી, કારણ કે રાગદ્વેષ રૂપી અગ્નિથી આ જગત બળી રહ્યું છે. રાગદ્વેષ રૂપી આગમાં આત્માના ગુણો બળી જાય છે. કર્મને બાંધવાના મૂળ પાયા રાગ અને દ્વેષ “રાજો ૨ રોણો વિ થ થી” કર્મના બીજ રાગ અને દ્વેષ. જે વૃક્ષનું બીજ સજીવન હોય છે તે વૃક્ષ ફળફૂલથી હર્યુંભર્યું બને છે, અને જે વૃક્ષનું બીજ સૂકાઈ ગયું છે તે વૃક્ષ નવપલ્લવિત બનતું નથી. તેમ જેના રાગદ્વેષ રૂપી બીજ સજીવન છે ત્યાં સુધી સંસાર ફુલ્યો ફાલ્યો રહેશે, પણ જ્યારે કર્મરૂપી બીજ સૂકાઈ જશે ત્યારે સંસાર સુકાઈ જશે. એટલે તેને સંસાર અટકી જશે. જીવને સંસારમાં જકડાવનાર હોય તે રાગ-દ્વેષ એ બે બંધન છે. બંધન કોને કહેવાય ? જીવ કયા બંધનથી બંધાય છે ? શું કરવાથી એ બંધન તૂટે? સૂયગડાંયંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવાન બેલ્યા છે કે, बुज्ज्ञिज्जत्ति तिउट्टिज्जा बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ? ॥१॥ યુન્નિતિ એટલે બે પ્રાપ્ત કરવો જોઈએ. તે એ જાણવું જોઈએ કે બોધ કથા જો પ્રાપ્ત કરી શકે? મનુષ્ય જન્મ પામતા પહેલા જીવ કેટલું રખડે છે? સૌ પ્રથમ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy