________________
-
શારદા રત્ન યુગબાહુએ કહ્યું–તે ચિંતા બીજી કઈ નથી પણ મોટાભાઈ મને યુવરાજ પદ આપવા ઈચ્છે છે. મેં યુવરાજ પદ લેવાની ઘણી ના પાડી, ઘણું સમજાવ્યા, પણ તેઓ માનતા નથી. તેમણે કહ્યું કે હું તને ભાઈ ભાઈના સંબંધ તેડાવવા રાજ્ય નથી આપતે, પણ ચાર હાથથી રાજ્યની રક્ષા સારી રીતે થાય માટે તને યુવરાજ પદ આપું છું. મેં કહ્યું ભાઈ! હું યુવરાજ પદ લીધા વિના આપને રાજ્યની રક્ષા કરવામાં સહાયક થઈશ. ત્યારે તેમણે મને કહ્યું કે જેમ કિંમતી હીરાને તિજોરીમાં રાખવાથી તિજોરી કાંઈ લઈ લેતી નથી, પણ તેની રક્ષા કરે છે. તેમ આ રાજ્ય રૂપી હરાને સાચવવા તિજોરી સમાન આપને ઍપવા ઈચ્છું છું. હું તેમની આ વાતને ઈન્કાર પણ કરી શકતો નથી. હવે મારે શું કરવું? મારી આ મેટી ચિંતા છે. આ બાબતમાં તારી શી સલાહ છે? તે જાણવા આવ્યો છું. હવે મયણરેતા યુગબાહને શું જવાબ આપશે તે સાંભળવા જે છે. મયણરેહા એ કાંઈ સામાન્ય સ્ત્રી ન હતી. પતિવ્રતા ધર્મને બરાબર સમજનારી હતી. પતિ દુખી તો હું દુઃખી અને પતિ સુખી તે હું સુખી એમ તે માનતી હતી. યુગબાહુને યુવરાજ પદ મળવાનું છે. જે એને યુવરાજ પદ મળે તે મયણરેહા યુવરાજરાણી બને એ પ્રસંગે ઉપસ્થિત થયો છે, પણ મયણરેહા યુવરાજરાણી બનવાના કેડમાં ફસાય તેવી નથી. યુવરાજરાણીના સુખો સામે આવીને ઉભા છે, છતાં એ સુખને દુઃખ માનનારી, ભૌતિક રાજ્યનાં મેહમાં નહીં ફસાનારી મયણરેહા યુગબાહુને શો જવાબ આપશે તે અવસરે વિચારીશું.
ચરિત્ર : સાગરદત્ત શેઠની ધર્મની ભાવના અલૌકિક છે. તેમને બધે વહેપાર ન્યાય નીતિથી ચાલતું હતું. દેશ-પરદેશમાં તેમની પેઢીઓ ચાલતી હતી. ચારે બાજુ તેમની કીર્તિ ખૂબ ફેલાયેલી હતી. તેમના ગુણેથી રાજાએ તેમને નગરશેઠની પદવી આપી હતી. આખા નગરના લોકો તેમને ખૂબ ચાહતા હતા. તેમની ધન દોલતની તે ગણત્રી ન થાય તેટલી લક્ષમી હતી. ન્યાયથી મેળવેલું ધન ટકે છે. અન્યાય-અનીતિથી મેળવેલું ધન વધુમાં વધુ ૧૦ વર્ષ સુધી ટકે છે. પછી ચાલ્યું જાય છે. અઢળક લક્ષમી હોવા છતાં શેઠ તેના દાસ બન્યા ન હતા. પણ લક્ષમીને દાસી બનાવી હતી. એટલે કે તે ધનમાં આસકત બન્યા ન હતા. રોજ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર કરતા. તારામતી શેઠાણું પણ એવા ધર્મિષ્ઠ હતા, પણ તેમને સંતાનની ખોટ સાલતી હતી. ધર્મ પ્રતાપે તે બેટ પૂરાવાને દિવસ પણ આવી ગયો.
તારામતી શેઠાણીએ રાત્રે કંઈક સૂતા અને કંઈક જાગૃત અવસ્થામાં એક સુંદર સ્વપ્ન જોયું. ઝળહળતા દિવ્ય રત્નની રાશિ તેના ખેાળાને શોભાવી રહી છે. આ સ્વપ્ન જેતા નિદ્રામાંથી જાગૃત બન્યા. ધર્મસાધના કરી સારું સ્વપ્ન જોયા પછી સૂવાય નહિ. તેમ શેઠાણી પણ સારું સ્વપ્ન જોયા પછી ધર્મ આરાધનામાં મસ્ત બન્યા. સવારે શેઠાણીએ શેઠને સ્વપ્નની વાત કરી. શેઠે કહ્યું દેવી ! આ તમારું સ્વપ્ન ઉત્તમ પુત્રરત્નની આગાહી