SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ શારદા રત્ન અંધુઓ ! અહી સમજવા જેવી વાત છે કે ઘણીવાર એક માતાના બે પુત્ર થાડા ધન માટે, ઘર માટે લડતા હોય છે, તેમની લડતમાં વચ્ચે ખીજાને પડવુ પડે છે. અરે! કા સુધી જાય છે. તે સમયે કયાં જાય ભાઈ ભાઈની સગાઇ? અરે! કોઇક વાર તા એક ખીજાના ખૂન કરવા સુધી પહોંચી જાય છે. જ્યારે અહીં તા મોટોભાઈ નાનાભાઈને યુવરાજની પદવી લેવા માટે કેટલા કાલાવાલા કરે છે, છતાં લેવા તૈયાર નથી. કલ્યાણમિત્ર રૂપ પત્ની : મણિરથની આ વાત સાંભળી યુગબાહુ મૌન થઈ ગયા. મૌનમાં જાણે તેણે અડધી સંમતિ આપી હોય તેમ ભાઈ ને નમસ્કાર કરી પેાતાના મહેલમાં ગયા. યુગમાહુ રસ્તામાં ચાલ્યા જાય છે, પણ હજુ તેના મનમાં તે એ જ વિચાર છે કે મોટાભાઇ મને શા માટે રાજ્ય સાંપે છે ? અત્યારે હું કાને પૂછવા જાઉં ? કાની સલાહ લઉ* ? મુશ્કેલીના સમયે પેાતાના પ્રિય મિત્રની સલાહ લેવાય છે. મારા માટે તા મારી પત્ની સાચા મિત્રના સ્થાને છે. માટે તેની સલાહ લેવી ચેાગ્ય છે. પતિની મુશ્કેલીની વાત સાંભળવાને માટે યાગ્ય ગુણવાન પત્ની છે. અને પત્નીને મુશ્કેલીના સમય આવે ત્યારે તેની વાત સાંભળવા માટે તેના પતિ છે. આમ વિચાર કરતા યુગમાહુ પેાતાના મહેલમાં આવ્યા. તેની પત્નીનું નામ મયણરેહા છે. મયણરેહા ખૂબ ડાહી, ગભીર, પવિત્ર અને શીલવાન છે. તે ઘરના સાચા શણગાર છે. તેને કેાઈ મયણુરેહા કહે છે અને કાઈ મદનરેખા પશુ કહે છે. તે બધા ગુણેાની ખાણુ અને પતિવ્રતા સતી હતી. તે પતિની રાહ જોઈને બેઠી હતી.. યુગબાહુને ઉદાસ ગમગીન જોઈ ને સમજી ગઈ કે તેમને કોઇ પ્રકારની ચિંતા આવી છે. ચુંગમાહુને આસન પર બેસાડીને પૂછ્યું–આજે તમારું મુખ આટલું ઉદાસ ને ગમગીન “કેમ છે? શું મારા તરફથી કાંઈ મન દુઃખ થયું છે ? મેં મારા માટે ઘણા વિચાર કર્યા પણ મારી સમજમાં કેાઇ એવી વાત આવતી નથી કે જેથી તમને મારા તરફથી ચિંતા થતી હાય. ઘણા માબાપને સંતાના હોય છે પણ એ એવા ઉદ્ધૃત નીકળે અને વ્યસનામાં ક્રૂસાઈ જાય કે તેમની ચિંતા રાતદિવસ મા-બાપને કારી ખાતી હોય છે, પણ આપણે ત્યાં તા પુત્ર સુસ'સ્કારી છે. આજ્ઞામાં રહેનાર છે. મનને આનંદ આપનાર અને તમારી ચિંતા દૂર કરનાર છે. તે વિનીત અને પિતૃભક્ત છે. કયારેક સહેાદર ભાઈ હાવા છતાં એક બીજા વચ્ચે પ્રેમ ન હાય, ઘેાડીસી લક્ષ્મી માટે ઝઘડતા હાય પણ તમારે તા બંને ભાઈ વચ્ચે એવા પ્રેમ છે કે જાણે શરીર જુદા અને બંનેનેા આત્મા એક ન હાય! એવા ક્ષીરનીર જેવા સંબંધ છે. તા હવે તમને કઈ વાતની ચિંતા છે ? મે' ખૂબ વિચાર કર્યો પણ મને તે આપની ચિંતાનું કોઈ કારણ દેખાતું નથી. માટે આપ જ કહેા કે આપને કઈ ચિ'તા છે, જેના કારણે આપ આજે આટલા બધા ઉદાસ છે ? મયણાની વાત સાંભળી યુગમાડુએ કહ્યું, મારા મનમાં ચિંતા છે તેનું નિરા આજે મને એક મેાટી ચિંતા થઈ હાય છે, પણ તે ચિંતા કઈ ? કરણ કરવા અત્યારે તારી સલાહ લેવા આવ્યા છું. છે. મયણુરેહા કહે, માટા માણસાને મેાટી ચિતા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy