SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ શારદા રત્ન વેચા વહાલા મામાપ છે।ડચા. પેાતાની પ્યારી પત્ની ઉર્મિલાને છેડી. અને ભાઈની સાથે વનવાસની વસમી વાટ પકડી લીધી. રામ વનવાસ જાય છે. પાછળ ભરત આવે છે. ખબર પડી કે મારા માટે ભાઇ વનવાસ જાય છે. તે રામની પાછળ ગયા. ભાઈ ! આપ પાછા પધારા. હું રાજ્ય નહિ લઉં. આપના વિના રાજ્ય મને દાહવર લાગે છે. ભરતને રાજ્ય મળે તે માટે કૈકેયી માતાએ રામને વનવાસ અપાવ્યા, પણ ભરતને રામ વિના રાજ્યના સુખ આંખમાં કાઈ ભાલા મારે ને વેદના થાય એવા દુઃખરૂપ લાગે છે. પેાતાની માતા કૈકેયીના સ્વામય પુત્ર મેહની દુર્ગંધ સહન થતી નથી. ભાઈ પાસે ગદ્ગદ્ કઠે કહે છે, મારા પાપ ન હેાત તા પૂજ્ય જનેતાને આવું કેમ સુઝત ? પરમ બંધ !કૃપા કરેા, મારા અગણિત પાપાથી મળીજળી રહેલા દિલને શાંત કરા, ક્ષમા કરો, પુનઃ અયેાધ્યા પધારા. આવા ભ્રાતૃપ્રેમ અને ભક્તિથી તરબાળ થયેલા ભરતને શ્રીરામ કહે છે. ભાઈ ! જે ભક્તિથી તું મને આમંત્રી રહ્યો છે તે જ ભાવનાથી અનાસકત ભાવે અયેાધ્યાની રાજગાદી સ`ભાળ. એ મારી હૃદયની ઇચ્છા છે. મોટાભાઈ ! આપને વનવાસ અને મારુ રાજગાદી પર અધિષ્ઠાન એ બંને દૃશ્ય મને કપાવે છે. છેવટે રામ ભરતના વાર્યો ન વળ્યા ત્યારે ભરત કહે છે, ભાઈ ! આપની પાવડી (પાર્ક્સ) આપેા. એને સિંહાસન પર મૂકીને હું રાજ્ય ચલાવીશ પણ રાજિસંહાસને તા મેં નહિ બેસું. આ હતા ભાઈ-ભાઈઓના પ્રેમ! આવી જોડી મળવી મુશ્કેલ છે, છતાં રત્ન વસુંધરા છે. પુણ્યવાનના ઘરમાં હશે આવી ભાઈ-ભાઈની જોડી. મથ અને યુગબાહુ બંને ભાઈઓના પ્રેમ અજોડ હતા. યુગમાહુની ઉદારતા : મણિરથ રાજાના મનમાં થયું કે યુગમાડુ મારે નાનાભાઈ છે. તે ખૂબ વિચક્ષણ અને બુદ્ધિશાળી છે. માટે તેને યુવરાજની પઢવી આપવી જોઇએ. યુગબાહુ ખૂબ વિનીત હતા તે હમેશા મેાટાભાઇને વંદન કરવા આવતા. એક દિવસ યુગમાહુ આવ્યા ત્યારે મણિરથ ખૂબ આનંદમાં હતા. યુગબાહુએ કહ્યું મોટાભાઈ ! આજે આપ આટલા બધા આનંદમાં કેમ છે ? મણિરથે કહ્યું ભાઈ! તારા જેવા ભાઈને જોઈને આનંદિત ન બનુ' તેા કયારે આનંદ અનુભવીશ ? ભાઈ ! મારા મહાન ભાગ્યે તારા જેવા ભાઈ મળ્યા. મણિરથે કહ્યું ભાઈ! આજે આનંદના દિવસ છે. મારી એવી ભાવના છે કે હું તને યુવરાજ પદવી આપું. મણિરથના આ વચન સાંભળીને યુગમા એકદમ શાંત બની ગયા. મણિરથે યુગમાહુને શાંત જોઇને પૂછ્યું ભાઈ ! મે` તા આનંદની વાત કરી અને તારા મુખ પર એકદમ ગ્લાનિ કેમ છવાઈ ગઈ! તારા આનંદ કયાં આસરી ગયા ! ભાઈ પાએક તા તમે મારા પિતા સમાન મોટાભાઈ છે. ખીજું મારા પ્રાણરક્ષક છે. આજે તમારી વાત સાંભળી મને એવા વિચાર આવ્યા કે આપને મારા ઉપર શુ' અવિશ્વાસ છે? મણિશ્ને કહ્યું ભાઈ! શું તું મારી વાતના ઉલ્ટા અથ સમજ્યા ? જે મને તારા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy