SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ક્યારે આવશે તેની ખબર નથી. અરે ભલા, કાળની ખબર તે આપણે જમ્યા-ક્યારથી મળેલી છે. શાસ્ત્રો કહે છે જેને જન્મ છે તેનું મૃત્યુ તે નિશ્ચિત છે. કાળ કોઈને છેડત નથી. છતાં જીવ તેની દરકાર કરતા નથી. જે દરકાર કરતા હો તે સમજ્યા ત્યાંથી સવાર ગણીને ધર્મારાધનામાં લાગી જાવ. સંસારના કાર્યની તૈયારીઓ અગાઉથી કદાચ નહીં કરી હોય તે બહુ નુકશાન નહિ થાય. પણ જો મૃત્યુ માટે અગાઉથી તૈયારીઓ નહિ કરી હોય, ધર્મ રૂપી ભાથું નહિ બાંધ્યું હોય તે નરક તિર્યંચ ગતિમાં જવું પડશે. કાળ કયારે આવશે તેની ખબર નથી. માટે પળે પળે જાગૃત રહો અને આત્મ સાધનામાં જોડાઈ જાવ. જેણે સત્કર્મોનું, તપ ત્યાગનું ભાથું બાંધ્યું છે તેને ગભરાવાની ચિંતા નથી. આપણે નમિરાજર્ષિના અધિકારનું વાંચન કરવું છે. પણ તે પહેલા નમિરાજ કોણ હતા? તેમને દેશ કયો? તેમના માતાપિતા કોણ? તે નમિરાજર્ષિ કેમ કહેવાયા? વિગેરે પૂર્વભૂમિકા તપાસવી જોઈએ. માળવા દેશમાં સુદર્શનપુર નામનું એક નગર હતું. માળવા દેશ ભારતની મધ્યમાં આવેલ છે. જે મધ્યમાં હોય છે તેનું મહત્વ ઘણું માનવામાં આવે છે. શરીરમાં નાભિનું સ્થાન મહત્વનું મનાય છે. આ પ્રમાણે માળવા દેશ ભારતની મધ્યમાં હોવાથી તેનું પણ ઘણું મહત્વ છે. માળવા દેશની ભૂમિ એવી પવિત્ર છે કે ત્યાં દુષ્કાળ પડતો નથી. અને કદાચ પડે તો એવો ભયંકર નથી પડતો કે જેથી ત્યાંના લોકોને ભીખ માંગવી પડે. આ માળવા દેશમાં સુનપુર નામનું એક નગર હતું. ત્યાં મણિરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ખૂબ ન્યાયનીતિવાળા અને રાજ્યની નીતિના જાણકાર હતા. તેમના લઘુભાઈનું નામ યુગબાહુ હતું. યુગબાહુ ખરેખર યુગબાહુ જ હતા. બાહુ તે બધાને હોય છે પણ યુગબાહુના બાહુ કેાઈ જુદા પ્રકારના હતા. હાથ મૂખને પણ હોય છે, પણ તે હાથનો કાંઈ સદુપયોગ કરતા નથી. હાથ સમજદારને હોય છે તે તેનાથી કલ્યાણ કરે છે. યુગબાહુના હાથમાં વીરતા અને શક્તિ ભરેલી હતી. તેમના મોટાભાઈ મણિરથ રાજા પૂબ પવિત્ર અને ખાનદાન છે. તે દુઃખીઓના દુઃખ જોઈ શકતા ન હતા. તે પવિત્ર, નિર્મળ અને પ્રમાણિક છે. મણિરથ અને યુગબાહુ બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ છે. કંઈક જગ્યાએ જોવા મળે છે કે સગા ભાઈઓ હોવા છતાં એક બીજા વચ્ચે વેર હોય છે. કેઈ ઠેકાણે પહેલા ભાઈઓમાં પ્રેમ હોય છે, ને લગ્ન થયા પછી સ્ત્રીઓના કારણે પ્રેમ તૂટી જાય છે. આ બંને ભાઈ વચ્ચે ગાઢ પ્રેમ હતો. જાણે રામ, લક્ષમણની જોડી. રામ, લક્ષમણને બધા શા માટે યાદ કરે છે? વનવાસ રામને મલ્યો હતો. લક્ષમણને મલ્યા ન હતા, પણ લક્ષમણ શું કહે-મારો ભાઈ વનવાસ જાય, વનના દુઃખ વેઠે તે હું અહીં તેના વગર કેવી રીતે રહી શકું? રામ વિના રાજ્યના સુખ અંગારા જેવા છે. રામે ઘણું સમજાવ્યા છતાં ન માન્યા. ભાઈના પ્રેમ ખાતર રાજપાના સુખે છેડ્યા ને વનવાસના દુખે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy