________________
શારદા રત્ન માટે આવે છે? દેવલોકમાં રહેલા હીરા, માણેક, રત્નો તથા વાવડીમાં ને સારી વનસ્પતિમાં આસક્તિ રહી જાય છે તેથી દેવપર્યાયને છોડીને પૃથ્વી પાણી વનસ્પતિમાં આવવું પડે છે. આસક્તિ છોડો ને અનાસક્ત ભાવ લાવો. બોકડ ખાવામાં આસક્ત બન્યો તે તેના ગળા પર છરો ફર્યો, તેમ જે જીવ રંગભેગમાં, વિષયમાં આસકત બનશે તેને કર્મના ઘા વેઠવા પડશે; માટે કર્મથી બીઓ, પાપનો ડર રાખે. એક ન્યાય આપું.
રાજાના રજવાડામાં એક રકાબી હતી. એ રકાબી એવી કે રાજા જમવા બેસે ત્યારે પહેલા વારાફરતી બધું રકાબીમાં મૂકવાનું. જો રકાબી ખખડવા મંડે રાજા સમજી જાય કે આ વસ્તુમાં ઝેર છે અને જે ન ખખડે તે સમજે કે આ નિર્વિષ છે. રાજાઓને બીક ઘણી હોય. રાજા પ્રત્યે કોઈ ઈર્ષાના કારણે ને રાજસત્તાના લોભે તેમનું મૃત્યુ કયારે થાય તે ઈચ્છતા હોય છે તેથી પોતાની મુરાદ પાર પાડવા કપડામાં, ખાવામાં વિષ નાંખી દે. જેથી કંઈક રાજાઓના મૃત્યુ થયા છે.
રાજાને બે રીતે ભય છે. ખેરાકમાં દુશમન કયારે વિષ આપી દે અને ક્યારે કઈ ઘા કરે. તેથી ચોકીયાતે સાથે જ હોય. ભગવાન કહે છે કે રાજા રાજપાટ છેડે નહી તે રાજેશ્રી તે નરકેશ્રી, એને નરકના દુઃખ ભેગવવા જવું પડે, એટલે રાજાને આલેકમાં બીક અને પરલોકમાં પણ બીક. રકાબી ખખડે તે રાજા સમજી જાય કે આ આહારમાં વિષ છે. રકાબી ઝેરથી ખખડે તેમ આત્માથી, મેક્ષાથી જ પાપથી ખખડે. જ્યાં પાપની ક્રિયા હોય, પાપમય વર્તન હોય ત્યાં મેક્ષગામી છ ખખડી ઉઠે. આ કાર્ય મારાથી નહિ બને. પાપ દેખે ને ધ્રુજે. તે આત્મા તે કહે છે કે મને ગમે તે શિક્ષા કરશો તો વેઠીશ, અરે, સાપના રાફડા પર સૂવાનું કહેશે તે સૂઈ જઈશ પણ હું પાપ તો નહીં જ કરું. આનું નામ ભવભીરૂ, માટે પાપથી પીછે હઠ કરો ને કર્મો બાંધતાં ખૂબ વિચાર કરો. ન હવે આઠમાં અધ્યયનમાં કપિલ કેવળીની વાત આવે છે. કપિલ બ્રાહ્મણને દીકરે છે, પણ પછી કેવળી બન્યા તેથી કપિલ કેવળી કહેવાયા. પાપી કયારે પુનિત બને છે તે ખબર નથી પડતી. આ અધ્યયનની પ્રથમ ગાથામાં ભગવાને સંસારનું વર્ણન કર્યું કે આ સંસાર કેવો? - “ગપુરે સાસમિ, સંપારિક દુરણા ! ”
હે જીવ! આ સંસાર અધ્રુવ છે પણ ધ્રુવ નથી. અશાશ્વત છે, પણ શાશ્વત નથી અને દુઃખને દરિયો છે. આવા અધવ સંસારમાં જીવન પણું ધ્રુવ નથી અને તેના કાર્યો પણ ધ્રુવ નથી. સંસારને દુઃખનો દરિયો અથવા દુઃખરૂપ શાથી માનીએ છીએ ? તેનું કારણ એ છે કે તે સાંસારિક વિષયોને સંસાર કહ્યો છે અને સાંસારિક સુખોપભેગ આ માને ભયંકર દુખે ઉત્પન્ન કરાવનાર છે. વિષય ભોગોને આધાર સંસાર છે અને વિષયભોગ આધેય છે. વિષયભોગોની ભયંકરતાથી સંસાર પણ ભયંકર મનાય છે. જેવી રીતે ચોરોની પલ્લી પોતે ભયંકર નથી હોતી, પણ ચારેના કારણથી તે ભયંકર મનાય