SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન જીવને કેવાં કડવાં ફળ ભોગવવા પડે છે, માટે સાધકે એવા વિષયોથી સદા રહેવું જોઈએ. આ અધ્યયનમાં ભગવાને જીવોને વિશેષ સમજાવવા માટે ચાર દૃષ્ટાંત આપ્યાં છે. (૧) બેકડાનું (૨) આંબાની કેરીનું (૩) ત્રણ વણિકનું (૪) ભિખારીનું. એક માણસે ઘરના ચેકમાં એક બાજુ ગાય અને વાછડીને બાંધી હતી, અને બીજી બાજુ બેકડો બાંધ્યો હતે. આ ટારનો માલિક બેકડાને રોજ તાજે, લીલે ચારો ખવડાવતા હતા. તેથી બેકડો હૃષ્ટપુષ્ટ થયા હતા. ગાયને તે સુકું ઘાસ ખવડાવતો. ગાય આ બધું જોયા કરતી પણ સમજતી હતી, જ્યારે વાછડું નાનું હોવાથી તેની માને કહે, આપણને માલીક લીલે ચારો કેમ નથી આપતે ? જેમ નાનું બાળક કઈ છોકરાને પેંડા સાકર ખાતા જુએ, નવું કપડું પહેરતા જુએ તે ઘેર આવીને તેની માતા પાસે માંગણી કરે છે. તેને ખબર નથી કે મારી માની સ્થિતિ કેવી છે? એટલે તે વસ્તુ લેવા માટે કજીયા કરે છે. તેમ અહીં વાછડું ગાયને કહે છે હે મા ! આપણે માલિકને દૂધ આપીએ, માલિક તેમાંથી પૈસા પેદા કરે, દૂધમાંથી દહીં જમાવે ને દહીંમાંથી ઘી કરી પૈસા મેળવે, છતાં તને ખાવા માટે સૂકું ઘાસ આપે છે અને મને તે કચરાવાળું ઘાસ આપે છે. પેલે બેકડે તે માલિકને દૂધ આપતો નથી છતાં એને કેવું સરસ ખાવાનું મળે છે ? માલિક આવો અન્યાય કેમ કરે છે? ગાય વાછડાને કહ્યું, બેટા ! એ સારુ ખાવામાં મઝા નથી. એને સારું સારું ખવડાવીને હષ્ટપુષ્ટ કરે છે પણ એ સારું ભોજન ના મૃત્યુને નોતરનાર છે. આપણું ખાણું ભલે સુકું હોય, પણ તને નેતરનાર નથી. એના સારા ખાણાનું પરિણામ એવું આવશે કે એની ડોક પર તલવાર ફરશે. માતાની વાત સાચી માની વાછડું શાંત થયું. પંદર દિવસ વીત્યા ત્યાં માલિકને ઘેર પાસે આવ્યા. આ માલિક કસાઈ હતું. સારું ખવડાવીને હૃષ્ટપુષ્ટ કરેલા બેકડા પાસે માલિક ગયો. અને પરોણાના સ્વાગત માટે તેની ડેક પર છરે ફેરવ્યો. આ દશ્ય જોઈને વાછડું ગભરાઈ ગયું. શું આપણને પણ મારી નાખશે? ગાય કહે ના, બેટા ! આપણે સૂકું ઘાસ ખાઈએ છીએ. જે સૂકા ઘાસ પર જીવે છે તેને આવું દુઃખ વેઠવું પડતું નથી. પણ જે સારા સારા ભેજન જમે છે તેને એક દિવસ કપાઈ જવાનું છે. અમારું સુખ સૂકા ઘાસ જેવું છે. ભલે અમારી પાસે ગાડી મોટર નથી. વિહાર કરીએ ને કષ્ટો વેઠીએ, ને તમારી પાસે ગાડી મોટર હોય, અરે ! સંસારનું બધું સુખ હોય પણ અંતે દુઃખને નેતરનાર છે. જ્યારે અમારું કષ્ટ સુખને આપનાર છે. આ દષ્ટાંતથી મહાપુરૂષો આપણને એ સમજાવે છે કે સારા સ્વાદ પ્રત્યેની આસક્તિ જીવને દુઃખદાયક છે? ઉત્તરાધ્યયન સૂત્રના ૩ર મા અધ્યયનમાં ભગવાને એ જ વાત બતાવી છે. रसा पगामं न निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराणं । . दित्तं च कामा समभिदवन्ति, दुम जहा साउफल व पक्खी ॥१०॥
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy