SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન રઘાએ કહ્યું–મહારાજા! આપે મને સેનાનું તાંસળું આપ્યું પણ મને તેની કિંમતની ખબર ન હતી. તેની ઓળખાણ ન હતી એટલે મેં એમાં લાદ ભરી, તેથી આપ મને ફાંસી દેવા તૈયાર થયા. એ તાંસળું મારા જેવા ગરીબના કંઈક કામમાં આવ્યું. એ એવાઈ જાય તે બીજું પણ લવાય. જ્યારે આપણને આ મનુષ્ય શરીરરૂપી જે ભાજન મળ્યું છે જેને સોના, ચાંદી, હીરા, માણેક જેવી કિંમતી વસ્તુઓથી પણ ખરીદી શકાતું નથી. એવા અમૂલ્ય માનવ જીવનમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, વિષયવાસનાને કચરો ભરી રહ્યા છે. તેમજ તમે રાજા છે. તમે કઈને ફાંસીની શિક્ષા આપે, વધ કરાવો વિગેરે પાપકર્મો કરીને કેવા ચીકણું કર્મો બાંધી રહ્યા છો? આ કર્મોને ભોગવવાનો સમય આવશે ત્યારે રડતા પણ પૂરા નહિ થાય. કુંભારની વાત સાંભળી રાજા કહે–રઘા ! તે તે માટીના ઘડાના ઘડતરની સાથે તારા આત્માનું પણ ઘડતર કર્યું છે. તારી વાત સાચી છે. આ મનુષ્યનું શરીર એ ભાજન છે, તેમાં ક્ષમા, સંતોષ, સદાચાર, સમતા, નિર્લોભતા આદિ સદ્ગુણે ભરવાને બદલે કષાય, રાગ, દ્વેષને કચરો ભરતા હોય તે એના જેવું મૂખ કેશુ? રઘાની એક ટકે રે રાજાને આત્મા જાગી ગયે. તેમણે પોતાનો ઝાઝો સમય પ્રભુ ભજન આદિ ધર્મધ્યાનમાં વીતાવવા માંડ્યો. . આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનને અધિકાર વાંચવે છે. તેની પૂર્વ ભૂમિમાં આપણે છ અધ્યયન સુધી જઈ ગયા. સાતમા અધ્યયનનું નામ છે “એલક” એ એટલે બોકડે. આ અધ્યયનમાં ભગવાન બોલ્યા છે કે જ્યાં આસક્તિ છે ત્યાં મત છે કે જ્યાં અનાસકિત છે ત્યાં સુખ છે. આસકિત જીવને ક્યાં લઈ જાય છે? 'ઠણુગ સૂત્રમાં ભગવાને ચોથે ઠાણે શ્રાવકને ચાર પ્રકારની માખીની ઉપમા આપી છે. એક માખી મધ પર બેસે તે તેમાં એંટી જાય છે. બીજી માખી બળખામાં બેઠી હોય તે ત્યાં ગુંગળાઈને મરી જાય છે. ત્રીજી માખી સાકર પર બેઠી છે. તે સાકરને સ્વાદ લે ને ઉડી પણ જાય છે. જેથી માખી પથ્થર પર બેસે છે તે ઉડી શકે છે પણ સ્વાદ લઈ શકતી નથી. આ રીતે ચાર પ્રકારના શ્રાવક છે. પહેલી માખી સમાન શ્રાવક ભૌતિક સુખને સ્વાદ લે છે પણ ઈચ્છે ત્યારે છોડી શકતા નથી, પણ તેમાં ચેટી જાય છે, તે મધની માખીની જેમ બીજા પ્રકારના શ્રાવક સુખનો સ્વાદ પણ લેતા નથી અને છેડી શકતા પણ નથી તે બળખાની માખીની સમાન. ત્રીજા પ્રકારના શ્રાવકે સુખોને સ્વાદ પણ લે છે અને ઇચ્છે ત્યારે ત્યાગ પણ કરી દે છે. તે સાકરની માખીની સમાન, અને ચોથા પ્રકારનાં શ્રાવકે સુખને અનુભવ કરતા નથી પણ જ્યારે ઈ છે ત્યારે ત્યાગ કરી શકે છે. તે પથ્થરની માખી સમાન. આ રીતે ચાર પ્રકારના શ્રાવકે છે. તેમાં તમારો નંબર કયાં આવે છે? તમારે તેના જેવું બનવું છે? (શ્રોતામાંથી અવાજ-સાકરની માખી જેવા) તમે રે સાકરની માખી જેવા શ્રાવક બનવું હોય તે શું કરવું જોઈશે? તે માટે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવ કેળવો. ઇન્દ્રિયોના વિષયોમાં આસકત બનવાથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy