SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રને મરણ અથવા પંડિત મરણ કેને કહેવાય? પંડિત જ્ઞાની જીવનું મરણ એ સકામ મરણ છે. અને બાલાજીનું મરણ અકામ મરણ છે. જે મૃત્યુમાં ભય, ખેઠ અને કષ્ટ છે, અને આત્મજ્ઞાન નથી, તેવા મૃત્યુને બાલજીનું તથા અજ્ઞાનીઓનું અકામ મરણ કહ્યું છે. અકામ મરણ અસંયમ તથા અજ્ઞાનથી થાય છે. સાધક હમેશા સકામ મરણ ઈરછે છે. બાલજીના અકામ મરણ વારંવાર થાય છે પણ પંડિતેના સકામ મરણ કેવળજ્ઞાનીની ઉત્કૃષ્ટ ભૂમિકાની દષ્ટિએ એક જ વાર થાય છે. બાલમરણે મરનારો જીવ સંસારમાં રઝળે છે, પંડિત મરણે મરનાર જીવ ભવસમુદ્રને તરી જાય છે. બાલ એટલે અજ્ઞાની જીવ માને છે કે “આ લેક મીઠે તે પરલેક કેણે દીઠ? પ્રત્યક્ષ જે કામો હાથમાં આવ્યા છે તે ભેળવી લેવા દે. કેણ જાણે પરલોક છે કે નહીં? આ પ્રમાણે માનતે જીવ હિંસા કરે છે. ચોરી કરે છે. કામગમાં આસક્ત થઈ અસત્ય કર્મોને આચરે છે ને ઘણુ ક્રૂર કૃત્ય કરે છે. પછી એની દશા કેવી થાય છે? जहा सागडिओ जाणं समं हिच्चा महापह । विसम मग्ग मोइण्णो, अक्खे भग्गम्मि सोयई ॥१४॥ एवं धम्म विउक्कम्म, अहम्मं पडिवज्जिया । बाले मच्चुमुहं पत्त, अक्खे भग्गे व सोयई ॥ १५ ॥ જેમ ગાડીવાન જાણવા છતાં સારા ઘેરી રસ્તાને છોડી દઈને વિષમ માર્ગમાં જતાં ગાડાની ધૂંસરી ભાગી જાય ત્યારે શેક કરે છે. તે રીતે ધર્મને છોડીને અધર્મ અંગીકાર કરીને મૃત્યુના મુખમાં ગયેલે પાપી (બાલ) જીવ જીવનધુંસરી ભાંગી ગઈ હોય તેમ શોક કરે છે આવા બાલ છ અકામ મરણે મરે છે, અને સંસારથી નિવૃત્ત થયેલે એટલે સંયમનું સારી રીતે પાલન કરનારો શ્રમણ હોય છે તે સર્વ દુઃખને નાશ કરીને મુક્ત થાય છે. અથવા મહાન ઋદ્ધિવાળા દેવ થાય છે. જીવ જ્યારે બીજી ગતિમાં જાય છે ત્યારે આયુષ્યને બંધ પડ્યા પછી જ જાય છે. ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે હે ભંતે ! જીવ એક આયુષ્યને વેદે છે ને કેઈ જીવ બે આયુષ્યને વેચે છે તે કેવી રીતે ? ભગવંત કહે છે કે આયુષ્યને બંધ આયુષ્યના ત્રીજા ભાગે પડે છે. જે ત્રીજા ભાગે ન પડે તે નવમા, સત્યાવીસમા, એકાસીમાં ને ૨૪૩ મા ભાગે પડે છે. એટલા સમયમાં પણ જે ન પડે તે આયુષ્ય પુરું થવાનું અંતર્મુહુર્ત બાકી રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ પડે છે. જીવ જ્યારે પરલેકમાં જાય ત્યારે છ બેલ બાંધીને જાય છે. ગતિ, સ્થિતિ, જાતિ, અવગાહના, આયુષ્ય અને અનુભાગ. જે જીવને પરભવના આયુષ્યને બંધ પડી ગયો હોય તેવા જીવોને પરભવનું આયુષ્ય પ્રદેશદયથી તે ઝયાલ થઈ ગયું. તેથી તે જીવો ચાલુ ભવનું આયુષ્ય વેદે છે. ને પરભવનું આયુષ્ય પણ વેદ છે, અને જે જેને આયુષ્યને બંધ નથી પડો તેવા જીવો માત્ર આ ભવનું આયુષ્ય વેરે છે. માટે કહ્યું છે કે કોઈ જીવ એક આયુષ્યને વેદ છે ને કેઈ જવા બે આયુષ્યને વેદે છે. જીવ જે ગતિમાં જવાનું હોય તે ગતિની વેશ્યા જીવને આવે છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy