________________
શારદા રંને
રેપ
માણસ તરવામાં ગમે તેવો કુશળ હોય પણ તેને કિનારે પહોંચવા માટે કઈ પણ આલેખન તો જોઈ એ છે, પછી ભલે નૌકા હોય કે લાકડાનું પાટીયું હોય, પણ આલંબન વિના તે કિનારે પહોંચી શકતો નથી. આ રીતે જન્મ મરણ રૂપ સંસારના કિનારે પહોંચવાને માટે જિનેન્દ્ર ભગવાનના ચરણોને આશ્રય અતિ આવશ્યક છે. તેમના આશ્રય વિના ભવસાગરને પાર પહોંચવું અશક્ય છે. તેમના શરણમાં અને ચરણમાં જે જાય છે તેને ઉદ્ધાર થાય છે. ભગવાનના કાયયોગની શક્તિ કેટલી અલૌકિક છે! કહ્યું છે કે ૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં, દસ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં, બે બળદેવનું બળ એક વાસુદેવમાં, બે વાસુદેવનું બળ એક ચક્રવતીમાં, દસ લાખ ચકવતનું બળ એક દેવતામાં, દસ લાખ દેવતાનું બળ એક ઈન્દ્રમાં એવા અનેક ઈદ્રો મળીને પણ અરિહંત ભગવંતની ટચલી આંગળીને પણ હલાવી ન શકે. આવા ભગવાનની ભક્તિમાં, ધ્યાનમાં એકતાર બની જઈએ તે કલ્યાણ થયા વિના ન રહે. આ વાત થઈ કે ભગવાનને આપણે યોગેશ્વર (મન, વચન, કાયાના યોગમાં અજોડ શક્તિશાળી) કહીએ છીએ તે.
હવે યોગીશ્વર શા માટે કહીએ છીએ? યોગીશ્વર એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાનના સ્વામી જે સાધુ મહાત્માઓ છે તેમને ભેગી કહેવાય છે. એ યોગીઓના ઈશ્વર પરમાત્મા હેવાથી ભગવાનને યોગીશ્વર કહ્યા છે. ધ્યાનાવસ્થામાં પ્રભુના સ્વરૂપનું, પ્રભુની શક્તિનું ચિંતન મનન કરીએ તે આપણું પાપ પલાયન થઈ જાય. ભગવાને ધ્યાન ચાર પ્રકારના કહ્યા છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન, આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી જીવ નરક તિર્યંચ ગતિમાં જાય છે. ધર્મધ્યાનથી દેવગતિમાં જાય છે અને શુક્લધ્યાનથી મેક્ષમાં જાય છે. તમારે કર્યુ ધ્યાન જોઈએ છે? (શ્રોતામાંથી અવાજ-શુક્લધ્યાન) પ્રતિકમણમાં રોજ બોલો છે ને કે આર્તધ્યાન, શૈદ્રધ્યાન કર્યું હોય ને ધર્મધ્યાન, શુક્લધ્યાન ન કર્યું હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. જે નથી કરવા જેવું તે ધ્યાન મારા આત્માએ કર્યું હોય ને કરવા જેવું ધ્યાન કર્યું ન હોય, તે પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડં. અનાદિ કાળથી આત્મા ઉધે ચાલ્યો છે. જે આત્માને હિતકારી, કલ્યાણકારી માગે છે તે પંથે નથી ચાલતો ને જે આત્માને અહિતકારી, દુર્ગતિમાં લઈ જનાર છે તેવા માર્ગમાં આગેકુચ કરી છે. હવે દિશા બદલવાની જરૂર છે.
ભટકવું કયાં લગી તારે, પ્રવાસી પંથ બદલી લે,
પહોંચવા મુકિતના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે. " હે આત્મા ! જે તારે ભવટી કરવી હોય અને મુક્તિના દ્વારે પહોંચવું હોય તે પંથે બદલી નાખ. બધાને જોઈએ છે મોક્ષ. જેઈ એ છે શુકલધ્યાન અને રાત દિવસ કરો છો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, પછી મેક્ષ કયાંથી મળે?
શુકલધ્યાન એટલે શું ? એક અર્થ એ છે કે શુકલ એટલે ત–ઉજજવળ ધ્યાન કે જે ધ્યાનથી આત્મા કષાયના મેલથી દૂર થઈ જાય ને સ્ફટિક જેવો ઉજજવળ અને શ્વેત બની જાય. બીજો અર્થ શુફલ એટલે શુ + ફલ, જેના સુકાઈ ગયા છે કલેશો-સંતાપો