________________
શારદા રત્ન
કરતા મનુષ્યના ભવની એકેક મિનિટની કિંમત વધુ છે. ચેાથા આરાના કાળ હાય તા એક અંતર્મુહુર્તના કાળમાં ઘાતી કર્મોની ઘટાને વિખેરવાની તાકાત મનુષ્યમાં રહેલી છે. ગમે તેવા દેવા હાય, અરે! સમકિતી દેવા નય–નિક્ષેપા અને છ દ્રવ્યના ચિંતનમાં સમય પસાર કરતા હાય તે પણ ચાથા ગુણસ્થાનકથી આગળ જઈ શકતા નથી, ત્યારે મનુષ્ય તા ક્રમે ક્રમે ગુણસ્થાનની શ્રેણીએ ચઢતા મેાક્ષ પદ્મને મેળવી લે છે. તમને કોઈ પૂછે કે ચૌદ ગુણસ્થાનકમાં અમર ગુણસ્થાનક કેટલા ? તેા ત્રીજું, ખારમું અને તેરમુ, આ ત્રણ ગુણુસ્થાનકે જીવ મરતા નથી તેથી ત્રણ ગુણસ્થાનક અમર છે, ખાકીના ૧૧ ગુણસ્થાનકે વતા જીવ મૃત્યુ પામી શકે છે, પહેલા બીજા અને ચાથા ગુણુસ્થાન સિવાયના કાઈ પણુ ગુણસ્થાનક ભવાંતરમાં જીવની સાથે જતા નથી. ફકત મિથ્યાત્વ, સાસ્વાદાન અને અવિરત સભ્યષ્ટિ એ ત્રણ ગુણસ્થાનકે ભવાંતરમાં જીવની સાથે જાય છે.
“ આત્મ વિકાસની ચરમ સીમાએ પહેાંચવાની તાકાત માત્ર મનુષ્યમાં છે. વિકાસની ચરમ સીમાને મનુષ્ય પાર કરી શકે છે.”
મનુષ્ય સિવાયના દેવલાકમાં વસનારા દેવા અને નારકીએ ચેાથા ગુણસ્થાન સુધી પહેાંચી શકે છે, અને તિયચેા પાંચમા ગુણસ્થાનક સુધી પહેાંચી શકે છે. તિય ચામાં સન્ની પ'ચેન્દ્રિય તિય ચોની અપેક્ષાએ પાંચમા ગુઠાણાની ભૂમિકા કહી છે. બાકી ગુણુઠાણાની ચરમ સીમાએ મનુષ્ય ભવમાં આવેલા આત્માઓ પહોંચી શકે છે. આત્મ વિકાસનું મૂળ પગથિયું સમ્યક્ત્વ છે. એક શ્ર્લાકમાં કહ્યું છે કે,
तम्हा कम्माणीअं जे उ मणो दंसणम्मि पजइज्जा । दंसणवओ हि सफलाणि, हुंति तव नाण चरणाई ||
ક્રમ રૂપી સેનાને જીતવાની ઇચ્છા રાખનારે સમ્યક્દર્શનમાં પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે સમ્યક્દન વિના કર્મોના ક્ષય થઈ શકતા નથી. સમ્યવી આત્માએ કરેલા તપ, જ્ઞાન, ચારિત્ર સફળ થાય છે, માટે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઈ એ.
“ સાધનાની કિ`મત કયારે ? ” સમ્યક્ત્વના અર્થ છે નિર્મળ દૃષ્ટિ, સાચી શ્રદ્ધા અને સાચું લક્ષ્ય. સભ્યત્વ એ મુક્તિમહેલનુ પ્રથમ સેાપાન છે. જેવી રીતે એકડા વગરના મીડાઓની ગમે તેટલી લાઇન કરા તો વ્ય છે, તેનાથી કેાઈ સંખ્યા બનતી નથી, તે રીતે સમ્યક્ત્વના એકડા વિના જ્ઞાન અને ચારિત્રને કોઈ ઉપયાગ નથી. જે સમ્યક્ત્વ રૂપી એકડા આગળ આવી જાય તે જેમ એકડા આવવાથી મીડાની કિ‘મત અનેક ગણી વધી જાય છે તેમ જ્ઞાન અને ચારિત્રની કિંમત વધી જાય છે. સમ્યક્ત્વ એ આત્માના સ્વાભાવિક ધર્મ છે, પણ અનાદિ કાળથી દર્શન માહનીય કર્મના કારણે આત્માના આ ગુણ ઢંકાઈ ગયા છે. જેમ વાદળા દૂર થવાથી સૂર્યના પ્રકાશ નીકળે છે તેમ દર્શીન માહનીય કર્માં દૂર થવાથી સમ્યક્ત્વના ગુણ પ્રગટ થાય છે. સમકિતની પ્રાપ્તિ બે રીતથી થાય છે. નિસગથી અને અધિગમથી. જે ગુરૂ આદિના ઉપદેશ વગર સ્વયં થાય છે તે નિસર્ગ સમક્તિ અને ગુરૂ આદિના ઉપદેશ દ્વારા થાય છે તે અધિગમ સમકિત કહેવાય છે.