________________
શારદા રત્ન ચાતુર્માસમાં શ્રાવકોએ પણ શું કરવું છે તેનો ઉદ્દેશ નક્કી કરવાનું છે. વ્યવહારમાં જોશો તે માનવ કોઈ પણ કાર્ય કરતો હોય તે તેને ઉદ્દેશ તેમાં સમાયેલું હોય છે. માને કે તમે નવા બંગલાની જગ્યા લીધી પણ પછી બંગલો કેવો બનાવવો, તેના બારીબારણું કેવી રીતે બનાવવા? બધે ઉદ્દેશ પહેલા નકકી કરો છો ને? વહેપારી વહેપાર કરે તો તેમાં પણ તેને કમાવાને ઉદ્દેશ છે. બાળકે ભણે, કેલેજમાં જાય, મોટી મોટી ડીગ્રીઓ મેળવે તેમાં પણ તેને ઉદ્દેશ કમાવાને, ધન મેળવવાને હોય છે. મંગલ ચાતુર્માસન આજે પ્રારંભ થાય છે તે આપણે પણ ઉદ્દેશને સમજીને ચાતુર્માસમાં શું કરવાનું છે? મનમાં નિર્ણય કરે કે રોજ એક કલાક વીતરાગ વાણીને લાભ લઈશ. મારો આત્મા અનંતકાળથી ઘણું ભોગ ભોગવતો આવ્યો છે તે હવે તેને ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરીશ. ચાર ગતિની રખડપટ્ટીથી આત્મા થાકી ગયો છે તે હવે સંતના શરણમાં જઈ મારા ભવભવને થાક ઉતારીશ. ઇન્દ્રિઓના વિષયમાં શક્તિ નાશ પામે છે તેને કેન્દ્રિત કરી સંતના શરણમાં જઈ તેમનું સાનિધ્ય સ્વીકારીશ. સંતેના વિચારોનું આંદોલન પવિત્ર હોય છે તેથી ત્યાં જઈશ તે આત્માને પરમ શાંતિ મળશે ને જીવન પવિત્ર બનશે. દિવસના તાપથી આકુળ વ્યાકુળ બનેલે માનવી ચંદ્રની શીતળ ચાંદનીમાં જાય તો તેને ઉકળાટ શમી જાય ને શાંતિ થાય છે. દાહજવરના રોગીને ચંદનનું વિલેપન કરવામાં આવે તો તેને શીતળતા લાગે છે. ચાંદની અને ચંદન કરતા પણ તેનું સાનિધ્ય વધુ શીતળ છે. આ સંસારમાં જીવે આકુળતા વ્યાકુળતા ખૂબ અનુભવી, તેમાંથી શાંતિ જોઈતી હે તે સંતના ચરણમાં ને વીરવાણીના શરણમાં જવાથી પરમ શાંતિ મળે છે. છે. સંતના સમાગમે ભાવિ ઉજજવળ થાય,
એ ચરણની રજ લેતા. જન્મ-મરણ ટળી જાય.” - સંતના સમાગમથી જીવન ઉજ્જવળ બને છે, અને જન્મ-મરણના ફેરા ટળી જાય છે. ચોમાસામાં રોજ એક કલાક અવશ્ય સંતના ચરણમાં જઈશ, તેમની પવિત્ર વાણી સાંભળીશ. જે આટલું જીવનમાં થશે તો પણ જીવન આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચી શકશે. . વર્ષાઋતુ આવતા વરસાદનાં આગમન પહેલા ખેડૂતે ખેતરમાંથી બધો કચરો કાઢીને ખેતરને સ્વચ્છ બનાવે છે અને વર્ષાનું આગમન થાય ત્યારે તે ભૂમિમાં બીજ વાવે છે. સમય જતાં તે કણમાંથી મણના મણ અનાજ પ્રાપ્ત કરે છે, તેવી રીતે ભવ્ય જીવો, થરસીક આત્માઓ તેના મુખમાંથી વહેતી વીતરાગ વાણીના શ્રવણથી અને સંતસમાગમથી સમ્યક્ત્વ રૂ૫ ધિબીજ પિતાના આત્મ પ્રદેશમાં વાવે છે. આ સમ્યકત્વ બીજમાંથી તેને વિકાસ વધતા અંતે શાશ્વતા મેક્ષના સુખને પ્રાપ્ત કરે છે. કે એક વર્ષના મહિના બાર અને ઋતુ ત્રણ-શિયાળો, ઉનાળો અને ચોમાસુ. દેશના આર્થિક વિકાસમ્રાટે ચોમાસુ જેટલું અનિવાર્ય છે તેનાથી વધુ અનિવાર્ય આત્મશુદ્ધિ અને આત્મસાધને માટે છે. ચાતુર્માસના આ ચાર મહિના આત્માને સંસ્કારવા અને