________________ || સ્વ. આચાર્ય રત્નચંદ્રજી ગુરૂદેવાય નમ: II ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, ગુરૂદેવ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનો જય હો જે ગુરૂ વિરહ સ્તવન : (રાગ : કોઇ ન 62 કોઇ ન ની). જૈન શાસનના દિવ્ય દિવાકર, રત્નગુરૂજી મારા, કરૂં વંદન વાર હજારા, ગુણીયલ ગુરૂના ગુણલા ગાતા, નાચે હંયા અમારા, કરૂં કેટી કેટી વંદના. આ અવનીમાં જન્મ રે લીધે, ક્ષત્રિયકુળમાં ચમક સિતારો, માતા જયાબેન પિતા જેતાભાઈ, જેનું પાડયું રવાભાઈ નામ રે. કરૂ વંદન... છગન ગુરૂજી મહા પ્રતાપી, જ્ઞાનામૃતની લગની લાગી, વિનય વિવેકી ક્ષમાની મૂર્તિ, અદ્દભૂત હતા ગુરૂરાજ રે, કરૂં” વંદન... મુખ પર વહેતી ત્યાગની આભા, ઝળકતી સૌમ્ય પ્રતિભા, જિન આજ્ઞામાં મસ્ત રે રહેતા, શાસનમાં હતા વફાદાર રે, કરૂ વંદન... જીવન નૈયાના ગુરૂજી તરવૈયા, સંપ્રદાયના સાચા ખવૈયા, સિદ્ધાંત મહોદધિ શાસન સિતારા, હતા શિષ્યના રખવાળ રે. કરૂં વંદન.. - અજ્ઞાન દશામાં હું રમતી તી, ભવાટવીમાં હું ભમતી તી, તપ ત્યાગની દિવ્ય તિથી, કરાવ્યે જાગૃતિનો ઝણકાર રે. કરૂ વંદન... હૃદયે કરૂણાનું ઝરણું વહેતું', વાત્સલ્ય ભાવ નયને ઝરતું, મુજ જીવનમાં અમૃત પાયુ’, જગાડયા વિરતિના ભાવ રે. કરૂ વંદન.. . બે હજારને ચારની સાથે, ભાદરવા સુદ એકાદશીએ, દીપક બૂઝાયા ખભાત શહેરે, હાહાકાર છવાય રે, અંતર વીણાના તાર જ તૂટ્યા, છોડી ગયા શિરછત્ર અમારા, અધુરા રહ્યા અરમાને અમારા, વિરહના દુઃખ અપાર રે. કરૂ વંદન... કળીકાલના કોહીનૂર હીરા, કાળ ગેઝારાએ ઝડપી લીધા, શિષ્ય શિષ્યાઓ રડતા રહ્યા, મૂકી ગયા નિરાધાર રે, કરૂ વંદન... કયાં ગ યા આ તા 2 ણ હા રા, શા સ ન ના લા ડ કેવાયા, “સતી શારદ્વા” કરે પુકારા, મને દર્શન દેજે એકવાર રે, કરૂ” વંદન... 樂默默默默默默默聚聚聚聚絮絮絮 આવરણ * દીપક પ્રિન્ટરી : અમદાવાદ