________________
(૧૮)
धरता
સંવત ૧૯૯૫ સાલે,
વૈશાખ વદ દશમ દિને, છગન ગુરૂજી સ્વર્ગે સિધાવે, ગુરૂજીના દિલમાં આઘાત લાગે. (૧૮) આચાર્ય પદવીએ ગુરૂજી આવે, સાણંદ શહેર ચેમાસુ પધારે, અમીરસ વાણી ગુરૂછ વરસાવે, મને દીક્ષાના ભાવ જાગે. રત્ન જેવા રત્નગુરૂજી મળ્યા, જીવન બાગના માળી બન્યા, મને આપ્યું સંયમ રત્ન, હું કરું? ગુરૂદેવને કેટી વંદન. (૨૦) આપના શિષ્ય ખડાજી સ્વામી, ફુલચંદ્રજી સ્વામી ને હર્ષદમુનિ, પાર્વતીબાઈ સ્વામીને પરસનબાઈસ્વામી,જશુબાઈસ્વામીની શેભતી જોડી, (૨૧) ધ્યાન ગુરૂજી અનેરું ધરતા, ધરતીથી એ અદ્ધર થાતા, ચારિત્રનું નૂર અનેરું હતું, મૃત્યુને આપે ભાંખી રે લીધું. (૨૨) ગુરૂછ માસું આવતા પહેલાં, આપને કેઈ પૂછવા આવતા, છેલ્લું ચોમાસુ ખંભાત ગામે, ગુરૂજી પધાર્યા ખંભાત ગામે. (૨૩) સકામ અકામ મરણના ભાવે, ગુરૂજી વ્યાખ્યાન માંહે ફરમાવે, ભાદરવા સુદ પાંચમ દિને શરદીનું ખૂબ જોર થાયે, (૨૪) તપસ્વી ફુલચંદ્રજી સ્વામીને આપે, ભાદરવા સુદ દશમ દિને, ખંભાત સંઘમાં લાભ આપીને, સુખરૂપ તેમનું પારણું કરાવે. (૨૫) ભાદરવા સુદ દશમ દિને, મૃત્યુની આપે કરી તૈયારી, બાર વાગે શરદીનું જોર વધ્યું, ચાર આંગળા બતાવી કહી દીધું. (૨૬) અંતિમ સમાધિ અનેરી ઝળકે, પરમશાંતિના શબ્દો ઉચ્ચરે, સ્વરૂપ દશાની મેજને લૂંટે, સમાધિ ભાવે દેહ જ છૂટે. (૨૭) સંવત બે હજાર ચારની સાથે, ભાદરવા સુદ ૧૧ સોમવારે, શૂન્ય દિશાઓ ખંભાતની દિશ, દિપક બૂઝા ચાર જ વાગે. (૨૮) મૃત્યુને આપે મહોત્સવ માની, પંડિત ભરણે ગયા છે પામી, મુખની કાંતિ અનેરી ઝળકે, આશ્ચર્ય સાથે અથુઓ વરસે. (૨૯) ૪૮ વર્ષ સંયમ પાળી,
આચાર્ય પદવી નવ વર્ષ દીપાવી, શાસનની સેવા બજાવી આપે, જૈન ધર્મના ગૌરવ કાજે. (૩૦) ખંભાતમાં હાહાકાર છવાય, આઘાત સૌના દિલમાં લાગે, ધર્મ મિનારે ધરતીએ ઢળે, સંપ્રદાયને મોભ તે પડે. (૩૧) સમાજને જ્ઞાન સ્થંભ ડગમગ્યે, ખંભાતને સૂર્ય આજે આથમે, ગુજરાતને સાચે સિંહ જ સૂતે, શિષ્ય શિષ્યાઓને આભ તૂટ. (૩૨) શાસનનું ઉત્તમ જવાહર જાતા, અંતિમ દર્શને લેકે ઉભરાતા, જય જય નંદા જય જય ભદ્દા બોલાવે, પાલખીની શોભા અનેરી દીસે. ઝળહળતું રત્ન આજે રોળાયું, ગુરૂદેવ જાતા તિમિર છવાયું, ગુરૂદેવની બેટ હદયમાં ખટકે, નાવિક વિનાની નૈયા અટકે. (૩૪) જૈન શાસનનું સાચું કહીનુર, પાપ ઉદયથી થયું છે દૂર ગુરૂદેવ મારા ચાલ્યા રે ગયા, હવે ક્યાં શોધું રત્નગુરૂજી મારા. (૩૫) સ્વર્ગમાં ગુરૂજી આપ બિરાજે, આશિષ અમને ઉરની દેજો, મહેચ્છા મનની પૂરી કરજે, વહેલા વહેલા દર્શન દેજે. (૩૬) સતી શારદા ગુરૂ ગુણ ગાવે, અશ્રુભીની આંખે અંજલિ અર્પે. (૨)
:
દ