________________
સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી
રત્નચંદ્રજી મહારાજ સાહેબનો ક્લાકે નવકારમંત્રનું સ્મરણ કરી, વર્ધમાન સ્વામીને ચરણે પડી, સાર વિનાના સંસારથી તરવા, ગુરૂ ગુણ ગુંજને મુક્તિને વરવા (૧) સરસ્વતી દેવી જીભ પર બેસજે, શઠ અમારી મતિ રે કરજે. સ્વીકારું શરણું તમારું આજ, અકથ્ય ગુણોને કહેવાને કાજ. (૨) દેજે અક્ષર જ્ઞાન અનંતુ, ગુરૂદેવનું ચારિત્ર હતું બળવંતુ, દિવ્ય પ્રસાદી આપજો મુજને, વંદન કરું છું ભાવથી તુજને. (૩) રત્ન ગુરૂજીને કહું છું ગ્લૅકે, એક ચિત્તે તમે સાંભળજે લેકે, બુદ્ધિવંત પાસે મારી શી બુદ્ધિ, ઈન્દુ પાસે જેવી તારાની રિદ્ધિ. (૪) કહીનુર પાસે શું કાચની શક્તિ, આપની હું શું કરું ભક્તિ, ભક્તિની શક્તિ આપજે અતિ, મારામાં છે અલ્પ રે મતિ. (૫) સાબરકાંઠે ગલિયાણા ગામે, ગુરૂજી જગ્યા એ જ ગામે, સંવત ૧૯૪૨ સાલે,
કારતક સુદ ૧૧ દિને. (૬) ક્ષત્રિયકુળમાં કોહીનુર પ્રગટયે, જેતાભાઈને ઘેર ચમક્યો, માતા જયાબેનનો હીરે, સંયમ લેવામાં બને છે શૂરે. (૭) - સૂર્યના કિરણે ફેલાતા જાય, તેમ તેમ ગુરૂદેવ મેટા રે થાય,
પુત્રના શુભ લક્ષણો જોયા, તેથી રવાભાઈ નામ દેવાય. (૮) રના કાલા વીણાવા કાજે, ગુરૂજી જાયે વટામણ ગામે, સતીજીનું સ્તવન સુણી,
અંતરમાં વૈરાગ્યની વીણા વાગી. (૯) સ્વામીનારાયણ પંથના ગુરજી, ગઢડા શહેરમાં આવીને રહ્યા, તે પંથના મહંતે એમ રે કહ્યું, તમારે ભાગ લઈને આવે. (૧૦) લક્ષ્મી હોય ત્યાં સંયમ ન કહેવાય, ગુરૂજીના મનમાં વિચાર થાય, સંસાર કાર્યમાં પાપ જ હોય, મારાથી પાપ નહિ જ થાય. (૧૧) પરમ પ્રતાપી વિરલ વિભૂતિ. છગન ગુરૂજી ક્ષત્રિય જાતિ, ગુરૂજી પાસે આવીને રહ્યા, વૈરાગ્યના તેજ સવાયા થયા. (૧૨) કુટુંબીજનોની આજ્ઞા લઈને, ગુરૂજી આવે ખંભાત ગામે, મહા સુદી પાંચમ દિને, ખંભાતમાં દીક્ષા ઓચ્છવ થાય. (૧૩) ગુરૂજીએ પાડયું ઉત્તમ નામ, રત્નચંદ્રજી છે શુભ નામ, દયા, સરળતા ગુરૂજીને વર્યા, અભ્યાસ કરીને પંડિત બન્યા. (૧૪) અર્પણતાને અજબ નમૂને, જેથી મેળવ્ય જ્ઞાન ખજાને, ક્ષમાની અજોડ મૂર્તિ ગુરજી, દેશદેશમાં પામ્યા રે ખ્યાતિ. (૧૫) શાસ્ત્રોનું અનુપમ જ્ઞાન મેળવી, લખ્યા સિદ્ધાંત આપે બહુ ભારી, અજમેરમાં સાધુ સંમેલન થયું, જઈને ગુરૂજીએ પદ શોભાવ્યું. (૧૬) શાસનમાં આવા કેહીનુર હીરા, જેના ન મળે જગમાં જેટા, કરૂણા કિમિયાગર ગુરૂજી મારા, વીર આશાના અણનમ યોદ્ધા. (૧૭)