________________
કમળાબેન ચંદુલાલ દોશી
સ્વ. ચંદુલાલ પ્રાણલાલ દોશી
(ઘડીયાળી)
સ્વર્ગવાસઃ ૧૨-૬-૭૧ બાવન વર્ષના ભર્યા ભર્યા આયુષ્ય દરમ્યાન અનેક ઉતાર–ચડાવ જોયા. ગરીબાઈ...અભાવ... ઉલાપ...વંચીતતાથી માંડી—સુખ...સમૃદ્ધિ...સમભાવે...અને સ્વા૫ણ સુધીના જીવનના જુદા જુદા તબકકાઓમાંથી પસાર થઈ ૧૨-૬-'૭૧ ના દિવસે જ્યારે આ ભૌતિક જગતને છેલ્લા પ્રણામ કરી તેમણે આંખો મીંચી દીધી ત્યારે...તેમના ચહેરા ઉપર સૂર્યના અંતીમ કિરણો જે શીતળ પ્રકાશ પથરાયેલો હતા. સમગ્ર જીવન તેમણે સંધર્ષ અને સાદગીમાં વિતાવ્યું હતું. ધર્મ અને કર્મ નો સમજદારીપૂર્વક સમન્વય કરી...તેમણે જીવનને યથાતથ સ્વરૂપે સ્વીકાર કર્યો હતો...એટલે જ વિશાળ પરિવાર અને સ્વજનો-મિત્રોમાં તેમના પ્રાણનો અંશ...સ્મૃતિ બની આજે પણ સુગંધ ફેલાવી રહ્યો છે. આ બધુ છતાં...સ્વ, ચંદુલાલ પ્રાણલાલ દોશી એ મહાન સિદ્ધઓ હાંસલ કરી ન હતી...
પરંતુ સચ્ચાઈ...સદ્ગુણ અને સૌજન્ય પૂર્વક અંદગીને નીકટતાથી સંપર્શવાના-સમજવાને તેમણે આ જીવન પ્રયત્ન કર્યો હતો. ૧૯૨૯માં તેમણે “ન્યુ ભારત વૈચ કંપની ની સ્થાપના કરી. ૧૯૫૫માં તેમણે “જયહિદ વોચ કંપની” શરૂ કરી અને ચાર સંતાન તથા પ્રેમાળ અને ધર્મપારાયણ પત્ની કમળાબેન ને... પોતાની જીવનયાત્રાને શેષ-ભાગ સોંપી ૧૯૭૧ માં તેમણે ભૌતીક જીવન સમાપ્ત કર્યું. આજે પણ શ્રી કમળાબેન તથા તેમના ચાર પુત્રો...તેમની પત્નીઓ... પરીવાર બધા જ સાથે રહી સ્વ. ચંદુલાલ પ્રાણલાલ દોશીના સંવાદી અને સંતૃપ્ત જીવનને શાભાવી રહ્યા છે.