SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1037
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૨ શારદા રત્ન પૂ. મહાસતીજી સાહેબે આપણે ત્યાં ચાતુર્માસ પધારી આપણું શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. પૂ. મહાસતીજીના વિદ્વતા ભરેલા વ્યાખ્યાનોથી ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા. આખું ચાતુર્માસ ધર્મારાધનાથી ગાજતું ને ગુંજતું રહ્યું. પૂ. મહાસતીજી સાહેબે સાણંદ, ગીરધરનગર, જીવરાજપાર્ક ચાતુર્માસ આપ્યા અને કૃષ્ણનગર (સૈજપુર બોઘા)ને પણ લાભ આપ્યો તે તેમની ઉદારતા અને સરળતા છે, અને તે બધા મહાસતીજીઓના દર્શનને અવારનવાર આપણું શ્રી સંઘને લાભ મળે છે. પૂ. મહાસતીજી સાહેબે આપણી પાસે ક્ષમાપના માંગી એ તેમની સરળતા છે. તેમણે આપણી ક્ષમાપના માંગવાની હેય જ નહિ. આપણે તેમને અવિનય અશાતના કરી હશે તે માટે આપણે તેમની નમ્રતાપૂર્વક ક્ષમાપના માંગીએ છીએ. આ ચાતુર્માસમાં દાન, શિયળ, તપ ઉપર વ્યાખ્યાનની સચોટ અસર જોવા મળી છે. ભાગ્યવાનોએ દાનને પ્રવાહ પણ ખૂબ વહાવ્યો છે. તે માટે પૂ. મહાસતીજીને તથા શ્રી સંઘના ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર માનું છું. પૂ. મહાસતીજીની એક જ ભાવના છે કે ચતુર્વિધ સંઘની કેમ ઉન્નતિ થાય, જૈન શાસનને જય થાય ને વિશેષ ઉન્નત બને. અંતમાં પૂ. મહાસતીજી ચતુર્વિધ સંઘની વિશેષ ઉન્નતિ કરે અને તેમનું સ્વાથ્ય સારું રહે એ જ શુભ ભાવના. આપે નાની ઉંમરમાં સંસારને છોડી, વરના પરમ પવિત્ર માર્ગને અપનાવી ગુરૂવર્ય રત્ન ગુરૂદેવના નામને અમર બનાવ્યું છે. તે માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. પૂ. મહાસતીજી સાહેબ વિહારમાં ખૂબ ખૂબ શાતા પામે અને નાના મોટા દરેક ક્ષેત્રમાં પુનિત પગલા કરતા કરતા ફરી વહેલા વહેલા આપણું શ્રી સંઘના આંગણે પધારે એ જ શુભ ભાવના સહિત વિરમું છું. અમૃતલાલ ટી. અજમેરા -પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી, અન્ય સતીવૃંદ તથા ભાઈ ઓ ને બહેન ! આપણુ શ્રી સંઘના મહાન પુણ્યોદયે બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી ઠાણા ૧૪ ચાતુર્માસ પધાર્યા. તે ચાતુર્માસ હવે પૂર્ણ થયું. પૂ. મહાસતીજી શુકવારે આપણને સૌને એકલા અટુલા મૂકીને વિહાર કરશે. ચાતુર્માસમાં ધમધમતે વંડો હવે સૂનકાર બની જશે. પૂ. શારદાબાઈ મહાસતીજીએ વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનને નમિરાજર્ષિને અધિકાર અને સાગરદત્ત ચરિત્ર તેમની લાક્ષણિક શૈલીમાં આત્મસ્પશી ભાવથી ખૂબ સુંદર રીતે ફરમાવ્યા છે કે જેનો રસ જનતામાં એટલે જાગ્યો કે તે સાંભળવા દૂર દૂરથી દોડીને બધા સમયસર હાજર થઈ જતા. પૂ. મહાસતીજીની વાણીમાં એ જાદુ છે કે જે શ્રોતાઓ તેમને એક વાર સાંભળે તેને બીજે દિવસે જરૂર હાજરી આપવી પડે. વ્યાખ્યાનમાં દરરોજ મોટી સંખ્યામાં માનવમેદની ઉભરાણ છે. પૂ. મહાસતીજીને દાન, શીલ, તપ, ભાવ પરના સચોટ વ્યાખ્યાનેએ લોકોમાં એવું આકર્ષણ પેદા કર્યું કે પર્યુષણ પર્વમાં તપની જોરદાર ભરતી આવી. ઉત્સાહી ભાઈ બહેનેએ ૪૫–૪૨ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી. જે સૌરાષ્ટ્ર સંઘમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy