________________
શારદા રેને
૯૩૧ સૌએ પ્રત્યક્ષ નિહાળી છે. તેઓ જ્યારે વીરવાણી ફરમાવે છે ત્યારે શ્રોતાજને ઉપર જાદુઈ અસર થાય છે. તેમણે સિદ્ધાંતના તથા વ્યાવહારિક અનેક હૃદયસ્પર્શી દષ્ટાંતે આપી આપણું શ્રી સંઘના ભાઈ–બહેને તેમજ જૈનેતર ઉપર સુંદર પ્રભાવ પાડ્યો છે. કંઈક ભાઈ બહેનો કદી ઉપાશ્રયે આવતા ન હતા તેવા યુવાન યુવકને ધર્મને મર્મ સમજાવી જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાળુ બનાવી ઉપાશ્રયે આવતા કર્યા છે.
પૂ. મહાસતીજીએ ચાતુર્માસમાં ફરમાવેલ વ્યાખ્યાનનું પુસ્તક બહાર પડે તે અનેક જૈન જૈનેતરોને લાભ મળે તેમજ અનેક દેરાવાસી ભાઈ-બહેનની પણ મૂક માંગણી હતી, તેથી શ્રી સંઘને વ્યાખ્યાન સંગ્રહ બહાર પાડવાની ભાવના જાગૃત બની, પરંતુ પૂ. મહાસતીજી સાહેબે પ્રત્યુત્તર આપ્યો કે પ્રભુની વાણી-વીરવાણીના અનેક પુસ્તક છપાઈ ચૂક્યા છે. હવે મારી જરાપણ ઈચ્છા નથી, પણ આપણું સંઘની નમ્ર વિનંતી ચાલુ રહી અને એમની સરળતા, ઊંડી સમજણના કારણે મૂક સંમતિ મળી.
પૂ. મહાસતીજીના સાનિધ્યમાં ચાર ચાર મહિના કયાં વ્યતીત થયા તેની ખબર પડી નહિ. તેમણે ચાતુર્માસ દરમ્યાન નમિરાજર્ષિ અધિકાર અને સાગરદત્ત ચરિત્ર તેમજ માનવ જીવનની સાર્થકતા શેમાં છે? શું શ્રેયકારી છે? શું પ્રેયકારી છે? તેવી મીઠી, શિખામણના મધુરતા ભરેલા, લાગણી ભરેલા શબ્દો કાનમાં ગુંજ્યા કરે છે. ચાતુર્માસ દરમ્યાન ઘાર્મિક અનુષ્ઠાન, અપૂર્વ તપશ્ચર્યા વગેરેના સ્મરણે ભૂલ્યા ભૂલાય તેમ નથી. ચાતુર્માસ પૂર્ણ થતાં પૂ. મહાસતીજી શ્રી સૌરાષ્ટ્ર સંઘ (નગરશેઠનો વંડ) છોડી પ્રભુની આજ્ઞા મુજબ વિહાર કરશે. તેમને વિદાય આપતા હૈયું કામ કરતું નથી. ભક્તિભાવથી ભાઈ-બહેનોએ પણ પૂ. મહાસતીજીના ઉપદેશને જીવનમાં વધાવી અનેરો ઉત્સાહ વધાર્યો છે. પૂ. મહાસતીજીએ શ્રી સંઘની સમક્ષ ક્ષમાપના કરી તે તેમની ઉદારતા, સરળતાના પ્રત્યક્ષ દર્શન કરાવે છે. હું પણ આપણું શ્રી સંઘ વતી પૂ. મહાસતીજીની તેમજ સતીવૃંદની ક્ષમા માંગું છું. અમારી સેવામાં, ભાવભક્તિમાં ખામી હોય અને રહે એ સ્વાભાવિક છે, પણ આપ ઉદાર ભાવનાવાળા અને સરળ સ્વભાવના છે તો અમારી ક્ષતિઓને ક્ષમ્ય કરશે. ઘણાં ભાઈ–બહેનની આંખમાં આજે અશ્રુ જોવા મળે છે તે અશ્રુ રાગના નહિ પણ તેમના ગુણના છે. તેમણે ચાતુર્માસમાં સૌની સાથે સરળતાથી, પ્રેમથી ધર્મના મર્મને સરળ ભાષામાં સમજાવી પરમ ઉપકાર કર્યો છે તે માટે મુમુક્ષુની આ અશ્રુભીની બને તે સ્વાભાવિક છે. અંતમાં પૂ. મહાસતીજી સાહેબને ખૂબ ખૂબ આભાર અને ફરી ફરી અમારા ક્ષેત્રને લાભ આપવા નમ્ર વિનંતી. આપને વિહાર નિર્વિઘપણે થાય અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં વૃદ્ધિ કરે, કરા એ જ શુભ ભાવના સહિત વિરમું છું.
જાદવજીભાઈ શાહ –જેમના વેણમાં અને નેણમાં અમી છે, જેમની વાણીમાં અપૂર્વ તેજસ્વીતા જોવા મળે છે, એવા વીતરાગ શાસનની ઝળહળતી જોત જગાવનાર પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ સતીવૃંદ અને શ્રી સંઘના ભાઈ–બહેને!