________________
સ્વ, વૃંદાવનદાસ વલભદાસ મહેતા
જન્મસ્થળ : રાજકોટ. te સ્વર્ગવાસ અમદાવાદ તા. ૨૩-૧૨-૧૯૯૦
સદ્દગત શ્રી વૃંદાવનદાસભાઈએ ગરીબીમાં જન્મ લીધેલ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લઈને વ્યવસાયે બર્મા ગયેલાં ત્યાં સારી પ્રગતી કરી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સ્વદેશ પાછી આવી અમદાવાદમાં સ્થીર થઈ કાપડને વેપાર શરૂ કરેલ અને તેમાં તેમની કુનેહુ અને ખંતથી સારા વેપાર અને આબરૂ મેળવી હતી તેઓશ્રીએ સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી મિત્રમંડળના પ્રમુખસ્થાને ૧૪ વર્ષ રહીને સમાજની ઘણી સુંદર સેવા કરી છે શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંધના કાર્યવાહક સમીતીના સભ્ય હતા ચીતાડગઢ જીલ્લામાં હિન્દુ ફસાઈને જૈન (વીરવાલ જૈન) બનાવવામાં તેમણે ઘણા રસ લીધેલો હતા..
સ્વભાવે ઘણા જ માયાળુ હસમુખા ધર્મ પરાયણ અને દયાળુ હતા.
સદ્ગતના ધર્મ પત્ની વસંતબેન તથા પુત્રો શ્રી દેવેન્દ્રભાઈ અને શ્રી વીરાજભાઈ
યથાયોગ્ય સમાજ-સેવામાં ફાળો આપી રહ્યા છે.