________________
શારદા ૨૯
બન્યા. ધર્મ પ્રત્યેની તેમની શ્રદ્ધા એટલી દઢ હતી કે તેમની ધર્મશ્રદ્ધાની પરીક્ષા કરવા દેવી આવી અને કુમારપાળ રાજાના શરીરમાં અસહ્ય વેદના ને રોગ મૂક્યો, છતાં જરાપણું ડગ્યા નહિ કે ધર્મથી ચલિત ન થયા. હેમચંદ્રાચાર્ય ગુરૂદેવ પાસેથી તેઓ ધર્મના સ્વરૂપને સમજ્યા અને ધર્મ પામ્યા તેથી તેમને તે મહાન ઉપકાર માનતા ને સેવાભક્તિ કરતા. હેમચંદ્રાચાર્યની પાલખી નીકળી ત્યારે તે સૌથી આગળ હતા. ચંદનના લાકડાથી આચાર્યશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
આચાર્યશ્રીના નશ્વર દેહને ભસ્મીભૂત થતે જોઈને કુમારપાળ રાજા નાના બાળકની જેમ પોક મૂકીને રડ્યા. હીબકા ભરીને રડવા લાગ્યા. તેમની પાસે ઉભેલા મંત્રીઓ, મહાજને, નગરજને આ જોઈને રતબ્ધ બની ગયા. બધાને આશ્ચર્ય થયું. અહ... આપણા મહારાજા આટલું બધું કેમ રડે છે? કયારે પણ તેમની આંખમાં આંસુ જોયા નથી ને આ શું? અઢાર દેશના માલિક કેમ આટલું બધું રડતા હશે ? તેમણે તે ગુરૂદેવ પાસેથી નશ્વરતાની ઘણી વાત સાંભળી છે, જન્મ છે તેનું મૃત્યુ તો નિર્માણ થયેલું છે. જે ખીલે છે તે કરમાવાનું છે. જગતના સર્વ પદાર્થો નશ્વર છે. શાશ્વત એક આત્મા છે. આવું જાણવા છતાં આટલું બધું કેમ રડતા હશે? મહારાજા બધાના મનના ભાવ સમજી ગયા. તેમણે બધાને શાંત પાડીને કહ્યું- મારા પરમ ઉપકારી ગુરૂદેવ કાળધર્મ પામ્યા તેથી મારા દિલમાં આઘાત છે, દુઃખ જરૂર છે પણ તેથી હું રહેતું નથી. એ ગુરૂદેવ તે સમની મહાન સાધનાથી સદગતિને પામ્યા છે. હું સમજું છું કે જન્મ છે તેનું મૃત્યુ
તે અવશ્ય છે, પણ હું મારી જીવનભરની અક્ષમ્ય બેવકુફી ઉપર રડી રહ્યો છું. કે મહારાજા ! આપની એવી શું ભૂલ છે? રાજાએ કહ્યું-મને ખબર છે કે ગુરૂદેવને રાજપિંડ આહાર ખપતું નથી. ભગવાને દશવૈકાલિક સૂત્રમાં બાવન અનાચાર દોષ બતાવ્યા છે. જેનું સાધુ કયારે પણ આચરણ કરે નહિ ને કરે તે અનાચાર દોષ લાગે. તેમાં આ પણ એક બેલ છે. “ ” (રાજપિંડ) વીતરાગી સંત જે રાજપિંડ આહાર લે તે તેને અનાચાર દેષ લાગે. કુમારપાળ રાજા કહે છે કે હું જાણું છું કે મારા ગુરૂદેવને રાજપિંડ આહાર ન ખપે, છતાં હું રાજા તરીકે રહ્યો. મેં રાજાનું પદ ન છેડયું. મેં રાજસત્તા વહાલી કરી પણ ગુરૂભક્તિ વહાલી ન કરી. મને રાજ્યને મોહન છૂટયો ત્યારે ને ? મને ખબર ન હોત તો આટલું દુઃખ ન થાત, પણ હું જાણું છું છતાં મેં આવું કર્યું? અરે, રંક બનીને હું કઈ ઝુંપડાને રહેવાસી બન્યું હોત તે મારા અન્નપાણુ તે એ ઉપકારી ગુરૂદેવને વહરાવી શકત ને ! મારા આંગણે એ પરમ ઉપકારી ગુરૂદેવના પુનિત પગલા થાત ને! મને દાન દેવાને અમૂલ્ય લાભ મળતો ને ! મારા પર જેમને અનંત ઉપકાર છે, માર્ગ ભૂલેલાને માર્ગે ચઢાવી જેમણે મારા પર અસીમ કૃપા કરી છે એવા ગુરૂદેવને આહાર–પાણી વહેરાવવાના લાભથી પણ વંચિત રહી ગયે ને! હું કે કમભાગી ! કેવો કમનસીબ ! કેવો અભાગી ! રાજ્યના લેભે આ મહાન લાભ પણ ગુમાવી દીધા. હું એટલી પણ સેવા ન કરી શક્યો? મારી આ