________________
શારદ રત્ન
૯૦૫
તો જીવનનું સાચું મૂલ્ય સમજ્ય કહેવાય. જ્યારે ભારત દે .ઝાદ થયો ત્યારે વીર સૈનિકોનું કેટલું શૂરાતન હતું કે ભલે અમે ખપી જઈ એ પણ અમારે દેશ તે સ્વતંત્ર થવો જોઈએ. માથું મૂક્યા વિના માલ ન મળે.
નમિરાજે કર્મ સંગ્રામમાં માથું મૂકી દીધું, છેવટે ઈન્દ્રનો પરાજ્ય થયો તેથી રાજર્ષિના ચરણમાં પડી તેમની સ્તુતિ કરે છે. ધન્ય છે ધન્ય છે તમને ! તમારો વિજય થયો. સત્યને સત્ય કહેવું પડે. માનવી કદાચ માન-માયાને વશ થઈને અસત્ય બોલે પણ છેવટે નમ્યા વિના છૂટકે થતો નથી, તેમ ઈન્દ્ર નમી પડયા ને આશીર્વાદ આપતા બેલ્યા.
इह सि उत्तमो भन्ते, पच्छा हाहिसि उत्तमो।
लोगुत्तमुत्तम ठाण, सिद्धिगच्छसि नीरओ ॥५८॥ હે ભગવાન ! આપ આ લેકમાં ઉત્તમ છે ને પરલોકમાં પણ ઉત્તમ થશો તથા કર્મ રૂપી રજથી રહિત થઈને લોકમાં પરમ ઉત્તમ જે મોક્ષ સ્થાન છે તેને તમે પ્રાપ્ત કરશો.
ઈન્દ્ર કહે છે હે ભન્ત ! આપ આ લેકમાં તે ઉત્તમ ગુણોવાળા છે ને પરલોકમાં પણ ઉત્તમ બનવાના છો. આ જ ઈન્દ્ર પહેલા નમિરાજને શું કહેતા હતા ? હે નસિરાજ! તમે તે કાયર છો. દીક્ષા કોણ લે ? જે સંસાર ચલાવવામાં કાયર હોય તે દીક્ષા લે. હવે ઈન્દ્ર શું કહે છે? હે ભગવાન ! મને ખાત્રી છે, વિશ્વાસ છે કે આપ મોક્ષમાં જવાના છો. રાજર્ષિની વિશુદ્ધ ઉત્કૃષ્ટ પરિણામધારાથી તે મોક્ષમાં જશે એમ નિશ્ચય થતાં તે રાજર્ષિને ભગવાન શબ્દથી સંબોધન કરે છે. તે કહે છે કે આપ આલેકમાં તે ઉત્તમ છે અને પરલેકમાં પણ ઉત્તમ થશે એટલે સિદ્ધ ગતિને પામશો. દેવલોકમાં જાય તે ત્યાંથી પાછું આવવું પડે પણ આપ એવા સ્થાનને પામશો કે જ્યાંથી પાછું આવવું ન પડે. આ ઉત્તમ સ્થાન ક્યાં આવ્યું ? આપને ખબર છે?
ઉત્તમસ્થાન એટલે મોક્ષ. તે લોકને છેડે અને અલોકને માથે છે. જ્યાં છે દ્રવ્યોની અસ્તિ છે તેને લોક કહેવાય અને જ્યાં છ દ્રવ્યો નથી પણ માત્ર એક આકાશ છે તેને અલોક કહેવાય. લેકમાં ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય આપણને ચાલવામાં સહાય કરે છે. અધર્માસ્તિકાય ઉભા રહેવામાં, આકાશાસ્તિકાય જગ્યા આપવામાં સહાય કરે છે. કાળ દ્રવ્ય સમયનું માપ બતાવે છે. તે અઢીદ્વીપમાં સૂર્ય–ચંદ્રના ફરવાના સમયથી લઈને પલ્યોપમ, સાગરોપમ આદિના પ્રમાણનો નિશ્ચય થાય છે, તેથી અઢીદ્વીપને સમયક્ષેત્ર પણ કહે છે. જ્ઞાન-દર્શન ચારિત્ર-તપ-સુખ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સડન–પડન એ બધા પુદ્દગલના લક્ષણ છે. આ છ દ્રવ્ય લોકમાં છે. જીવ જ્યારે સર્વ કર્મોથી રહિત બને છે ત્યારે લેકના છેડે જઈને રોકાઈ જાય છે, કારણ કે જીવ ધર્માસ્તિકાયના આધારે ગતિ કરે છે અને ધર્માસ્તિકાયની સત્તા લોકથી આગળ નથી, તેથી, મુક્ત જીવ લેકને છેડે જઈને અટકી જાય છે. એવા ઉત્તમ સ્થાન સિદ્ધ ગતિને તમે પામશા. જ્યાં અનંત અવ્યાબાધ શાશ્વત સુખ છે. આપને મારા કોટી કોટીવાર વંદન હો.