________________
૯૦૪
શાદી રત્ન છું? હે નરાધિપ ! આપની કૃપાથી મારા પુત્રના લગ્નનું કાર્ય તે ખૂબ આનંદથી પતી ગયું છે, પણ હવે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. હવે શેઠ કેવી રીતે રાજા પાસે પોતાની વાત રજુ કરશે ને રાજી કેવી રીતે તે દુઃખ દૂર કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૧૦૩ કારતક સુદ ૧૩ ને સેમવાર
તા. ૮-૧૧-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આ સંસારમાં દરેક જી પ્રગતિ ઈરછે છે. માનવ માત્ર ઉન્નતિ, પ્રગતિ, ક્રાંતિ અને વિકાસને માટે પ્રયત્ન કરે છે. આજે બધા બોલે છે કે અમે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. રેકેટ, પ્લેને આદિ વાહનોથી માનવ આકાશમાં ઉડવાને પ્રયત્ન કરે છે પણ છેવટે શું? એ સુખ આપનારા સાધને ઘણીવાર ભયંકર વિનાશ સર્જી દે છે. - જ્ઞાની ભગવંતો કહે છે કે સુખના બે પ્રકાર છે. એક અંતરાત્માનું સુખ અને બીજું પુણ્યથી મળતું સુખ. અંતરાત્માનું સુખ એવા પ્રકારનું છે કે જેને મેળવવા આત્માને ભગીરથ પુરૂષાર્થ કરે પડે છે. તે સુખ મળ્યા પછી કયારેય જતું નથી. પુણ્યથી મળતું સુખ એવા પ્રકારનું છે કે જે થોડી મહેનતે મળે છે. એને મેળવવા માટે વધુ પુરુષાર્થની જરૂર પડતી નથી. એ સુખ ભેળવવામાં સારા લાગતા હોય પણ અંતે દગો દેનાર છે. એ સુખ કયારે ચાલ્યું જશે તેને ભરોસો નથી. એક વાત તે નક્કી છે કે સુખ તે શાશ્વત હોવું જોઈએ. એક વખત મલ્યા પછી જેને અંત નહિ. આત્માનું અખંડ અને નિત્યસુખ મેળવવા માટે જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા છે. સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ. આ ઉપાયોને જે માનવી હાથ ધરે તે જરૂર અખંડ શાશ્વત આત્માનું સુખ મેળવી શકે.
જેમને આત્માનું સુખ મેળવવાની લગની લાગી છે એવા નમિરાજર્ષિ ઈન્દ્રની પરીક્ષામાં પાસ થયા તેથી ઈન્દ્ર તેમના ચરણમાં મૂકી પડયા. સોનું અગ્નિમાં પડે ત્યારે તેનું મૂલ્ય થાય છે, હીરો સરાણે ચઢે ત્યારે તેને મૂલ્ય અંકાય છે. નમિરાજ ઈન્દ્રની પરીક્ષાની સરાણે ચઢ્યા ત્યારે તેમના મૂલ્ય થયો, અને ઈન્દ્ર તેના ચરણમાં નમી પડયો. આજે માનવીને મૂલ્ય કરાવવું, બહુમાન કરાવવું ગમે છે પણ કસોટીની સરાણે ચઢવું ગમતું નથી. માટીને ઘડે બનતા પહેલા ઘડાએ કેટલા કષ્ટ વેઠયા, ઘડો બની ગયો પણ જ્યાં સુધી તે અગ્નિમાં પરિપક્વ થતું નથી ત્યાં સુધી ઘડાના મૂલ્ય અંકાતા નથી, જ્યારે અગ્નિ પરીક્ષામાંથી બહાર આવે ત્યારે તેના મૂલ્ય અંકાય છે. આ માનવજન્મ આર્યભૂમિ, આર્યકુળ, જૈનધર્મ અને જિનશાસન બધું મળ્યા પછી જીવન જે રંગરાગમાં, પાપની પ્રવૃત્તિમાં ગુમાવો તે તે જીવનના મૂલ્ય નહિ થાય. આ જીવન દ્વારા કર્મો ખપાવી મેક્ષ મેળવવા પુરૂષાર્થ કરીએ અને તે માટે જે કષ્ટ સહન કરવું પડે તે કરીએ,