SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ શા સાગર શક્તિ કેટલી? હનુમાન કહે છે માતા! તેં બાર બાર વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી જે પુત્રને જન્મ દીધું છે તે શું માયકાંગલે કે શિયાળીઓ છે? કે સિંહણને જા સિંહ છે. તું જે ખરી કે મારામાં કેવી શક્તિ છે. હું નાનું હતું ને વિમાનમાંથી પડી ગયા ત્યારે મારી શકિત તેં નથી જોઈ? તું ગમે તેમ કહે પણ મારે પિતાજીને તે યુદ્ધમાં મોકલવા નથી. હું જ જવાને છું. લડાઈમાં જવા માટે હનુમાનકુમારની મક્કમતા જોઈ અંજના ધ્રુસ્કે રડે છે" - હનુમાનની વાત સાંભળીને અંજના ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અંજનાએ ઊંડું આલોચીયું, મનમાંહે ઉપન્યો અતિ ઘણે શાચ તે, રાજા જાય તે રણુ રહે, કુંવર માહરે નહિ વરૂણની તેલ તે સતી રે તે મનમાં વિચાર કરે છે કે મારે શું કરવું? મારે તે પતિ અને પુત્ર બંને આંખો સમાન છે. જે પતિને જવા દઉં ને કદાચ યુદ્ધમાં રહી જાય તે પણ મને દુઃખ છે. જે દીકરાને જવા દઉં છું તે તે હજુ ના ફૂલ જેવો છે. ઉગીને ઉભે થાય છે. વરૂણ અને તેના પુત્ર મહાબળવાન છે. અંજના ખૂબ રડે છે. પતિને પણ જવા દેવાની તેની ઇચ્છા નથી, પણ જે પતિ કે પુત્ર ન જાય તો ક્ષત્રિયપણું લાજે છે. અંજનાની આંખમાંથી આંસુ સુકાતા નથી. ત્યારે હનુમાન કહે છે માતા ! વીરમાતાને આવું કરવું ન શેલે, તારે તે વીરમાતાને છાજે તે રીતે મને વિદાય આપવી જોઈએ. તું નિશ્ચય માનજે કે આ તારે પુત્ર વિજય મેળવીને ક્ષેમકુશળ પાછે આવશે. તું રડવાનું છેડીને મને આશિષ આપે. છેવટે બધાએ અંજનાને ખૂબ સમજાવી અને હનુમાનકુમાર યુદ્ધમાં જવા તૈયાર થયા. સૈન્ય શસ્ત્રથી સજજ થયું. યુદ્ધની શેરીઓ વાગી ને હનુમાનકુમાર યુધ્ધ જવા હાથી ઉપર બેઠા ત્યારે અંજનાએ હનુમાનકુમારના કપાળમાં કંકુનું તિલક કરીને આશીર્વાદ આપ્યા. યુધે જતી વખતે અંજનાએ હનુમાનના સામું જોયું તો તેના મુખ ઉપર અલૌકિક ક્ષાત્ર તેજ ઝળકે છે. જરૂર વિજય મેળવશે તેમ અંજનાને શ્રદ્ધા થઈ. હવે હનુમાનકુમાર માતાપિતાની આશિષ લઈને રતનપુરથી રવાના થયા. હવે લંકા જઈને યુદ્ધમાં જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૮ કારતક સુદ પુનમ ને મંગળવાર તા. ૧૮-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! મક્ષ માર્ગના પથદર્શક, રાગ-દ્વેષના વિજેતા, સર્વજ્ઞ, સર્વદશી ભગવાન બેલ્યા છે કે દુનિયાના તમામ ચેતન પ્રાણીઓમાં માનવનું સ્થાન મહત્વનું છે. આ સંસારમાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy