SearchBrowseAboutContactDonate
Page Preview
Page 991
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર શારદા સાગર ચરિત્ર: માતા પિતા હનુમાનકુમારને જ્ઞાન આપી રહ્યા છે - સતી અંજનાજીએ તેના જીવનમાં કેટલા કષ્ટ વેઠયા! આ સંસારમાં દરેકને જીવનમાં વિદને તે આવે છે પણ જે કાયર હોય છે તે વિદને આવે ત્યારે શિયાળ જે બની જાય છે. અને જે પૈર્યવાન હોય છે તે વિદને આવે કે કષ્ટ પડે ત્યારે ધૈર્યતાપૂર્વક તેનો સામને કરે છે, ને આગળ વધે છે. ગુણીયલ આત્મા-ઉ૫ર જગત પ્રહારો કરે પણ તે પૈર્યતા ન છોડે. અંજના જેવી મહાન પવિત્ર સતી ઉપર પ્રહારે ૫ડવામાં બાકી ન રહ્યા પણ સતીએ ધીરતાથી અને વીરતાથી આપત્તિઓને સમભાવે સામનો કર્યો તે દુઃખના ઝંઝાવાતે શમી ગયા ને તેના જીવનમાં સ્વસ્થતા અને આનંદ પ્રાપ્ત થયે ને સૌ આનંદથી રહેવા લાગ્યા. પવનજીએ હનુમાનકુમારને ભિન્ન ભિન્ન કળાઓનું શિક્ષણ આપવા માટે મોટા હોંશિયાર આચાર્યોને રોક્યા હતા અને પવનજી પોતે પણ હનુમાનના શિક્ષણ ઉપર ધ્યાન આપતા હતા. સર્વ જાતની શસ્ત્રકળા અને યુદ્ધકળા પણ હનુમાનને શીખવવા માંડી. હનુમાનનું બળ અને બુદ્ધિ અજોડ હતા. તેમાં પદ્ધતિસર જ્ઞાન મળતાં તેમની શકિત અજોડ બની ગઈ. આ બધા જ્ઞાનની સાથે સતી અંજનાજી હનુમાનને આત્મજ્ઞાન આપવા લાગ્યા. ને તેને આત્માનું મૂળ સ્વરૂપ તેમજ પુણ્ય પાપનું સ્વરૂપ સમજાવ્યું અને કર્મોની સામે ઝઝૂમી આત્મકલ્યાણ કરવા માટે જિનેશ્વર ભગવાનને માર્ગ બતાવ્યું. સાથે મહાન પુરૂષેના ચરિત્ર પણ હનુમાનને સંભળાવતી હતી ને હનુમાન પણ તે સાંભળવામાં તલ્લીન બની જતો. હનુમાન મેક્ષગામી જીવ હતો એટલે આવી આત્માની, ધર્મની વાત સાંભળીને તેનું હૈયું હર્ષથી નાચી ઉઠતું. તેના અંતઃકરણમાં વીતરાગ પ્રભુને રાગ જાગી ઉઠતે હતે. આ રીતે પવનજી, અંજના અને હનુમાનના દિવસે પસાર થતાં હતાં ને રતનપુરીમાં આનંદ છવાઈ રહ્યો હતે. બીજી તરફ લંકાપતિ રાવણ વરૂણ ઉપર વિજ્ય મેળવવા માટે ચિંતા કરતો હતે. તેનું અભિમાની મન વરૂણ ઉપર વિજય મેળવવા માટે તલસી રહ્યું હતું. પહેલાં આપણે વાત આવી ગઈ કે પવનછ અંજનાને મૂકીને યુદ્ધમાં ગયા હતા ત્યારે વરૂણની સામે રાવણને પક્ષ લઈને ગયેલા. અને પવનજીએ વરૂણ સાથે મિત્રતાને સબંધ બાંધીને મોટે માનવસંહાર અટકાવ્યા હતા. પણ રાવણ વરૂણ જેવા એક સામાન્ય રાજાને પરાજિત ન કરી શક્યા તેથી તેના ચિત્તમાં ચિંતાની ચિનગારી જલી રહી હતી. જો કે બહાનું મળી જાય તે ફરીને વરૂણની સામે યુદ્ધ કરીને વરૂણને હરાવી પિતાને આધીન બનાવી પિતે મોટે મહારાજા બનવાની મહેચ્છા પૂર્ણ કરવાને ઝંખી રહ્યો હતે. “અભિમાન કેટલું પતન કરાવે છે" - એક વખત રાવણ તેને શયન ખંડમાં સૂતો હતો પણ તેને ઉંઘ આવતી નથી. એટલે ઉઠીને દ્વારપાળને મોકલીને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy