SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શારદા સાગર જીવને સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ કદાચ ન થઈ હોય પણ જે તેનું જીવન આ શેઠ જેવું હશે તે માગનુસારી ગુણ અવશ્ય પ્રગટ થયેલ છે. જ્યાં ગુણ પ્રગટે ને સહેજ નિમિત્ત મળે તે ત્યાં જ પામી જાય છે. શ્રેણીક રાજા મંડીકક્ષ બગીચામાં ગયા ત્યારે માત્ર દેહના આનંદ માટે ગયા હતા. તેમને સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થઈ ન હતી. હવે તે કે આત્મિક આનંદ પ્રાપ્ત કરીને આવશે તે વાત આગળ આવશે. જ્યાં બગીચામાં પગ મૂક્યો ત્યાં અલૌકિક શીતળતાનો અનુભવ થવા લાગ્યો. એના મનમાં થયું કે આજે મારું અંતર અને આનંદ અનુભવે છે તેનું કારણ શું? બંધુઓ ! આ બગીચામાં કઈ જેવા કેવા સામાન્ય સંત ન હતા. મહાન સંત હતા. ખૂબ પ્રભાવશાળી ને ચારિત્રવાન હતા. સાચા ચારિત્રની છાપ જુદી જ પડે છે. દુનિયામાં ગુરૂ તે ઘણું હેય પણ વીતરાગના સતની તેલે કઈ ન આવે. કહ્યું છે કે- કાણે ચ કાઢે તરતા યથાસ્તિ, દુધે ચ દુધે તરતા યથાસ્તિ જલે જ ચાં તરતા યથાસ્તિ, ગુરુ ગુરી ચાં તરતા યથાસ્તિ છે લાકડા લાકડામાં ફેર છે, સાગનું, સીસમનું, બાવળનું બધું લાકડું છે. પણ તેની કિંમતમાં ફેર છે. દૂધ દૂધમાં પણ ફેર છે. ગાયનું, ભેંસનું, થરનું ને આકડાનું દૂધ છે, પણ ગાય કે ભેંસનું દૂધ માણસના શરીરને પુષ્ટિકારક છે. જ્યારે આકડાનું ને થરનું દૂધ પીવે તે માણસ મરી જાય છે. તે જ રીતે પાણી પાણીમાં પણ અંતર છે. તમે દેશમાં જાવ છો ત્યાં અનુભવ થતું હશે કે જેટલું ખાવ તેટલું પાચન થઈ જાય. કારણ કે દેશનું પાણી હલકું હોય છે. હલકું પાણી બરાક પાચન કરાવે છે. સૌરાષ્ટ્રનું પાણી છાતીને મજબૂત કરે છે. શરીરમાં બળ આપે છે આ મારે જાત અનુભવ છે આ રીતે પાણી પાણીમાં પણ ફેર છે તે રીતે સંત સંતમાં પણ મોટું અંતર રહેલું છે. સાચા ગુરૂઓ તેમના શરણે આવનારને તારે છે ભેગ વિષયોનું વમન કરાવી તેને સાચે રાહ બતાવે છે કુગુરૂઓ સંસારમાં ડૂબાડે છે ગુરૂ કરે તે જોઈને કરજે. બહેને ચાર આનાની માટલી ખરીદવા જાય તે ટકોરા મારીને ખરીદે છે આજે તે સાધુ જેમ કહે તેમ “હા જી હા” કારણ કે શ્રાવકે એટલા તૈયાર નથી. તમે સાચા શ્રાવક જે તૈયાર થશે તે કંઈક સાધુને સડો દૂર થશે સાધુ પણ સમજી જાય કે આ શાસ્ત્રનો જાણકાર શ્રાવક મારી સામે બેઠો છે ગમે તેમ નહિ ચાલે મારી ભૂલ તરત પકડી પાડશે આવા તૈયાર શ્રાવક હોય તે જિનશાસન ઝળકતું બને. શ્રેણીક રાજા મેડિકક્ષ બગીચામાં જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમના અંતરને ઉકળાટ શાંત થતો ગયો. બગીચાની શોભા જોતાં જોતાં મધ્ય ભાગમાં આવ્યા ત્યાં તેમણે શું જોયું?
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy