________________
૯૧૮
શારદા સાગર સંસારી આત્મા બ્રહ્મચર્ય, તપ અને સંયમ દ્વારા પ્રબળ પુરૂષાર્થ કરીને જ્યારે કર્મના બંધનને તેડી નાંખે છે ત્યારે તે પણ પરમાત્મા બની જાય છે.
અનંતકાળથી કર્મરૂપી લૂંટારાઓએ આત્મારૂપી શાહકારનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી ધન લુંટીને તેને બંધનમાં બાંધી રાખે છે, અને એની (આત્માની) દશા એવી કરી નાંખી છે કે એ લૂંટારાના ભયના કારણે આત્મા પોતાની શકિતને ભૂલી ગે છે. અનંત શક્તિને સ્વામી હોવા છતાં આત્મા કમની સામે રાંકડો બની ગયું છે. જેવી રીતે સિંહનું બચ્ચું જન્મથી બકરીઓના બચ્ચાની સાથે રહેવાથી પિતાના સિંહત્વના શૌર્યનું ભાન ભૂલીને બકરીના બચ્ચા જે બની જાય છે. પણ જે ક્યારેક તે સિંહની ગર્જના સાંભળે છે ત્યારે તે પિતાના સ્વરૂપને સમજી જાય છે ને બકરાનું ટોળું છોડી વનમાં પડી જાય છે. તેવી રીતે જીવ પણ કર્મના કારણે પિતાની શકિતને ભૂલી ગયા છે. પણ પરમ કૃપાળુ વીતરાગ ભગવાન સિંહનાદ કરીને જગાડે છે કે હે ભવ્ય છે. તમે પિતે અનંત શકિતના અધિપતિ છે. તમે તમારી શક્તિનું માપ કાઢે. જાગે અને પુરૂષાર્થની પગદંડી ઉપર પ્રયાણ કરીને કમરાજાની પરતંત્રતાની બેડીઓને તેડી નિષ્કર્મ બની આત્મ સ્વરૂપની જ્યોતિના દર્શન કરે. વીતરાગના ઉપદેશરૂપી સંજીવનીનું પાન કરીને કંઈક જી પિતાના સ્વરૂપનું દર્શન કરી પોતાના પુરૂષાર્થ દ્વારા કર્મની જંજીરમાંથી મુકત બની ગયા છે.
બંધુઓ! કર્મથી મુક્ત થવા માટે પહેલા કર્મના સ્વરૂપને જાણવું જોઈએ. કર્મના સ્વરૂપને જાણ્યા વિના તેને ક્ષય કેવી રીતે કરી શકાય? જેવી રીતે કઈ શત્રુને પરાજિત કર હોય અગર તેનું નિકંદન કાઢવું હોય તે પ્રથમ તેનું સ્વરૂપ, તેની શક્તિ અને તેના છિદ્રોને જાણી લેવા જરૂરી છે. એ જાણ્યા વિના શત્રુઓ ઉપર વિજય મેળવો મુશ્કેલ છે. તેવી રીતે કર્મ શત્રુઓને પરાજિત કરવા માટે પણ તેના સ્વરૂપને જાણીને તેને પરાજિત કરવાના ઉપાય કરવા જોઈએ. સૂત્રમાં બે પ્રકારના કર્મો બતાવ્યા છે. (૧) અગ્રકર્મ અને મૂલકર્મ. અગ્રકર્મ કેને કહેવાય? જેનું મૂળ ઊંડું ન હોય અને જેને સહેલાઈથી ઉખેડી શકાય છે તે અગ્નકર્મ છે. જેમ કે ઘાસ અને લતાને ઉખેડતા મહેનત પડતી નથી. કારણ કે તેના મૂળ ઊંડા હોતા નથી. તેમ અગ્રકર્મ એટલે કે ચાર અઘાતી કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર કર્મોનો ક્ષય કરવા મહેનત કરવી પડતી નથી. હવે બીજું મૂલકર્મ કોને કહેવાય? ઊંડા મૂળવાળા વૃક્ષને કઠીનાઈથી ઉખાડી શકાય છે તેવી રીતે જે કર્મો કઠીનાઈથી ક્ષય થાય છે તેને મૂલકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર મૂલકર્મ છે. જેને આપણે ઘાતકર્મ કહીએ છીએ.
આઠ કર્મોમાં મેહનીય કર્મ સૌથી બળવાન છે. તેને ક્ષય થવાથી બાકીના સાતે ય