SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૯૧૭ દિલ જીતી લીધા છે. નાનકડો હનુમાનકુમાર વિદ્યા ભણે છે. તેની બુદ્ધિ ઘણી હતી. એટલે જલ્દી વિદ્યા ભણી લેતો હતો. ભણતાં ભણતાં પુરૂષની ૭૨ કળામાં પારંગત થયા. વાનરવિદ્યા શીખે. તે સિવાય બીજી પણ ઘણું વિદ્યાઓ શીખ્યા હતા. પવનજીએ પિતાના બાહુબળથી બીજાં ઘણાં રાજ્ય મેળવ્યા હતા. એટલે મોટા પૃથ્વીપતિ સમ્રાટ રાજા બની ગયા. આખી પૃથ્વીનું રાજ્ય પિતે આનંદથી ભેગવવા લાગ્યા. તેમનું પરાક્રમ, શૌર્ય અને રાજ્ય ચલાવવાની કુશળતાને કારણે ચારે દિશામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ હતી. પવનજી અને અંજના આનંદથી રહે છે. પણ સાથે પવનજી વસંતમાલાની પણ ખૂબ સંભાળ રાખતાં હતા. કંઈ કાર્ય કરવું હોય તે અંજના અને વસંતમાલા બંનેની સલાહ લેતાં હતાં, કારણ કે પવન વસંતમાલાને પોતાની ઉપકારી માનતા હતા. અંજના સતીના માથે દુખના ડુંગરા તૂટી પડ્યા ત્યારે એક વસંતમાલા જ તેનું રક્ષણ કરનારી હતી. બીજી ઘણી સખીઓ હતી. પણ તેમાંની કઈ દુઃખ વખતે સાથ દેવ આવી ન હતી. દુઃખ વખતે તે વસંતમાલા જ ઉભી રહી હતી. અંજનાની સાથે તેણે પણ દુઃખ વેઠવામાં બાકી રાખ્યું ન હતું. એટલે પવન વસંતમાલાનું ખૂબ માન સાચવતાં હતા. અને આનંદથી રહેતા હતા. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૦૪ કારતક સુદ ૧૧ ને શુક્રવાર તા. ૧૪-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને, અનંત કરૂણાનિધી ભગવતે જગતના જાને ઉપદેશ આપતાં કહે છે કે – બસ 7 મુ 7 વિ જ ઘીર, વિયાનું નિવમલી ૧ હે ભવ્ય જીવો! તમે મલકર્મના અને અગ્રકર્મના સ્વરૂપને સમજીને તેને આત્માથી અલગ કરે. જ્યારે તમે કર્મના બંધનેને તેડી નાંખશે ત્યારે કર્મરહિત બનીને પિતાના આત્માના યથાર્થ સ્વરૂપને જોઈ શકશે. કારણ કે સંસારમાં સમસ્ત ઉપાધિઓનું મૂળ કારણ કર્મ છે. ભગવાન આચારંગ સૂત્રમાં બોલ્યા છે ૩વાઠુિં નાથદ્ ા કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે. કર્મના કારણે આ સંસારમાં અનેક પ્રકારની વિવિધતા અને વિચિત્રતા દેખાય છે. સંસારના પ્રવાહનું કારણ કર્મ છે. કર્મના સંચયને કારણે ભવની પરંપરા વધે છે. એટલે સંસારને પ્રવાહ વહ્યા કરે છે. કર્મના કારણે સંસાર અને મોક્ષમાં ભેદ છે. બાકી નિશ્ચય રષ્ટિથી જોઈએ તો સિદ્ધના આત્માનું અને સંસારી આત્માનું સ્વરૂપ તે સમાન છે. પણ બંનેમાં ભેદ કરાવનાર જે કઈ હોય તે તે કર્મ છે. સિદ્ધ ભગવંતે આત્મા કર્મના કલંકથી મુક્ત બને છે. અને સંસારી આત્મા કર્મમલથી લેપાયેલે છે,
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy