________________
૯૧૪
.
શારદા સાગર ફેરવતી બલી- નેહલ! હવે બોલતે બંધ થા. મારી સુધા કદી એવું કરે તેવી નથી. ઉતાવળમાં દવાની બાટલીને બદલે બીજી બાટલી લઈ લીધી હશે. બાકી જાણીને કોઈ અનિલને ઝેર પીવડાવવા જાય ખરું? એ વાત મારા માનવામાં આવતી નથી. અણસમજણમાં ભૂલ થઈ ગઈ હોય તે તેના ગાણાં ગાવાના ન હોય. આ વાત આપણા ત્રણ સિવાય ચેથાના કાને જવી ના જોઈએ. તેનું તું ધ્યાન રાખજે. સુધા તે હજુ બાળક છે. એ કંઈ મોટી થઈ ગઈ છે. એક બાળાની આવી નાનકડી ભૂલને જાહેર કરીને તેને હલકી પાડવાથી તેની જિંદગી ધૂળ થઈ જાય. માટે આ વાત બંધ કર.
બંધુઓ! વનિતાની વાણીમાં કેટલી મધુરતા છે! એ બધી વાત સમજી ગઈ હતી છતાં સ્નેહલ અને સુધાને શાંત કરવા માટે સુધા પ્રત્યે સહેજ પણ દ્વેષ રાખ્યા વિના કેવા મધુર શબ્દ બેલી! પવિત્ર આત્માઓની વાણુ સ્વભાવથી સ્નેહ, દયા, કમળતા અને સરળતાથી ભરપૂર હોય છે. મધુર વાણી અને સ્નેહભરી અમીદષ્ટિ ઉદાર હાથે આપેલા દાન કરતાં પણ વધુ અસરકારક નીવડે છે. હૃદયમાંથી નીતરતી મધુર વાણી અને પ્રેમભરી દષ્ટિમાં ધર્મનું નિવાસસ્થાન છે. નમ્રતા અને પ્રેમભરી વાણી એ બે માનવીના સુંદર અલંકાર છે. તમારા વિચાર જે શુદ્ધ અને પવિત્ર હશે, અને વાણી જે નમ્ર અને નેહાળ હશે તે તમારી પાપવૃત્તિને નાશ થશે અને ધર્મની ભાવના વધશે. સેવાભાવને દર્શાવતી નેહાળ વાણી આ લેકમાં તેમજ પરલેકમાં બંને સ્થળે લાભદાયી નીવડે છે. નેહાળ વાણીથી શત્રુ પણ મિત્ર બને છે. આ મધુરી વાણીમાં મહાન લાભ રહેલ છે.
ભાભીમાના મીઠા વહાલભર્યા શબ્દો સાંભળીને સુધાના હૃદયમાંથી ભય ચાલ્ય ગ. તે શાંત થઈ ગઈ. પણ સ્નેહલ કહે છે ભાભીમા! તમે આ શું બોલે છે? આ નાની સૂની ભૂલ છે. મારે હવે સુધા ના જોઈએ. વનિતા કહે છે સુધા આપણી સાથે રહેશે. ભાભીમા! તમે શું બોલે છે? એ તો આપણું માથે ઝૂલતી તલવાર છે. ભાભીમાં કહે છે. સુધા હવેથી એવી ભૂલ નહિ કરે. તેની મને ખાત્રી છે. તારા વચનરૂપી બાણથી એ બિચારી વિંધાઈ રહી છે. હવે તું બેલવાનું બંધ કર, તું મને કહેતું હતું કે પાપને ધિકકારે. પાપીને નહિ. શું તું એ વાત ભૂલી ગયે? હવે તું તેને તિરસ્કાર ન કર. તેને સ્વીકાર કર. આજથી સુધા મારા અનિલની ભાભીમા બનશે. ભાભીમાના આ શબ્દોએ સુધાનું હદય ભીંજવી નાંખ્યું. ભાભીમાની સરળતા, ઉદારતા અને કરણ જોઈને તે ઠંડી થઈ ગઈ અને ભાભીમાના ખેળામાં માથું મૂકીને તેણે હૃદયપૂર્વક માફી માંગી. પશ્ચાતાપના આંસુથી ભાભીમાના ચરણ ભીંજવી નાંખ્યા ને ગદ્દગદ્દ કંઠે બેલી. ભાભીમા! આપ આવા વિશાળ ને પવિત્ર છે તેની મને આજે ખાત્રી થઈ. ખરેખર! મારી અણસમજણ ન હતી પણ ઈરાદાપૂર્વક મેં અનિલભાઈને મારી નાંખવા માટે આ કામ કર્યું હતું.