SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૯૧૩ હાય આ બધું જોઈ ગયા હશે તો? એ મૂંઝવણથી ગભરાઈ ગઈ. છતાં પિતાનું પાપ છુપાવવા શાહ થઈને હિંમતથી બેલી કે અરે! તમે આ શું કરે છે? ભાઈને દવા તે પીવા દે. | માયાને પડદે ખુલ્લો થયો - સુધાના શબ્દો સાંભળી નેહલના કેધને પાર ન રહ્યો. અને સુધાના ગાલ ઉપર ચાર તમાચા માર્યા. અને જોરથી બેલી ઉઠયે. આ તે દવા કે ઝેર? તું આટલી બધી નિર્દય અને ક્રૂર છે તેની તે મને આજે ખબર પડી. ચાલી જા તારે પિયર. હવે આજથી હું તારે પતિ નથી. ત્યારે સુધાએ કહ્યું કે તમે વગર જાણ્યું ને વગર પૂરાવે મને શા માટે બદનામ કરે છે? બાટલી બહાર રહી ગઈ હતી ને કબાટ ખુલ્લો હતો. સ્નેહલ કહે છે કે આ ખુલે કબાટ અને આ બાટલી આ પુરા નહિ તો બીજું શું છે? મેં મારી નજરે તારું કાવવું જોયું છે. નેહલને જરથી બેલતે સાંભળી ભાભીમાં સ્નાન કરતાં જલ્દી બહાર આવ્યા. એક તરફ દવા ઢળાઈ ગયેલી છે. સુધા રૂમની બહાર ઉભી છે. આ જોઈને ભાભીમા તે વિચારમાં પડી ગયા. અને બેલ્યા,-બેટા નેહલ! આ શું ધાંધલ મચાવ્યું છે? સ્નેહલ દેડતે આવી આંખમાં આંસુ સારતે ભાભીના ચરણમાં પડીને બેભાભીમા! હવે આ પાપણી આપણા ઘરમાં ન જોઈએ. તે અનિલને ઝેર પીવડાવી રહી હતી. હું આવી પહોંચે એટલે તે બચી ગયે. હવે હું તેને પતિ નથી ને એ મારી પત્ની નથી. સુધા પિતાનું પાપ પ્રગટ થઈ જવાથી ધૂકે ને ધ્રુસ્કે રડતી હતી. આ જોઈને નેહલ વધુ ખીજાયે. ને તેને લાત મારીને કહે છે- પાપ કરીને ઉપરથી રડે છે? તેથી હું તને નિર્દોષ છોડું તેમ નથી. ઓરમાયા દિયરને ભાભીએ દીકરાથી પણ અધિક વહાલથી ઉછેર્યો, ભણા, ગણુ અને પરણજો. અનિલને હું મારે નાને ભાઈ ગણું છું. એ તારે દિયર થાય.' આવા કુમળા ફૂલ જેવા દિયરને વિના અપરાધે ઝેર આપવા તૈયાર થઈ તે પહેલાં તું કેમ ના મરી ગઈ? ધિક્કાર છે તને! તું સ્ત્રી નહિ પણ રાક્ષસી છે. સુધા તે શરમની મારી ઉંચી નજર કરી શકતી નથી. પતિ તિરસ્કાર કરે છે. તે એકલી પડી ગઈ. આવા સમયે પિયરીયા પણ તેને રાખશે કે કેમ? તે એક માટે પ્રશ્ન હતેા. માણસ પાપ કરતાં કરી નાખે છે. પણ પાપ પ્રગટ થાય છે ત્યારે તેની મતિ મૂંઝાઈ જાય છે. શું કરવું અને શું ન કરવું તેની સમજ પડતી નથી. પતિની પાસે માફી માંગવાની પણ તેનામાં હિંમત ન હતી. એટલે એક ખૂણામાં બેસીને નિરાધાર બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. ભાભીની કરૂણુ આગળ સુધાને હૃદયપ" - સુધાને રડતી જોઈ વનિતાનું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. સુધાની પાસે જઈને તેના વાંસામાં હેતથી હાથ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy