SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શારદા સાગર આજે તે નોટોનું ચલણ ન રહે તે કાગળીયા નકામા થઈ જાય. પણ જે સિકકાનું ચલણ બંધ થઈ જાય તે ચાંદી તે ઘરમાં રહે ને ? આજે તો માનવમાંથી નીતિ અને સચ્ચાઈ ગઈ ને ધરતીમાંથી રસકસ ગયા. શેઠ માનતા હતા કે મારી પાસે જે કંઈ છે તેમાંથી બધાને આપી દઉં. તે પ્રમાણે સહુ સમય વિચારીને લઈ લેશે, પણ દુનિયા તે જુદી જ નીકળી. લેણદારેને ધસારો થવા માંડશે. લાવે, લાવે ને લાવે. હવે શું કરવું. ખૂબ મૂંઝવણ થઈ. કર્મ કેઈને છેડતા નથી. “MI TI વિવેત્તા ય” કર્મ કરવાવાળા પણ આત્મા છે ને ભેગવવાવાળે પણ આત્મા છે. કરમને શરમ નથી. છે કાયદે કર્મરાજને, હિસાબ પાઈ પાઈને, - વેરંટ વગડે આવશે, રાજ નથી પોપાબાઈનું. બંધુઓ ! કર્મરાજાની કોર્ટમાં કેઇની હોંશિયારી ચાલતી નથી. કર્મરાજા કહે છે તું વગડામાં જઈને વસીશ તો પણ હું તારે પીછ નહિ છોડું. કોઈ માણસની પાછળ વેરંટ છૂટયું. તે એમ વિચાર કરે કે મુંબઈ છેડીને કલકત્તા ચાલ્યા જાઉં. કલકત્તા જઈ નામ બદલી નાંખે, વહેપારને બદલે ને છૂપ રહે પણ કર્મરાજા પાસે છૂપું રહેવાનું નથી. કર્મ તારે કેડે નહિ છેડે. કર્મ તે કરનારની પાછળ જાય છે. અહીં જ જુઓને! તમે દુકાને બેઠા છે. ગવર્મેન્ટનો ગુનો કર્યો તે ગવર્મેન્ટ કેને હાથકડી કરશે? કોને પકડશે? તે સમયે જે એમ કહેશે કે આ દાણચારી ને બધું મેં મારી પત્ની, પુત્રો બધા માટે કર્યું છે. તે સમયે ગવર્મેન્ટ એમ નહિ કહે, કે ચાલે છ મહિનાની સજા છે તે બધાને એક એક મહિનાની સજા આપી દે. તે મહિનામાં પતી જશે. એ તો જે ગુને કરે છે તે જ સજા ભેગવે છે. આ શેઠના કર્મને ઉદય થયે. પેઢી બંધ કરીને તેમણે સરકારને જાણ કરી. સરકારે તમામ સ્થાવર જંગમ મિલક્તનું લિસ્ટ કરી કેર્ટમાં રજુ કરવાનું કહ્યું, આ વાતની લેકમાં જાણ થઈ. ત્યારે કેટલાક સગાસંબંધીઓ કહેવા લાગ્યા કે ભાઈ જે છે તે બધું સરકારને બતાવી ન દેશે. બધું બતાવી દેશે તે બાવા થઈ જશે. ત્યારે કેટલાક એવી સલાહ આપવા લાગ્યા કે ભાઈ “નાદારી નોંધાવી દેજો.” એટલે બધી ટકટ મટી જાય. જાણે અંતરથી સલાહ આપતા હોય તેમ સહુ કહેવા લાગ્યા. ચારે તરફથી વણમાગી સલાહ આપવા માંડી. શેઠે તે બધું મૌનપણે સાંભળ્યું. જે કઈ મેઢે કહે તેને એટલું જ કહેતા કે મારે ન છૂટકે નાદારી ધાવવી પડે છે. પણ હું દગાખોર માણસ નથી. હું નહિ લખાવું. મારા માતા પિતાએ પૈસાને હાથનો મેલ ગણે છે એ મેલ માટે મારું મન મેલું કરું. શેઠે તે પિતાની પાસે જે કંઈ હતું. તેની આના પાઈ સાથે યાદી તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દીધી. આ જોઈ ન્યાયાધીશ તે આશ્ચર્યમાં પડી ગયા. ને મનમાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy