________________
શારદા સાગર
૯૦૧
કરવા નથી. બ્રહ્મચારી રહીને આત્મ-કલ્યાણ કરીશ. મને તેના શબ્દો સાંભળીને આવી પવિત્ર ભાવના થવાથી મેં તેના ઉપર ખુશ થઈને મારે હીરાને હાર તેને ભેટ આપે છે.
આ ત્રણેની વાત સાંભળીને રાજાને પોતાની કંજુસાઈ ઉપર નફરત છૂટી, ધિક્કાર છે મને! મેં ઉદારતા ન કરી ત્યારે મારા કુંવર અને કુંવરીના દિલમાં આવા ભાવ થયાં ને! રાજાને પોતાની ભૂલ સમજાઈ. એણે નટને ખૂબ ધન આપીને ખુશ કરી વિદાય આપી. નટડીએ તે કહ્યું હતું કે હું થાકી ગઈ છું. હવે બંધ કરે તે સારૂં. અને નટે તેને ઉત્તર આપ્યું હતું પણ એ શબ્દએ ચાર આત્માઓના હૃદયને પલટ કરાવી દીધે. પિતાપિતાની રીતે સોએ પોતાના જીવનમાં ઘટાવ્યું કે “બહાત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય.” આ જિંદગી હવે થોડી બાકી છે. જેટલી ગઈ તેટલી નથી. એને શું ભરે છે? આ કાયા કેવી છે?
માનવી બનતે ના ગાડાને બેલ, કાયા કાચી માટીને છે મહેલ.”
આ કાયા કાચી માટીના મહેલ જેવી છે. પવન આવે, વાવાઝોડું થાય ત્યારે કાચી માટીના મકાને પડી જાય છે. હમણાં કાઠિયાવાડમાં ભયંકર વાવાઝેડાનું તોફાન થયું ત્યારે કેટલાય મકાન જમીનદોસ્ત થઈ ગયા છે. અમદાવાદમાં સાબરમતીમાં પૂર આવ્યું ત્યારે આખી સોસાયટીઓ તણાઈ ગઈ હતી. તેમ આપણું કાયા પણ કાચી માટીના મહેલ જેવી છે. તેને વિશ્વાસ કરવા જેવો નથી. માટે બને તેટલી આરાધના કરી લે. આજે આપણે ત્યાં ચાર હાથજોડ છે. આપણે ત્યાં કુલ ૧૬ જેડીએ એટલે ૩૨ આત્માઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું છે. થેડી વાર અંજના સતીનું કહ્યા બાદ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરાવીશ.
ચરિત્ર:- “અંજના સતી અને પવનજીનું ભવ્ય સ્વાગત.”:- પવન અને અંજના માતા-પિતા સહિત રતનપુરમાં પધારે છે. તે સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરી ગયા. અંજનાને જ્યારથી કલંક ચઢાવીને કાઢી મૂકી ત્યારથી નગરીમાં શેક છવાયો હતો. અંજના સતી પધારે છે તે સમાચાર સાંભળી પ્રજાજનોના હૈયા હર્ષથી પુલક્તિ બની ગયા ને આખું ગામ ધજા પતાકાઓથી શણગારી દીધું અને આખી રતનપુરીની પ્રજા ગામ બહાર તેમનું સ્વાગત કરવા માટે ગઈ. ખૂબ ધામધૂમપૂર્વક તેમનું સામૈયું કરીને નગરમાં લાવ્યા. નગરમાં આવ્યા પછી દશ દિવસ સુધી હનુમાન કુમારને જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યું. કારણ કે જન્મ તે વગડામાં થયું હતું. એટલે ત્યાં તે કંઈ થયું ન હતું. પ્રજાજનોને પણ એટલે આનંદ હતો કે અત્યારે જ હનુમાનકુમારને જન્મ થયો ન હોય! ત્યાર પછી હનુમાનકુમારની નામકરણ વિધિ પણ ફરીને કરવામાં આવી. આ માંગલિક પ્રસંગે પ્ર©ાદ રાજાએ બધા કેદીઓને કેદમાંથી મુક્ત કર્યા. કંઈક ગરીબના દદ્ધિ ટાળી નાંખ્યા. પ્રજાજનોમાં આનંદ આનંદ છવાઈ ગયે,