SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૨ શારદા સાગર આજે તા સમભાવનું નામ નિશાન જોવામાં આવતુ નથી. જ્યાં જોઈએ ત્યાં માહ, માયા અને મમતાના દોરડે જીવ ખૂંધાઈ ગયા છે. શરીર ઉપરના રાગ, સ્વજના પ્રત્યેના રાગ અને પઢાર્થો પ્રત્યેના રાગ જીવને ઉંચે જવા દેતા નથી. એક દિવસ તે તે રાગ છોડવા પડશે. જ્યાં સુધી ગૌતમસ્વામીને મહાવીર ભગવાન પ્રત્યે રાગ હતા ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું. તેમ પદ્મા પ્રત્યેનેા રાગ નહિ છોડો ત્યાં સુધી કેવી રીતે કલ્યાણ કરી શકશે ? આ શરીર તે સાધના કરવા માટેનું સાધન છે. માની લેા કે કાઈ દારડાના સહારે માણસને ઉંચે ચઢવુ છે તે તે ચઢનારે પહેલાં તપાસ કરી લેવી જોઇએ કે જેના સહારે ઉંચે ચઢવું છે તે તે દેરડું ખરાખર મજબૂત છે ને? પણ તેથી તેના મેહ કે રાગ ન હોવા જોઈએ. આપણું શરીર પણ મેાક્ષમાં જવા માટેનું સાધન છે. એને કાચી માટીના કુંભ જેવું માનવામાં આવે છે. કાચી માટીના ઘડાને ફૂટતાં વાર લાગતી નથી તેમ આ દેહને વીણુસી જતાં વાર લાગતી નથી. માટે તેને શગ છોડીને સાવધાનીપૂર્વક શરીર દ્વારા સાધના કરી લે. આત્મા અને શરીરનુ ભેજ્ઞાન કરેા. જ્યારે તમને સમય મળે ત્યારે વિચાર કરે કે હું આત્મા તું કાણુ છે? કયાંથી આવ્યા છે? તારૂ શું સ્વરૂપ છે? આ શરીરના સંગ કેવી રીતે થયા છે અને કયાં સુધી શરીરના સર્કજામાં સપડાઈ રહીશ ? આવા વિચાર અને ધ્યાનમાં રમણતા કરશે! તેા આત્મા હળવા બની જશે. અપૂર્વ શાંતિને અનુભવ થશે અને સમજાઇ જશે કે આત્મા અને શરીર અને ભિન્ન છે. જેમ તલવારને મ્યાનમાં રાખવામાં આવે તે તેથી તલવાર અને મ્યાન એક થઈ જતા નથી પણ અલગ રહે છે. દૂધમાં પાણી નાંખવામાં આવે તે દૂધ અને પાણી અને એના સ્વભાવથી તેા અલગ રહે છે. તેમ આત્મા અને દેઢુ અને પણ અલગ રહે છે. પણ એક થઇ જતાં નથી. તે રીતે તમે પણ સંસારમાં રહેવા છતાં તેનાથી અલગ રહેા. જેટલે સંસારના અને સ ંસારના ભાગાના શગ રાખશે। તેટલું સંસારમાં વધારે પરિભ્રમણ કરવુ પડશે. બંધુએ ! જો તમારે કર્મના બંધનમાંથી મુક્ત થવુ' હાય ! મન મદારીના નચાવ્યા નાચશે નહિ. માનવીનું મન મારી જેવુ છે. મન મદારી, મન મદારી, મન મદારી મને કૂંડાળામાં નચવે મારું મન મદારી.... મન મદારીના નચાવ્યેા આત્મા પેલા માકડાની જેમ નાચે છે. તમે ઘણીવાર તે જોયુ હશે કે મદારી માકડાને રમત રમાડતાં પૂછે કે તને તારી મા વહાલી કે તારી પત્ની વહાલી? તે માથું ધુણાવીને કહેશે કે મારી પત્ની વહાલી. એને કહે કે તારી મા માંદી પડી છે તેા સ્હેજ આંચકા લાગશે ને એમ કહે કે તારી પત્ની માંદી પડી છે તા ધ્રુસ્કે રડવા લાગશે. એલે! આ માંકડું એવું કયાં શીખવા ગયુ હશે ? (હસાહસ)
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy