________________
શારદા સાગર
૮૪૧ તેમ આપણે પણ સાચી દિવાળી ઉજવીએ અને કર્મના બંધન તેડીએ. આજે દિવાળી વિષે ઘણું કહેવાઈ ગયું છે. સમય પણ થઈ ગયું છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૫ કારતક સુદ બીજને બુધવાર
તા. ૫-૧૧-૭૫ અનંત કરૂણાના સાગર, ત્રિલોકીનાથ ભગવતે જગતના જીવના ઉદ્ધારને માટે આગમવાણી પ્રકાશી. ઉ. સૂ. ૨૦ મું અધ્યયન અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. તેમાં અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને બીજા પ્રકારની અનાથતા સમજાવે છે. ભગવાને જે વાતાનું જીવનમાં આચરણ કર્યું છે તે વાત જગતની સામે રજુ કરી છે. વિચાર એ બીજ છે ને આચાર એ વૃક્ષ છે. બીજ ધરતીમાં ગુપ્ત હોય છે. એના પરિણામ રૂપ વૃક્ષ બહાર દેખાય છે. માણસનું સારું ચારિત્ર, સારી ભાષા એ ગુપ્ત એવા સારા વિચારેનું પરિણામ છે. તમે બહારથી સુશોભિત બનીને ફરે પણ અંદરના વિચારને સુશોભિત ન બનાવો તો તમારી શેભાની કાંઈ કિંમત નથી. બહારની શોભા અમુક ટાઈમે ઝાંખી પડી જાય છે પણ અંતરના શુદ્ધ વિચારની શોભા જીવનના અંત સુધી પ્રકાશવાની છે. સુવિચારના સૂક્ષમ બીજમાંથી શુદ્ધ વિચાર અને શુદ્ધ આચારના ફળ ફૂલે થવાના છે. માટે સુવિચાર અને સદાચાર દ્વારા આપણે ત બનીને અંધકારમય વાતાવરણને પ્રકાશમય બનાવવાનું છે. પ્રકાશમય જીવન બનાવવું હોય તે મેહનીય કર્મને જીતવું પડશે.
બંધુઓ! ક્રોધ અને માન એ મેહનીય કર્મની પ્રકૃત્તિઓ છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ બળવાન છે. તે સંસારરૂપ મહેલના સ્થંભ સમાન છે. અર્થાત તે સંસારમાં પરિભ્રમણ કરવાનું મુખ્ય નિમિત્ત છે. તેની સ્થિતિ પણ દરેક કર્મ કરતાં વધારે છે. જેમ એક ઝાડ મૂળમાંથી ઉખડી જમીન ઉપર પડી ગયું હોય તે તેની ડાળીઓ, પાંદડા વિગેરે લીલા છે છતાં તેને સૂકાતા વાર નહિ લાગે. પણ તે ઝાડનું મૂળ કાયમ રાખી ઉપરથી કાપી નાંખીએ તે કઈ વખત તે વૃક્ષ પુનઃ નવપલ્લવિત બને છે અને તેથી મૂરું નાસ્તિ કૃત: શાલા એમ કહેવાય છે. તે રીતે મોહનીય કર્મ સિવાય બીજા કર્મો મંદ પડે તે પણ સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે. પણ જેનું મોહનીય કર્મ નાશ થયું તેના બાકીના કર્મો પણ નાશ થવા લાગે છે. અનંતાનુબંધી કષાયની ચેકડી તથા ત્રણ દર્શન મેહનીય એ સાત પ્રકૃતિને સર્વથા ક્ષય કરે તેને ક્ષાયક સમક્તિ કહેવાય. સાતે પ્રકૃતિને કાંઈક ઉપશમ અને કાંઈક ક્ષય કરે ત્યારે તેને ક્ષાયોપથમિક સમકિત કહેવાય. આ બંને સમક્તિમાંથી કઈ પણ સમક્તિ પામેલે સમક્તિી જીવ ઉદયમાં આવેલી વૃત્તિઓને સમભાવપૂર્વક વેદે ત્યારે કર્મને નાશ થાય છે.