SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૮૦૧ अक्खो वंजणाणुलेवण भूयं, संजम जायामाय णिमित्तं । संजम भार वहणढाए, भुजेज्जा पाणधारणट्टाए । જેમ ગાડું કે ગાડી ચલાવવા માટે તેના પૈડામાં તેલ મૂકવું પડે છે. શરીર ઉપર પડેલા ઘાને રૂઝવવા માટે તેના ઉપર મલમ આદિ લેપ લગાડવું પડે છે. તેવી રીતે સાધુને પણ સંયમયાત્રાને નિભાવ કરવા માટે તથા પ્રાણેને ધારણ કરી રાખવા માટે આહાર કરવો જોઈએ. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્રના સાધુ સમાચારી નામના છવ્વીસમાં અધ્યયનમાં પણ કહ્યું છે કે સાધું છે કારણે આહાર કરે છે. वेयण वेयावच्चे, इरियट्ठाए य संजमट्ठाए । તદ વાળ વત્તિયાણ, છ, ઘરિત્તા છે ઉત્ત. સૂ. અ. ૨૬ ગાથા ૭૩ (૧) એક તે સુધાવેદનીય શમાવવા માટે, (૨) વડીલેની વૈયાવચ્ચ કરવા માટે, કારણ કે જે પેટમાં ભૂખ લાગી હોય તો વૈયાવચ્ચ કરવામાં મન લાગતું નથી. (૩) ઇર્ષા સમિતિનું પાલન કરવા માટે, જ્યારે ભૂખ સહન થતી નથી ત્યારે ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે. તે સમયે જીવોની જતના કરી શકાતી નથી. (૪) સંયમનું પાલન કરવા માટે. (૫) પ્રાણની રક્ષા માટે અને છઠ્ઠ ધર્મજાઝિકા કરવા માટે. આ છા કારણોથી જે સાધુ આહાર કરે છે તે સાધુ ભગવાનની આજ્ઞાનું બરાબર પાલન કરે છે. બંધુઓ ! સાધુને સંયમમાં દઢ રાખવા ને આત્માનું કલ્યાણ કેમ જલ્દી થાય તે માટે ભગવતે સિદ્ધાંતમાં ઠેકાણે ઠેકાણે કેવી રીતે અને શા માટે આહાર કરે તે માટે કેવી સરસ ટકોર કરી છે. આ રીતે ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કરી જે સાધક સંયમમાર્ગમાં વિચરે છે તેનું જલ્દી કલ્યાણ થાય છે. સંસાર તરફ મુખ રાખીને સાધુપણ ઘણીવાર લીધા, તપ કર્યા, ઘણું નિયમનું પાલન કર્યું પણ તેથી ભવને અંત આવ્યો નથી. પણ જેમને જન્મ-મરણને ત્રાસ લાગે છે, વિષ વિષધર સર્પ જેવા ભયંકર લાગે છે તેવા આત્મા સાધુપણું લઈને જે કંઈ ક્રિયાઓ કરે છે તે બધી મેક્ષને અનુલક્ષીને કરે છે, ભાવના પણ મેક્ષની અને ક્રિયા પણ મોક્ષની. આ બંનેને જે જીવનમાં સુંદર સુમેળ સધાશે તે સંસાર સમુદ્રને તરી જતાં વાર નહિ લાગે. સમ્યકદષ્ટિ આત્માને સંસારમાં રહીને પાપ કરવું પડે છે પણ તેને આત્મા તે અંદરથી રડતે હેય છે. પાપ પ્રત્યે તેને અરૂચી હોય છે. એટલે પાપનું કાર્ય ન છૂટકે દુખાતા દિલથી કરે છે. અને ધર્મક્રિયાઓ આત્માના ઉલ્લાસથી રસપૂર્વક કરે છે. જીવને મોક્ષની રૂચી પ્રગટે છે ત્યારે હું અને મારું એ રાગ છૂટી જાય છે. રાગ અને દ્વેષ એ બંને મિત્ર છે. તેમાં દ્રષ કરતાં પણ રાગ ભયંકર છે. જુઓ, રાગ શું કરાવે છે? માની લો કે તમારા દીકરાએ તમારા ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy